Sports

'સોશિયલ મીડિયાના દબાણથી ટીમ નહીં બને', 15 વર્ષના વૈભવ સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી કે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રતિભા છતાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેને પ્લેઈંગ-11માં સ્થાન નહીં મળે. ગંભીરે જણાવ્યું કે, સોશિયલ મીડિયાના દબાણથી નહીં, પરંતુ વર્તમાન ફોર્મ અને ટીમ સંયોજનના આધારે નિર્ણય લેવાશે. સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓને પડતા મુકી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'સોશિયલ મીડિયાના દબાણથી ટીમ નહીં બને', 15 વર્ષના વૈભવ સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

Gautam Gambhir on Vaibhav Suryavanshi: Social Media Won't Decide Playing 11 vs West Indies | 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી પોતાની પ્રતિભા અને તોફાની બેટિંગથી ભારતીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય બની ગયો છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થતી પાંચ ટી-20ની શ્રેણીમાં પણ તેને પ્લેઈંગ-ઈલેવનમાં સ્થાન મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સૂર્યવંશી સાથે થયેલી વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું છે કે સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે.

સોશિયલ મીડિયાથી નક્કી નહીં થાય ભારતની પ્લેઈંગ-11

સૂર્યવંશીએ તાજેતરમાં એશિયન ગેમ્સમાં પણ પોતાની ક્ષમતા બતાવી હતી. શ્રીલંકા સામેની સેમિફાઈનલમાં તેણે મુશ્કેલ પિચ પર માત્ર 21 બોલમાં 38 રન કર્યા હતા. પાકિસ્તાન સામેની ગોલ્ડ મેડલ મેચમાં તેણે 15 રન કર્યા હતા. ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં તે બે અડધી સદી ફટકારી ચૂક્યો છે. આ પહેલાં તે ભારતનો સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ખેલાડી બન્યો હતો. સૂર્યવંશીની બેટિંગે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા જગાવી છે. ક્રિકેટપ્રેમીઓમાં એક વર્ગ ઈચ્છે છે કે તેને અભિષેક શર્મા સાથે ઓપનિંગમાં મોકલવામાં આવે. પરંતુ ગંભીરનું કહેવું છે કે સોશિયલ મીડિયા કે બહારનું દબાણ ભારતીય ટીમની પ્લેઈંગ-ઈલેવન નક્કી કરી શકે નહીં.

વૈભવને ટીમમાં સામેલ કરવો હોય તો કોને બહાર બેસાડવો?

કોચ અને કેપ્ટન મેદાન પર મેચ જીતવા માટે જે ખેલાડીઓ અને જે સંયોજનને શ્રેષ્ઠ માને, તેના આધારે ટીમ પસંદ કરવામાં આવશે. માત્ર લોકપ્રિયતા કે બહારની ચર્ચાના આધારે નિર્ણય નહીં લેવાય. ગંભીરે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો છે ‘જો સૂર્યવંશીને રમાડવો હોય તો કોને બહાર બેસાડવો? અભિષેક કે સંજુ? બંનેએ ભારતની ટી-20 સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એટલે એક યુવા પ્રતિભાને તક આપવા માટે સ્થાપિત અને સફળ સંયોજનને અચાનક તોડી નાખવું સરળ નિર્ણય નથી.’