વર્લીથી લઈને અલીબાગ સુધી... જાણો ક્યાં-ક્યાં છે વિરુષ્કાના લક્ઝરી ઘર અને કેટલી છે કિંમત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virushka's Expanding Luxury Real Estate: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દેશના સૌથી પાવરફુલ કપલ્સમાંના એક છે. આ કપલ માત્ર રમતગમત અને મનોરંજન જગતમાં જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટની દુનિયામાં પણ મોટું રોકાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કાએ મુંબઈના વર્સોવા વિસ્તારમાં ₹18.29 કરોડનું એક અત્યંત આલીશાન સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ નવી ખરીદી સાથે જ ફરી એકવાર વિરાટ અને અનુષ્કાના દેશ-વિદેશમાં ફેલાયેલા આલીશાન મકાનો અને તેમની કિંમતોની ચર્ચા તેજ થઈ ગઈ છે.
વર્સોવામાં ખરીદ્યો ₹18.29 કરોડનો નવો મહેલ
મીડિયા રિપોર્ટ્સ અને રિયલ એસ્ટેટ ડેટા પ્લેટફોર્મના હવાલાથી જાણવા મળ્યું છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં વધુ એક લક્ઝરી આશિયાનો ઉમેર્યો છે. કપલે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત વર્સોવાના 'ગોદરેજ સ્કાયશોર' પ્રોજેક્ટમાં ₹18.29 કરોડનું સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ 2644 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેની સાથે 316 ચોરસ ફૂટનો એક્સક્લુઝિવ એરિયા અને 3 કવર પાર્કિંગ સ્પેસ મળે છે. આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન જુલાઈ 2026માં થયું છે, જેના માટે કપલે ₹1.09 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને ₹30,000ની રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે.
વરલી અને ગુરુગ્રામમાં પણ છે કરોડોની શાનદાર પ્રોપર્ટી
મુંબઈના પોશ વિસ્તાર વરલીમાં પણ આ સ્ટાર કપલનું એક શાનદાર સી-ફેસિંગ ઘર આવેલું છે. ઓમકાર 1973 ટાવરના 35મા માળે આવેલો આ 4-BHK એપાર્ટમેન્ટ લગભગ 7171 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. 2016માં જ્યારે આ પ્રોપર્ટી અંગેના અહેવાલો આવ્યા હતા ત્યારે તેની કિંમત આશરે ₹34 કરોડ જણાવવામાં આવી હતી. આ ઉપરાંત, કોહલી પાસે ગુરુગ્રામના પોશ DLF ફેઝ 1માં 10,000 ચોરસ ફૂટનું એક ભવ્ય ઘર પણ છે. આ ઘરની કિંમત અંદાજે ₹80 કરોડ હોવાનું કહેવાય છે, જેમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, મોડર્ન જિમ તેમજ અનેક પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ છે.
અલીબાગમાં લક્ઝુરિયસ ફાર્મહાઉસ અને લંડનમાં રહેઠાણ
વિરાટ અને અનુષ્કાને મુંબઈની ભીડભાડથી દૂર અલીબાગનું શાંત વાતાવરણ પણ ઘણું પસંદ છે. જાન્યુઆરી 2026માં કપલે અલીબાગના આવાસ બીચ નજીક જીરાડ ગામમાં ₹37.86 કરોડમાં 5 એકરથી વધુ જમીન ખરીદી હતી. અગાઉ 2022માં પણ તેમણે અલીબાગમાં ₹19 કરોડમાં 8 એકરનો પ્લોટ ખરીદ્યો હતો, જ્યાં તેમણે એક લક્ઝુરિયસ વિલા બનાવ્યો છે. બીજી તરફ, તાજેતરના અહેવાલો મુજબ, વિરાટ અને અનુષ્કા હાલમાં લંડનના નોટિંગ હિલ વિસ્તારમાં રહે છે, જોકે કપલે હજુ સુધી પોતાના આ નવા સરનામાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.









