જેલમાં બંધ ઈમરાન ખાનની વ્હારે આવ્યા કપિલદેવ-ગાવસ્કર, 14 પૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાન સરકાર પાસે કરી આ 3 માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Former Captains Urge For Imran Khan: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે 14 પૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાન સરકારને ચિઠ્ઠી લખી છે. તેમણે પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે માગ કરી છે કે ઈમરાન ખાનને જેલમાં યોગ્ય સારવાર તેમજ સુવિધા આપવામાં આવે. મહત્વનું છે કે ઈમરાન ખાન છેલ્લા 800 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. તેમની તબિયત બગડતી જઈ રહી છે. તેમ છતાં જેલમાં તેમની સાથે અયોગ્ય વર્તણૂક અને પૂરતી સારવાર મળતી નથી જેથી ભારતના બે સહિત કુલ 14 પૂર્વ કૅપ્ટનોએ પત્ર લખી પાકિસ્તાન સરકારને અરીસો બતાવ્યો છે.
કયા કયા કૅપ્ટનનોએ પત્ર લખ્યો?
સુનિલ ગાવસ્કર, કપિલ દેવ સહિતના દિગ્ગજ ક્રિકેટરોએ પાકિસ્તાન સરકારને એક પત્ર લખીને અપીલ કરી છે કે, ‘ઈમરાન ખાનને જેલમાં સારામાં સારી સારવાર પ્રદાન કરવી જોઈએ.’ આ પત્ર પર ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઇકલ આથર્ટન, નાસીર હુસૈન, ઇયાન ચેપલ, એલન બોર્ડર, માઇકલ બ્રિયરલી, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, ક્લાઇવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઇટે પણ હસ્તાક્ષર કર્યા છે.
પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગ
આ પત્રમાં ક્રિકેટરોએ છેલ્લા અઢી વર્ષથી કરાયેલી તેમની અટકાયત પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પત્રમાં જણાવાયું છે કે, 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવનાર ઈમરાન ખાન વિશ્વ ક્રિકેટના મહાન ઑલરાઉન્ડર અને શ્રેષ્ઠ કૅપ્ટનમાંના એક છે. તેમના નેતૃત્વ, રમત પ્રત્યેની ભાવના અને ક્રિકેટ જગતમાં તેમના યોગદાનને સમગ્ર વિશ્વમાં ખૂબ જ સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. આ સાથે પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સરકારને ભાવુક અપીલ કરતાં જણાવ્યું છે કે, ‘ઈમરાન ખાનને તેમની પસંદગીના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તાત્કાલિક અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત તેમની અટકાયત આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ માનવીય અને સન્માનજનક હોય, તેમને પરિવાર સાથે નિયમિત મુલાકાત કરવાની મંજૂરી અપાય તેમજ તેમના માટે નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયા પણ સુનિશ્ચિત કરવામાં આવે.
એક આંખમાં માત્ર 15 ટકા દૃષ્ટિ બચી
ઈમરાન ખાન છેલ્લા 2 વર્ષથી જેલમાં બંધ છે, થોડા દિવસ પહેલા જ તેમના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમની ડાબી આંખમાં માત્ર 15 ટકા દૃષ્ટિ બચી છે. તેમને આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓને ત્રણ મહિના સુધી રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ સુવિધા કે પગલાં લેવામાં આવ્યા નથી. જે બાદ 14 પૂર્વ કૅપ્ટનોએ એકજૂથતા બતાવી ઈમરાન ખાનને યોગ્ય સારવાર મળે તે માટે પાકિસ્તાન સરકારને પત્ર લખી અપીલ કરી છે.




