Sports

મેન્સ હોકી : ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં રોમાંચક વિજય

By GS Team
15 Mar 20231 min read
This article was originally published on 15 Mar 2023
મેન્સ હોકી : ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં રોમાંચક વિજય

રુરકેલા, તા.૧૫

ભારતીય મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે સળંગ બીજો વિજય મેળવતા પેનલ્ટી શૂટઆઉટમાં -૩થી જીત હાંસલ કરી હતી. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે સળંગ બીજો વિજય હતો. ગોલકિપર શ્રીજેશના શાનદાર દેખાવને સહારે ભારતીય હોકી ટીમે સફળતા મેળવી હતી. પ્રો લીગની ચાર મેચમાં ભારત અજેય રહ્યું હતુ અને કુલ ૧૧ પોઈન્ટ્સ મેળવ્યા હતા.

રુરકેલામાં રમાયેલી મેચમાં વિવેક પ્રસાદ અને સુખજીતે ભારતને બે વખત લીડ અપાવી હતી અને એફરામુસે બંને વખત ઓસ્ટ્રેલિયાને બરોબરી અપાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ -૩થી લીડ મેળવી હતી. જોકે ભારતે વળતો પ્રહાર કરતાં -૩થી બરોબરી મેળવી હતી. આખરે સડન ડેથની પહેલી પેનલ્ટી ભારત માટે વિજયી બની હતી. ભારત અગાઉ ઓસ્ટ્રેલિયા સામે -૪થી તેમજ જર્મની સામે - અને -૩થી જીત્યું હતુ