FIFA વર્લ્ડ કપ : મેસી ફરી છવાયો, વિવાદો વચ્ચે ઈજિપ્ત હાર્યું, આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Argentina Win over Egypt: લિયોનેલ મેસીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ ફૂટબોલના ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાંના એક કેમ ગણાય છે. FIFA World Cup 2026ના રાઉન્ડ ઓફ 16ના અત્યંત રોમાંચક મુકાબલામાં, મેસી આર્જેન્ટિના માટે ફરી એકવાર સંકટ સમયની સાંકળ બનીને ઊભી રહ્યો હતો. ઇજિપ્ત સામેની મેચમાં 79મી મિનિટ સુધી બે ગોલથી પાછળ ચાલી રહેલી વર્તમાન ચેમ્પિયન ટીમને મેસીએ નવેસરથી જોશ પૂરો પાડીને શાનદાર જીત અપાવી છે અને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરાવી દીધી છે. આ પ્રેશરથી ભરપૂર સ્થિતિમાં અદ્ભુત પ્રદર્શન કરીને તે પોતે પણ ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ નીકળી ગયા છે.
મેચનો નિર્ધારિત સમય પૂરો થવામાં જ્યારે માત્ર 11 મિનિટ બાકી હતી, ત્યાં સુધી આર્જેન્ટિના 2-0થી પાછળ હતું. સ્ટેડિયમમાં હાજર તમામ ફેન્સને એવું લાગી રહ્યું હતું કે ગઈકાલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ બહાર થયા બાદ, આજે મેસીની પણ વર્લ્ડ કપમાંથી વિદાયની ઘડી આવી ગઈ છે. જોકે, ત્યારબાદ આર્જેન્ટિનાની ટીમે કમબેક કરીને માત્ર થોડી જ મિનિટોમાં એક પછી એક કુલ 3 ગોલ ફટકારીને આખી મેચનું પરિણામ જ પલટી નાખ્યું હતું. આ અવિશ્વસનીય જીત બાદ દુનિયાભરમાં ફેલાયેલા મેસીના કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટીમ વતી બરાબરીનો મેજિકલ ગોલ મેસીએ 83મી મિનિટે કર્યો હતો, જે તેમના વર્લ્ડ કપ કારકિર્દીનો 21મો ગોલ હતો.

ભાવુક ક્ષણો: મેસી પોતાના આંસુ રોકી શક્યા નહીં
આ રોમાંચક જીત બાદ હવે આગામી શનિવારે કેન્સાસ સિટીમાં આર્જેન્ટિનાનો મુકાબલો સ્વિટ્ઝરલેન્ડ અથવા કોલંબિયા સામે થશે. આ બંને ટીમો વચ્ચે રમાનારી પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ જ નક્કી થશે કે આગામી રાઉન્ડમાં આર્જેન્ટિના સામે કોણ ટકરાશે.
આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચેની મેચની વાત કરીએ તો, રેફરીની અંતિમ સીટી વાગ્યા બાદ કેપ્ટન લિયોનેલ મેસી મેદાન પર જ અત્યંત ભાવુક થઈ ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. તેણે 83મી મિનિટે આ ચાલુ વર્લ્ડ કપમાં પોતાનો 8મો ગોલ કરીને ટીમને 2-2ની રોમાંચક બરાબરી પર લાવી દીધી હતી. ત્યારબાદ, આર્જેન્ટિના માટે વિજયી ગોલ સ્ટોપેજ ટાઈમમાં એન્ઝો ફર્નાન્ડિઝે કર્યો હતો, જ્યારે ડિફેન્ડર ક્રિસ્ટિયન રોમેરોએ 79મી મિનિટે આર્જેન્ટિના વતી પ્રથમ ગોલ કરીને વાપસીની શરૂઆત કરાવી હતી.
ઇજિપ્તે સરસ શરૂઆત કરી, પરંતુ આર્જેન્ટિનાનો જોરદાર પલટવાર
મેચની શરૂઆતમાં ઇજિપ્તની ટીમે આક્રમક રમત દાખવી હતી. ટીમે યાસિર ઇબ્રાહિમ અને મુસ્તફા ઝિકોના શાનદાર ગોલની મદદથી મેચમાં 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. આર્જેન્ટિનાના સુકાની મેસીને પ્રથમ હાફમાં સ્કોર કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ તેની પેનલ્ટી કિકને ઇજિપ્તના ગોલકીપર મુસ્તફા શોબીરે અદ્ભુત ડાઇવ લગાવીને બચાવી લીધી હતી. ત્યારબાદ જ્યારે સ્કોર 1-0 હતો, ત્યારે પણ મેસીનો એક જોરદાર શોટ ગોલપોસ્ટ સાથે અથડાઈને પાછો ફર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિનાએ વર્ષ 2022માં વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની નજર બ્રાઝિલ (1958 અને 1962)ના ઐતિહાસિક રેકોર્ડ બાદ સતત બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બનવા પર ટકેલી છે.









