પ્રેક્ટિસ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો બેન સ્ટોક્સ! ચહેરાની હાલત જોઈ ઓળખવો પણ મુશ્કેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

England Captain Ben Stokes Facial Injury: ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર હાલ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. તાજેતરમાં એક ટ્રેનિંગ સેશન દરમિયાન બોલ વાગવાને કારણે તે એટલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે.
પ્રેક્ટિસમાં બોલ વાગતા ગંભીર ઈજા
સ્ટોક્સે પોતે સોશિયલ મીડિયા પર પોતાની ઇજાની તસવીરો શેર કરી છે, જેમાં તેની જમણી આંખ પાસે સોજો, ગાલ અને હોઠ પર ઈજાના નિશાન અને નાક પર પટ્ટી જોવા મળી રહી છે. આ ભયાનક ઈજાને કારણે હવે તે આગામી કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહે તેવી શક્યતા છે.

એશેઝની હાર બાદ વધુ એક ફટકો
આ ઈજા એવા સમયે આવી છે જ્યારે બેન સ્ટોક્સ પહેલેથી જ ખરાબ ફોર્મ અને શારીરિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ 2025-26 સિરીઝમાં ઇંગ્લેન્ડનો 4-1થી શરમજનક પરાજય થયો હતો, જેમાં સ્ટોક્સની કેપ્ટનશીપની પણ ભારે ટીકા થઈ હતી.
આ પણ વાંચો: 12 ચોગ્ગા, 13 છગ્ગા... અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
તે સિરીઝ દરમિયાન તેને ગ્રોઈન ઈન્જરી (સાથળના ભાગે ઈજા) થઈ હતી, જેમાંથી તે માંડ સાજા થઈને મેદાનમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ આ નવા અકસ્માતે તેની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર ઈજામાંથી સાજા થઈને ઇંગ્લિશ કેપ્ટન ક્યારે મેદાન પર વાપસી કરે છે.




