CSK vs MI: IPL 2026 ના 44મા મુકાબલામાં CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને પાંચ વખતની ચેમ્પિયન CSK એ 18.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
મુંબઈની 7મી હાર, CSKની ચોથી જીત
IPL 2026 માં મુંબઈની આ 7મી હાર છે. આ હાર સાથે મુંબઈનો સિઝનની પ્લે ઓફમાંથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે ધૂળ ચટાડીને સીઝનની ચોથી જીત પોતાના નામે કરી છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને કાર્તિક શર્મા ચેન્નાઈની આ શાનદાર જીતના હીરો રહ્યા હતા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને અણનમ પરત ફર્યા હતા.
સ્કોર કાર્ડ
MI: 159/7(20)
CSK: 160/2(18.1)
પોઈન્ટ ટેબલ પર કરો નજર

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આપ્યો હતો 160 રનનો લક્ષ્યાંક
તોફાની શરૂઆત કરવા છતાં મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. એક સમયે 10 ઓવરમાં MIનો સ્કોર 2 વિકેટે 90 રન હતો. સરળતાથી ચોગ્ગા-છગ્ગા લાગી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ટીમ વિખેરાઈ ગઈ હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટેસ્ટ જેવી બેટિંગ કરી હતી. તે 23 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. ત્રણ નંબર પર આવેલા નમન ધીરે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. રિયાન રિકલ્ટને 24 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. ચેન્નાઈ માટે અંશુલ કંબોજે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે નૂર અહેમદને બે સફળતા મળી હતી.
આ પણ વાંચો: ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઇન્ડિયન્સ:
વિલ જેક્સ, રિયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર.
ચેન્નાઈ સુપર કિંગ્સ
સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વીલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.


