Sports

ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન

By GS Team
2 May 20262 mins read
TukuTouch Logo
આગામી મહિને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ફરી એકવાર અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર પર વિશ્વાસ મૂકીને તેને ટીમની કેપ્ટનશીપ સોંપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન

Women's T20 World Cup 2026: આગામી મહિને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ફરી એકવાર અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર પર વિશ્વાસ મૂકીને તેને ટીમની કેપ્ટનશીપ સોંપી છે. જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવશે. ભારતીય ટીમની નજર તેના પ્રથમ T20 વર્લ્ડ કપ ખિતાબ પર છે.

નવા ચહેરા અને વાપસી

આ વખતના સ્ક્વોડમાં સૌથી મોટું આશ્ચર્ય ચંદીગઢની 24 વર્ષીય ફાસ્ટ બોલર નંદની શર્મા છે. નંદનીએ વુમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરતા 17 વિકેટ ઝડપી હતી. જેના ઇનામ રૂપે તેને પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, વિકેટકીપર યાસ્તિકા ભાટિયા અને ઓલરાઉન્ડર રાધા યાદવની ટીમમાં વાપસી થઈ છે.

ગ્રુપ ઓફ ડેથમાં ભારત

ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. ભારતને ગ્રુપ-1માં રાખવામાં આવ્યું છે. જેમાં મજબૂત ટીમો સામે ટક્કર થશે. 

ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ.

ગ્રુપ-2: ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ.

14 જૂને પાકિસ્તાન સામે મહામુકાબલો

ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 જૂને એજબેસ્ટન (બર્મિંગહામ) ખાતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરશે. આ મેચ પર સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

ભારતીય ટીમનું શિડ્યુલ

14 જૂન: ભારત વિ. પાકિસ્તાન (બર્મિંગહામ)

17 જૂન: ભારત વિ. નેધરલેન્ડ (લીડ્સ)

21 જૂન: ભારત વિ. સાઉથ આફ્રિકા (માન્ચેસ્ટર)

25 જૂન: ભારત વિ. બાંગ્લાદેશ (માન્ચેસ્ટર)

28 જૂન: ભારત વિ. ઓસ્ટ્રેલિયા (લંડન - લોર્ડ્સ)

વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.