Get The App

માનવ સુથારે ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો બીજો ભારતીય સ્પિનર

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
માનવ સુથારે ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો બીજો ભારતીય સ્પિનર 1 - image

Manav Suthar take Five Wicket: ભારતીય ક્રિકેટના 94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખાઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાન સામે મુલ્લનપુરમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં પોતાની કરિયરની પ્રથમ મેચ રમી રહેલા લેફ્ટી સ્પિનર માનવ સુથારે એવો તરખાટ મચાવ્યો છે કે ક્રિકેટ જગત દંગ રહી ગયું છે. વિશ્વ ક્રિકેટમાં લાંબા સમયથી ક્વોલિટી લેફ્ટ-આર્મ સ્પિનરોની જે ખોટ વર્તાતી હતી, તેને પૂરી કરવા માટે ભારતને એક નવો હીરો મળી ગયો છે. માનવ સુથારે મેચના ત્રીજા દિવસે અદભુત બોલિંગ કરીને પોતાની પ્રથમ જ ટેસ્ટ મેચમાં 5 વિકેટ ઝડપવાનું કારનામું કર્યું છે.

ડેબ્યુ મેચમાં જ તોડી નાખ્યા રેકોર્ડ્સ

મેચના બીજા દિવસે અફઘાનિસ્તાનના બેટ્સમેનોને હંફાવ્યા બાદ સોમવારે ત્રીજા દિવસે પણ માનવ સુથારનો જાદુ યથાવત રહ્યો હતો. માનવ સુથારે કિલર બોલિંગ કરતા માત્ર 22 ઓવરમાં 10 મેડન રાખીને માત્ર 33 રન આપ્યા અને 6 વિકેટ ઝડપી લીધી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે તે ભારતના 94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં જ 5 કે તેથી વધુ વિકેટ લેનારા 10મો ભારતીય બોલર બન્યો છે. આ સાથે જ તે ડેબ્યુ ટેસ્ટમાં ભારત તરફથી બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો સ્પિનર પણ બની ગયો છે. ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ નરેન્દ્ર હિરવાનીના નામે છે, જેણે 1988માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચમાં કુલ 16 વિકેટ ઝડપી હતી.

બીજા જ દિવસે બતાવી દીધી હતી પોતાની પ્રતિભા

મુલ્લનપુરની પીચ પર બોલરો માટે કોઈ ખાસ મદદ નહોતી, તેમ છતાં માનવ સુથારે પોતાની લાઇન, લેન્થ અને કંટ્રોલથી દિગ્ગજોને પ્રભાવિત કર્યા હતા. બીજા દિવસે રવિવારે પોતાની પ્રથમ જ ઓવરમાં ઓપનર અબ્દુલ મલિકને આઉટ કર્યા બાદ તેણે રહેમાનુલ્લાહ ગુરબાઝ અને અફસર ઝાઝઈને પેવેલિયન ભેગા કર્યા હતા. હવામાં બોલને શાર્પ ટર્ન કરાવવાની તેમની ક્ષમતા અને અદભુત એક્શનના કારણે બીજા દિવસે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે આ મેચમાં મોટો કમાલ કરશે.

ત્રીજા દિવસે અફઘાનિસ્તાનની કમર તોડી નાખી

બીજા દિવસના શાનદાર પ્રદર્શનથી આત્મવિશ્વાસથી માનવ સુથારે ત્રીજા દિવસે સોમવારે પણ અફઘાનિસ્તાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખી હતી. તેણે પહેલા શરફુદ્દીન, ત્યારબાદ ક્રિઝ પર જામી ગયેલા રહેમત શાહ અને છેલ્લે મોહમ્મદ સલીમને આઉટ કરીને પોતાની 6 વિકેટ પૂરી કરી હતી.

ડેબ્યૂ ટેસ્ટમાં ભારતીય સ્પિનરોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

નામ         ઓવર/વિકેટ ટીમ         વર્ષ        જગ્યાનું નામ

નરેન્દ્ર હિરવાની 8/61, 8/75      વેસ્ટ ઇન્ડિઝ 1988 ચેન્નાઈ

માનવ સુથાર 6/33     અફઘાનિસ્તાન 2026 મુલ્લનપુર

દિલીપ દોષી 6/103      ઓસ્ટ્રેલિયા 1979 ચેન્નાઈ

રવિચંદ્રન અશ્વિન 6/47     વેસ્ટ ઇન્ડિઝ 2011 દિલ્હી

અક્ષર પટેલ 5/60              ઇંગ્લેન્ડ         2021 ચેન્નાઈ