Sports

2027 વનડે વર્લ્ડ કપના નવા ફોર્મેટ પર વિવાદ: ICC પર ભડક્યા સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ, લગાવ્યા ગંભીર આરોપ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ICC એ 2027 વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન નિયમોમાં અચાનક ફેરફાર કરતાં સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સે આકરો વિરોધ કર્યો છે. 14 ટીમોના આ ફોર્મેટમાં હવે સૌથી ઓછી રેન્કિંગવાળી 3 ટીમોમાંથી માત્ર 1 જ આગળ વધશે. આ નિર્ણયને નાના દેશોના ક્રિકેટને પાછળ ધકેલવા સમાન ગણાવી, બંને દેશોએ ICC પર ચર્ચા વગર નિર્ણય લેવાનો આરોપ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2027 વનડે વર્લ્ડ કપના નવા ફોર્મેટ પર વિવાદ: ICC પર ભડક્યા સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ, લગાવ્યા ગંભીર આરોપ

Scotland Netherlands Slam ICC: વર્ષ 2027માં યોજાનારા ICC વનડે વર્લ્ડ કપ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એક હેરાન કરનારો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર 18 મહિના પહેલા ICC દ્વારા ક્વોલિફિકેશનના રસ્તા અને ટૂર્નામેન્ટના ફોર્મેટમાં અચાનક મોટો ફેરફાર કરી દેવાતા ક્રિકેટ ફેન્સથી લઈને એસોસિએટ દેશો સુધી ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સનો તીખો વિરોધ

ICCના આ નિર્ણયથી નારાજ સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સના ક્રિકેટ બોર્ડે સંયુક્ત નિવેદન જારી કરીને ICC પર આકરા પ્રહારો કર્યા છે. બંને દેશોનું કહેવું છે કે, કોઈ પણ સલાહ કે ચર્ચા વગર લેવાયેલો આ નિર્ણય એસોસિએટ એટલે કે, નાના દેશોના ક્રિકેટને પાછળ ધકેલવા સમાન છે.

શું છે નવો નિયમ?

15 જુલાઈના રોજ ICC એ 2027 વનડે વર્લ્ડ કપ માટે નવા નિયમ રજૂ કર્યા હતા

ટીમોની સંખ્યા: કુલ ટીમોની સંખ્યા 14 જ રાખવામાં આવી છે, પરંતુ મુખ્ય તબક્કા પહેલા એક નવો 'સુપર સિરીઝ' તબક્કો ઉમેરાયો છે.

નવી પ્રોસેસ: સૌથી ઓછું રેન્કિંગ ધરાવતી 3 ટીમો પહેલા રમશે અને તેમાંથી માત્ર 1 જ ટીમ આગળના રાઉન્ડમાં જશે. ત્યારબાદ બાકી રહેલી 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.

સુપર 7 અને ફાઇનલ: અહીંથી 7 ટીમો સુપર 7 રાઉન્ડમાં પહોંચશે અને બાદમાં ટોપ-4 વચ્ચે સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.

નિર્ણય પર કેમ ઉઠી રહ્યા છે સવાલો?

વર્ષ 2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર નેધરલેન્ડ્સ અને યુરોપની મજબૂત ટીમ સ્કોટલેન્ડનું માનવું છે કે, આ નિયમ નાના દેશો માટે રસ્તા બંધ કરવા સમાન છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, ICC એ આ પગલું મોટા દેશોને સુરક્ષિત રાખવા અને બ્રોડકાસ્ટર્સની કમાણી પાકી કરવા માટે લીધું છે, જેથી કોઈ મોટી ટીમ શરૂઆતમાં જ બહાર ન થઈ જાય. જોકે, આ ચક્કરમાં વર્ષોની મહેનત પછી મોટા મંચ સુધી પહોંચતા નાના દેશોને અન્યાય થઈ રહ્યો છે.