Sports

ચેસ ઓલિમ્પિયાડમાં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

By GS Team
22 Sep 20241 min read
This article was originally published on 22 Sep 2024
TukuTouch Logo
ભારતીય ચેસ ખેલાડી ડી. ગુકેશે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેસ ઓલિમ્પિયાડમાં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

Chess Olympiad 2024: ભારતીય ચેસ ખેલાડી ડી. ગુકેશે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. 

45માં ચેસ ઓલિમ્પિયાડના 10માં રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ અમેરિકાને 2.5-1.5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુકેશે ફેબિયાનો કારુઆનાને હરાવીને પુરૂષ વર્ગમાં પહેલી વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ડી ગુકેશની સાથે અર્જુન એરિગેસીની પણ મહત્ત્વની ભૂમિકા રહી હતી, તેણે પોતાની મેચ જીતીને ભારતને ટોચ પર પહોંચાડ્યું હતું.

ભારતીય પુરૂષ ટીમ આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સુધી અજેય રહી હતી. ભારત હજુ પણ 19 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં ટોચનો સ્થાન પર છે. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ પણ 10મા રાઉન્ડમાં ચીનને 2.5-1.5થી હરાવીને ઓલિમ્પિયાડમાં પોતાની સફરને આગળ ધપાવી છે.