UAE Iran Conflict : હાલ અમેરિકા-ઈઝરાયલ ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળી ઈરાન પર હુમલાઓ કરી રહ્યા છે, જેમાં ખામાનેઈના નિવાસસ્થાન સહિત અનેક મહત્ત્વના સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ખામેનેઈનું મોત થયું છે અને ઈરાનિયોને પોતાનો દેશ પરત લેવાનું આહવાહન કર્યું છે. ઈરાને પણ તેમના મોતની પુષ્ટી કરીને 40 દિવસનો શોક જાહેર કર્યો છે.
પાડોશી દેશો પર હુમલા કરી ઈરાન વધુ ફસાયું
બીજીતરફ ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે અને ફારસની ખાડીમાં બહેરીન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આજે રવિવારે પણ દુબઈ, દોહા અને મનામામાં વિસ્ફોટાનો અવાજો સંભળાયા હતા. હાલ દુબઈ એરપોર્ટ બંધ કરાયું છે અને પામ જુમેરાહ તથા બુર્જ અલ જેવા મહત્ત્વનો સ્થળોને નુકસાન થયું છે. યુએઈના અનેક સ્થળો પર મિસાઈલ હુમલો થયા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ઈરાનની ટીકા કરી.
પડોશી દેશો યુદ્ધમાં સામેલ નથી : UAEના રાષ્ટ્રપતિ
યુએઈના રાષ્ટ્રપતિએ ઈરાનને સમજદારીથી કામ લેવા કહ્યું છે, કારણ કે યુએઈ જેવા પડોશી દેશો યુદ્ધમાં સામેલ નથી. રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અનવર ગરગાશે ઈરાનને ચેતવણી આપી છે કે, તેમણે ખોટા સ્થલો પર હુમલા કર્યા છે, જેના કારણે તેમની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
UAEની ઈરાનને ચેતવણી
ગરગાશે ચેતવણી આપી છે કે, ‘ઈરાન પોતાના પડોશી દેશોને નિશાન ન બનાવે અને ઈસ્લામી ગણરાજ્ય સાથે સમજદારીથી કામ લે. ઈરાને ખાળી દેશો પર હુમલા કર્યા છે, જે તદ્દન ખોટા અનુમાન છે. આ હુમલાના કારણે ઈરાન નબળી સ્થિતિ પર આવી ગયું છે અને હવે તે પડોશીઓથી નોખો પડી ગયો છે.’ તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઈરાન, તમારુ યુદ્ધ પડોશી દેશો સાથે નથી. સ્થિતિ વધુ વણસે તે પહેલા તર્ક પર ધ્યાન આપો અને તમે પડોશી દેશો સાથે તર્કસંગત તથા જવાબદારીપૂર્ક વ્યવહાર કરો.’
ઈરાને આરબ દેશો પર હુમલા કેમ કર્યા?
અમેરિકા-ઈઝરાયલે ભેગા થઈને મોટાપાયે ઈરાન પર હુમલા કર્યા બાદ થોડાં જ કલાકોમાં ઈરાન સરકારે જાહેરાક કરી છે કે, સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. ટ્રમ્પે હુમલાની જાહેરાત કરવાની સાથે ઈરાનિયોને આ તકનો લાભ ઉઠાવવા, સત્તા પર કબજો કરવાનું આહવાહન કર્યું. જવાબમાં ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી હતી અને બહેરીન, કુવૈત અને કતારમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. હજુ પણ સામસામે હુમલાઓ ચાલી રહ્યા છે.
દુબઈ, બહેરીન, મનામા, દોહામાં વિસ્ફોટોના અવાજથી ધણધણ્યું
રવિવારે સંયુક્ત રાષ્ટ્ર્ અમીરાતના દુબઈ, બહેરીન અને રાજધાની મનામા અને કતારની રાજધાની દોહામાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. આ ધડાકા લાંબો સમય સુધી ચાલ્યા બાદ ઘર્ષણની આશંકા વધી ગઈ છે. ઈરાને વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ એરપોર્ટ પર હુમલા કર્યા, ત્યારબાદ તાત્કાલીક એરપોર્ટ બંધ કરવામાં આવ્યું. આ પહેલા ઈરાને દુબઈના પ્રસિદ્ધ ટાપુ પામ અને બુર્જ અલ અરબ નામના આલીશાન હોટલ પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : VIDEO: 5 સેકન્ડમાં 2 આખા બિલ્ડિંગ નષ્ટ... ઈઝરાયલનો તેહરાન પર વધુ એક હુમલો, જુઓ દ્રશ્યો


