ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ટીમમાં મોટો ફેરફાર, કુલદીપ બહાર તો ગુરનૂર બરારની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Zealand-India Test series : ન્યુઝીલેન્ડ સામે આગામી 19 નવેમ્બરથી વેલિંગ્ટન ખાતે શરૂ થનારી બે મેચોની રોમાંચક ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે, જ્યારે તેમના સ્થાને યુવા ઝડપી બોલર ગુરનૂર બ્રારને ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે.
કુલદીપ યાદવને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કરાયા રિલીઝ
BCCI દ્વારા 14 નવેમ્બર, શનિવારના રોજ જારી કરાયેલી મીડિયા એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સિલેક્શન કમિટીએ ન્યુઝીલેન્ડ સામે 19 નવેમ્બર, 2026થી વેલિંગ્ટનમાં રમાનાર બે મેચોની ટેસ્ટ શ્રેણી માટે ગુરનૂર બ્રારને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. બોર્ડે વધુમાં ઉમેર્યું કે, કુલદીપ યાદવને ભારતમાં હાલમાં ચાલી રહેલી ડોમેસ્ટિક ક્રિકેટ મેચોમાં ભાગ લેવા માટે ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેથી તેઓ સતત મેચ પ્રેક્ટિસ જાળવી શકે.
વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત જોડાયા, ગુરનૂર પાંચમી વન-ડે નહીં રમે
આ મહત્વપૂર્ણ અપડેટની સાથે જ બોર્ડે જણાવ્યું કે, વિસ્ફોટક વિકેટ કીપર-બટ્સમેન રિષભ પંત વેલિંગ્ટન પહોંચીને ટેસ્ટ ટીમ સાથે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે, જેનાથી ટીમની બેટિંગ લાઈન-અપ વધુ મજબૂત બનશે. બીજી બાજુ, નવ ઉમેરાયેલા ખેલાડી ગુરનૂર બ્રાર હવે સીધા ટેસ્ટ ટીમના સાથી ખેલાડીઓ સાથે જોડાશે, જેના કારણે તેઓ વર્તમાન શ્રેણીની પાંચમી વન-ડે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે પાંચમી અને છેલ્લી વન-ડે માટે ગુરનૂરના વિકલ્પરૂપે અન્ય કોઈ ખેલાડીની જાહેરાત કરવામાં આવશે નહીં.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની અપડેડ ટીમ:
શુભમન ગિલ (કપ્તાન), જશસ્વી જ્યસ્વાલ, કે.એલ. રાહુલ (ઉપ-કપ્તાન), દેવદત્ત પડિકલ, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કમ્બોજ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બ્રાર.પાંચમી વનડે માટે ભારતની અપડેટ વનડે ટીમ:
શ્રેયસ અય્યર (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટ કીપર અને ઉપ-કપ્તાન), અક્ષર પટેલ, નમન ધીર, ઔકિબ નબી, રૂતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટ કીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.



