Sports

ન્યૂઝીલેન્ડ સામે ચોથી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: 89 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ-અય્યર ફેલ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતનો બે ઓવલ મેદાન પર 244 રને કારમો પરાજય થયો. 333 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેટ હેનરીએ 6 વિકેટ ઝડપી, જ્યારે વિલ યંગે 125 રનની સદી ફટકારી. રોહિત, કોહલી અને શ્રેયસ શૂન્ય રને આઉટ થયા હતા. આ હારથી ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં વાપસી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂઝીલેન્ડ સામે ચોથી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: 89 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ-અય્યર ફેલ

India vs New Zealand 4th ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો ચોથો મુકાબલો બે ઓવલ મેદાન પર રમાયો હતો, જેમાં કિવી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે આપેલા 333 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ મેટ હેનરીની ઘાતક બોલિંગ સામે તાશના પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી અને માત્ર 89 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ટોચના ક્રમની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ અય્યર શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. મેટ હેનરીએ રોહિતને ફિન એલનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જ્યારે પાંચમા બોલ પર કોહલી બોલ્ડ થયો હતો અને ત્યારબાદ શ્રેયસ અય્યર પણ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડ (5 રન) પણ સસ્તામાં આઉટ થતાં ભારતનો સ્કોર 9 રનમાં 4 વિકેટ થઈ ગયો હતો.

મેટ હેનરીએ ઝડપી 6 વિકેટ

મુશ્કેલ સમયમાં ઈશાન કિશને 27 રન અને અક્ષર પટેલે 21 રનનું યોગદાન આપી સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિવી બોલરો સામે ભારતીય બેટર્સ ટકી શક્યા નહોતા. નમન ધિરે 21 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ઘાતક બોલિંગ કરતા મેટ હેનરીએ 6 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતીય ટીમ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. મેટ હેનરીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગની શાનદાર સદી

આ પહેલાં, ન્યૂઝીલેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 333 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી ઓપનર વિલ યંગે શાનદાર બેટિંગ કરતા 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 બોલમાં 125 રનની શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત ટિમ સીફર્ટે 58 રન અને ફિન એમને 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી આકીબ નબી, ગુરનૂર બરાર અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. આ શાનદાર જીત સાથે ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે.