64 વર્ષની વયે ફરી લગ્ન કરશે અભિનેત્રી અર્ચના પૂરન સિંહ, જાણો કોણ છે વરરાજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Archana Puran Singh Announces Remarriage At 64: બોલીવૂડ અને ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અર્ચના પૂરન સિંહ અને તેના પતિ પરમીત સેઠી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 64 વર્ષની વયે અર્ચના પૂરન સિંહ ફરીથી લગ્ન કરવા જઈ રહી હોવાના સમાચારે ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. તાજેતરમાં એક ખાસ કાર્યક્રમ 'ધમાલ વિથ પતિ પત્ની ઔર પંગા’ના શોમાં આ દંપતીએ મીડિયા સમક્ષ પોતાની આ અનોખી યોજનાનો ખુલાસો કર્યો હતો.
પહેલાં ચૂકી ગયેલી તમામ લગ્નની વિધિઓ હવે ધામધૂમથી થશે
ઇવેન્ટ દરમિયાન અર્ચના પૂરન સિંહ પિંક સ્ટાઇલિશ પેન્ટ-સૂટમાં અને પરમીત સેઠી બેજ ડબલ-બ્રેસ્ટેડ બ્લેઝર સૂટમાં અત્યંત આકર્ષક અંદાજમાં જોવા મળ્યા હતા. અર્ચના અને પરમીતે હળવાશભર્યા અંદાજમાં જણાવ્યું કે અગાઉ તેમના લગ્ન સમયે ઘણી પરંપરાગત વિધિઓ અધૂરી રહી ગઈ હતી, જેને તેઓ 'ભૂલ થઈ ગઈ' કહીને યાદ કરે છે. આ વખતે તેઓ પોતાના લગ્નની તમામ વિધિઓ અને રિવાજો સંપૂર્ણ ધામધૂમથી પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેમાં ચાહકોને પણ ખૂબ જ મજા આવવાની છે. દંપતીએ મીડિયા અને દર્શકોને આ ખાસ ઉજવણીમાં સામેલ થવા માટે જાહેર આમંત્રણ પણ પાઠવ્યું હતું.
ટીવી શોમાં પહેલાં પણ જોવા મળી ચૂક્યા છે સેલિબ્રિટી લગ્ન
અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠીના આ ભવ્ય લગ્ન સમારોહને ટેલિવિઝનના પડદે જોવા માટે ચાહકો અત્યંત ઉત્સાહિત છે. આ રિયાલિટી શોની પાછલી સિઝન એટલે કે 'પતિ, પત્ની ઔર પંગા' સીઝન 1માં પણ અભિનેત્રી અવિકા ગોર અને મિલિંદ ચંદવાનીના લગ્ન ધામધૂમથી યોજવામાં આવ્યા હતા. હવે નવી સિઝનમાં અર્ચના અને પરમીતની આ બીજી વખતની શાહી શાદી શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે.




