Business

'હું સાવ હલકી કક્ષાનો માણસ છું...': રાજીનામું આપતા પહેલા Nvidia CEO જેન્સન હુઆંગ ભાંગી પડ્યા!

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકન ટેક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગના રાજીનામાનો વિવાદ વકર્યો છે. લગ્નેતર સંબંધો અને ચીની જાસૂસ સાથે કથિત સંડોવણીના આરોપો બાદ હુઆંગનું મનોબળ તૂટી ગયું હતું. તેમણે પોતાને 'ખૂબ જ ખરાબ માણસ' ગણાવ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેમને ફોન કરી લડત ચાલુ રાખવા કહ્યું હતું, છતાં તેમણે ગુરુવારે રાજીનામું આપ્યું. આ વિવાદથી કંપનીની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું સાવ હલકી કક્ષાનો માણસ છું...': રાજીનામું આપતા પહેલા Nvidia CEO જેન્સન હુઆંગ ભાંગી પડ્યા!

Jensen Huang Resignation News : અમેરિકાની અગ્રણી ટેક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગના રાજીનામા સાથે જોડાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પદ છોડતાં પહેલાંના અંતિમ કલાકોમાં હુઆંગનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. એક સમયે દરેક બાબત પર નિયંત્રણ રાખવા માટે જાણીતા હુઆંગ હવે થાકેલા અને હાર સ્વીકારતા જોવા મળ્યા હતા. તેમણે પોતાને 'ખૂબ જ ખરાબ માણસ' ગણાવી પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો.

અઠવાડિયા સુધી સંઘર્ષ કર્યો

અંદરના એક સુત્રને જણાવાયું હતું કે હુઆંગનો અગાઉનો આત્મવિશ્વાસ અને દરેક બાબત પોતાના નિયંત્રણમાં રાખવાનો સ્વભાવ હવે જોવા મળતો નહોતો. પોતાની CEO તરીકેની ખુરશી બચાવવા તેમણે અઠવાડિયાં સુધી સંઘર્ષ કર્યો હતો. જોકે, લગ્નેતર સંબંધો અને ચીનની એક કથિત જાસૂસ સાથે જોડાયેલા હોવાના આરોપો બાદ તેમની સ્થિતિ નબળી પડી હતી. અહેવાલ પ્રમાણે, પોતાની બેવફાઈ સ્વીકાર્યા અને ચીની જાસૂસીના કથિત મામલામાં નામ સામે આવ્યાના એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં હુઆંગનો સંઘર્ષ કરવાનો જુસ્સો ખતમ થઈ ગયો હતો. બુધવારે મોડી રાત સુધીમાં તેઓ પસ્તાવાની સ્થિતિમાં પહોંચી ગયા હતા.

ટ્રમ્પે પણ કર્યો હતો ફોન

અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હસ્તક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે મંગળવારે હુઆંગને ફોન કરીને પોતાની સ્થિતિ બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખવા કહ્યું હતું. જોકે, ગુરુવારે હુઆંગે રાજીનામું આપી દીધું હતું. વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે અનેક મહિલાઓ સાથે હુઆંગના કથિત સંબંધોની વિગતો સામે આવી. તેમાં ચીની બિઝનેસવુમન એલિસ હુઆંગનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના અધિકારીઓને શંકા છે કે એલિસ હુઆંગના બેઇજિંગની ગુપ્તચર સેવાઓ સાથે સંબંધો છે.

રોજે રોજ એક સ્કેન્ડલનો ખુલાસો

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હુઆંગના Nvidiaની એક મહિલા અધિકારી સાથે કથિત સંબંધો હતા. આ અધિકારી સીધા હુઆંગને રિપોર્ટ કરતાં હતાં. ત્યારબાદના અહેવાલોમાં તેમની ઓળખ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ તરીકે કરવામાં આવી હતી.

વ્હાઇટ હાઉસમાં પણ હલચલ

આ વિવાદની અસર Nvidiaના વ્યવસાય અને પ્રતિષ્ઠા પર પણ પડી રહી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્ર પર કડક નજર રાખવામાં આવી રહી છે ત્યારે કંપની માટે આ મામલો વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ વિવાદ વોશિંગ્ટન સુધી પણ પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, ચીનને ટેક્નોલોજીની નિકાસના મામલાને સંભાળવાની રીતને લઈને વ્હાઇટ હાઉસ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકને પદ પરથી હટાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. હુઆંગ એક સમયે પોતાની અપાર ઊર્જા અને નાની-નાની બાબતો પર બારીકાઈથી ધ્યાન આપવા માટે જાણીતા હતા. પરંતુ વધતા વિવાદ વચ્ચે તેમના અંતિમ કલાકોમાં તેઓ 'હવે જે થવાનું હોય તે થાય, મને પરવા નથી' જેવા વલણમાં જોવા મળ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.