Sports

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 2013માં કારકિર્દી શરૂ કરનાર રહાણેએ 85 ટેસ્ટ, 90 વન-ડે અને 20 T20I મેચ રમી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 2023ની શ્રેણી પછી તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. જોકે, તે ઘરેલુ ક્રિકેટમાં સક્રિય હતો અને મુંબઈ તેમજ KKRની કેપ્ટન્સી પણ સંભાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

Team India Ajinkya rahane news : ટીમ ઈન્ડિયા માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. દમદાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતના સિનિયર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ અજિંક્ય રહાણેએ સંન્યાસની જાહેરાત કરતાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે હવે આગળ વધવાનો યોગ્ય સમય આવી ગયો છે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ભરોસાપાત્ર બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 38 વર્ષીય રહાણેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ શેર કરીને પોતાના શાનદાર કરિયરનો અંત આણ્યો હતો. રહાણે IPL ની ગત સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો કેપ્ટન હતો, પરંતુ હવે તે આ T20 લીગમાં પણ રમતો જોવા નહીં મળે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું: "કેપ નંબર 278, હવે અહીં જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ."

ઓસ્ટ્રેલિયામાં અપાવી હતી ઐતિહાસિક જીત

અજિંક્ય રહાણેના કરિયરનો સૌથી યાદગાર તબક્કો 2020-21 નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતની હાર અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. મેલબર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને તેણે ભારતને વાપસી કરાવી અને બાદમાં ગાબા (Gabba) ના મેદાન પર ભારતને ઐતિહાસિક જીત અપાવીને સિરીઝ 2-1 થી જીતાડી હતી.

રહાણેનું કરિયર કેવું રહ્યું?

2013 માં અજિંક્ય રહાણેએ તેની કારકિર્દી શરૂ કરી હતી અને ભારત માટે કુલ 85 ટેસ્ટ, 90 વન-ડે અને 20 T20I રમી ચૂક્યો છે. જોકે વેસ્ટ ઈન્ડિઝ સામે 2023 ની શ્રેણી બાદથી તેને ભારતીય ટીમમાં રમવાનો મોકો નહોતો મળ્યો. નેશનલ સિલેક્ટર્સની નજરોથી બહાર હોવા છતાં રહાણે ઘરેલુ ક્રિકેટમાં ઘણો એક્ટિવ રહ્યો છે અને 2024-25 ની સિઝનમાં તેણે મુંબઈની કેપ્ટન્સી સંભાળી હતી. IPL 2026 માં તેણે KKR ની કેપ્ટન્સી સંભાળી હતી.

રહાણેના કરિયરના આંકડા

ટેસ્ટ કારકિર્દી

85 મેચ, 5077 રન, એવરેજ 38.46, 12 સદી, 26 ફિફ્ટી, 578 ચોગ્ગા, 35 છગ્ગા

વન-ડે કરિયર

90 મેચ, 2962 રન, સરેરાશ 35.26, 3 સદી, 24 ફિફ્ટી, 293 ચોગ્ગા, 33 છગ્ગા

T20I કરિયર

20 મેચ, 375 રન, સરેરાશ 20.83, 1 ફિફ્ટી, 32 ચોગ્ગા, 6 છગ્ગા

IPL કરિયરના આંકડા

રહાણેએ IPL માં KKR, CSK, RR, RPS, DC અને MI જેવી ટીમ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

212 મેચ, 5367 રન, એવરેજ 30.15, 2 સદી, 35 ફિફ્ટી

કપ્તાનીમાં અજેય રેકોર્ડ

રહાણે ભારતના એવા જૂના ખેલાડીઓમાં સામેલ છે જેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે. ખાસ વાત એ છે કે તેની કપ્તાની હેઠળ ભારતે રમેલી 6 ટેસ્ટમાંથી 4 માં જીત મેળવી છે અને 2 ડ્રો રહી છે—એટલે કે તેની કપ્તાનીમાં ભારતે એક પણ ટેસ્ટ મેચ ગુમાવી નથી.