Sports

બેન સ્ટોક્સની નિવૃત્તિ વિવાદોમાં, VIDEO વાઈરલ થતાં ICC અને ઈંગ્લિશ બોર્ડ સામે ભડક્યો દિગ્ગજ ક્રિકેટર

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સના સંન્યાસ બાદ નવો વિવાદ સર્જાયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ECB દ્વારા સ્ટોક્સના રિટાયરમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાયો હતો. ICC એ PMOA નિયમોના ઉલ્લંઘન બદલ ECB ને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ડ્રેસિંગ રૂમનો ઓડિયો-વીડિયો મેચ પૂરી થાય તે પહેલાં જાહેર કરવો એ નિયમો વિરુદ્ધ છે. સ્ટોક્સે "Sack him" લખી પ્રતિક્રિયા આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન સ્ટોક્સની નિવૃત્તિ વિવાદોમાં, VIDEO વાઈરલ થતાં ICC અને ઈંગ્લિશ બોર્ડ સામે ભડક્યો દિગ્ગજ ક્રિકેટર

ICC Notice to ECB PMOA Rules Violation : ઇંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા સ્ટોક્સના રિટાયરમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના ટાઇમિંગને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) ના નિયમોના ઉલ્લંઘન બદલ ECB ને સત્તાવાર પત્ર (નોટિસ) મોકલી ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર વિવાદ પર બેન સ્ટોક્સે સોશિયલ મીડિયા દ્વારા માત્ર બે જ શબ્દોમાં - "Sack him" (તેને બરખાસ્ત કરો) લખીને તીખી પ્રતિક્રિયા આપી છે, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી રહી છે.

મેચ પૂરી થાય તે પહેલાં જ ડ્રેસિંગ રૂમનો વીડિયો બહાર પડ્યો

નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે 28 જૂનના રોજ બપોરે 03.25 વાગ્યે બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સ અને તેના લાંબા સમયના એજન્ટ નીલ ફેરબ્રધરે મળીને આ આખી યોજના બનાવી હતી. જો કે, મેચ ચાલુ હતી તે દરમિયાન જ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં સ્ટોક્સ ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓને પોતાના નિવૃત્તિના નિર્ણયની જાણ કરતો જોવા મળ્યો હતો. ટેસ્ટ મેચ પૂરી થાય તે પહેલાં જ ડ્રેસિંગ રૂમનો ઓડિયો-વીડિયો વાયરલ કરવો એ આઇસીસીના કડક નિયમોની વિરૂદ્ધ છે.

શું છે PMOA નિયમો અને કેમ ભરાયું ઇંગ્લેન્ડ બોર્ડ?

PMOA નિયમોના આર્ટિકલ 2.2.11 મુજબ, મેચ દરમિયાન ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટેના નિર્ધારિત વિસ્તારો (ડ્રેસિંગ રૂમ) માંથી ઓડિયો કે વીડિયો પ્રસારણ કરવા માટે કોઈ કાયમી કે અસ્થાયી કેમેરા અથવા રેકોર્ડિંગ સાધનો ગોઠવી શકાતા નથી. નિયમો અનુસાર, ડ્રેસિંગ રૂમની અંદર રેકોર્ડ કરાયેલા કોઈપણ વીડિયોમાં ઓડિયો ન હોવો જોઈએ અને તેને મેચ સત્તાવાર રીતે સમાપ્ત થાય તે પહેલાં પબ્લિક પ્લેટફોર્મ પર જાહેર કરી શકાતો નથી. ECB એ આ નિયમો નેવે મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો છે. જો કે, બેન સ્ટોક્સ પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હોવાથી તેની સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી થવાની સંભાવના નહિવત છે, પરંતુ આઇસીસી હવે ઇંગ્લેન્ડ બોર્ડ સામે શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.