Team India Match Full Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) ગુરુવારે 2026-27ના આંતરરાષ્ટ્રીય હોમ સિઝન માટે ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં કુલ 22 મેચો 17 શહેરોમાં યોજાનાર છે, જે દેશભરના ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અનુભવ બનશે. જુદા જુદા શહેરોમાં આયોજનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આનંદ માણવાની તક મળશે. આ સિઝનમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા જેવી ચાર ટીમો વિવિધ ફોર્મેટમાં મુકાબલો કરશે.
ગુજરાતમાં ત્રણ મેચ
ગુજરાતમાં કુલ ત્રણ ઇન્ટરનેશનલ મેચો રમાશે જેમાં બે અમદાવાદમાં તો એક રાજકોટમાં હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી 22 ડિસેમ્બરના રોજ થશે.
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 ડિસેમ્બર 2026ના રોજ શ્રીલંકા સામે વન-ડે અને 27 ફેબ્રુઆરી 2027થી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાશે.
રાજકોટ
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 22 ડિસેમ્બર 2026ના રોજ શ્રીલંકા સામે ટી-20 મેચ રમાશે.







