ડાંગની દીકરીએ ગૌરવ વધાર્યું! BCCI U15 વન ડે ટુર્નામેન્ટમાં ફ્રેની ચૌધરીની પસંદગી, SDCAએ આપી શુભેચ્છા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI Under-15 Women's Cricket Team : BCCI U15 વન ડે ટુર્નામેન્ટ માટે U15 ગર્લ્સ ટીમમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના દીકરી ફ્રેની ચૌધરીની ઓલરાઉન્ડ તરીકે પસંદગી કરવામાં આવી છે.
BCCI U15 ગર્લ્સ ટીમમાં ડાંગની દીકરી ફ્રેની ચૌધરીની પસંદગી
ડાંગના ચિરાપાડા ગામની દીકરી ફ્રેની ચૌધરીની BCCI અંડર-15 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. ફ્રેનીએ ક્રિકેટ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી સમગ્ર ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. ફ્રેની સુરત સ્થિત ક્રિકેટ એકેડમીમાં તાલીમ લે છે. જેના કોચનું નામ છે ધનસુખ પટેલ.
તમને જણાવી દઈએ કે, ફ્રેનીના પિતા અરવિંદ ચૌધરી હાલ SRP યુનિટ, વાવ ખાતે ફરજ બજાવે છે. સુરતની જેબી ડાયમંડ સ્કૂલમાં ફ્રેની અભ્યાસ કરી રહી છે. તે અભ્યાસની સાથે-સાથે ક્રિકેટમાં વધુ ધ્યાન આપતી હતી. જય અંબે ક્રિકેટ એકેડમીના કોચ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રેની તૈયારી કરતી હતી.
આ પણ વાંચો: 8 છગ્ગા, 6 ચોગ્ગા અને 63 બોલમાં સદી... વૈભવ સૂર્યવંશી દ.આફ્રિકાના બોલર્સ પર તૂટી પડ્યો
SDCAએ શુભેચ્છા પાઠવી
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને આ અંગે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 'BCCI અંડર-15 મહિલા વન ડે ટ્રોફી 2025-26 માટે સિયા ચૌધરી, પ્રાચી પરમાર, ફ્રેની ચૌધરી, ધારા પટેલ અને અન્યા પટેલની પસંદગી થવા બદલ શુભેચ્છા.'









