Get The App

કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? BCCI એ આપી લેટેસ્ટ અપડેટ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? BCCI એ આપી લેટેસ્ટ અપડેટ 1 - image

BCCI Provides Medical Update of Shubman Gill: ભારતીય કેપ્ટન શુભમન ગિલને સાઉથ આફ્રિકા સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં ઈજા પહોંચી હતી. તેના કારણે તે પોતાની પ્રથમ ઈનિંગમાં ચાલુ મેચમાં મેદાન છોડવું પડ્યું હતું અને બીજી ઈનિંગમાં પણ બેટિંગ માટે નહોતો ઉતર્યો. બીજા દિવસે રમત પત્યા પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને એક દિવસ પછી રજા મળી ગઈ હતી. હવે સવાલ એ છે કે, શું તે બીજી ટેસ્ટ મેચમાં રમશે કે નહીં? હવે આ અંગે BCCIએ આપી અપડેટ આપી છે. 

BCCIએ આપી અપડેટ

BCCIએ 19 નવેમ્બરના રોજ કેપ્ટન શુભમન ગિલનું મેડિકલ અપડેટ જારી કરતા જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પછી તપાસ માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. શુભમનને આપવામાં આવેલી સારવારની સારી અસર થઈ રહી છે અને તે 19 નવેમ્બર 2025ના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે. BCCIની મેડિકલ ટીમ તેમનું નિરીક્ષણ ચાલુ રાખશે અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અંગેનો નિર્ણય તે મુજબ જ લેવામાં આવશે.

આ પણ વાંચો: શુભમન ગિલે ચાલુ મેચમાં કેમ છોડવું પડ્યું મેદાન? ગરદનમાં સમસ્યા મામલે BCCIની અપડેટ

શુભમન ગિલ અંગે નિર્ણય 21 નવેમ્બરના રોજ લેવામાં આવશે

ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ રમશે. ભારતીય ટીમ આજે ગુવાહાટી જવા રવાના થશે. કેપ્ટન પણ ટીમ સાથે જશે, પરંતુ તેના રમવાની શક્યતા ઓછી છે. શુભમન ગિલ અંગે નિર્ણય 21 નવેમ્બરના રોજ લેવામાં આવશે, કારણ કે, તેની ગરદનની ઈજા ગંભીર નથી પરંતુ જો રમવાને કારણે તેની ઈજા વધુ ગંભીર બને તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. તેથી, મેનેજમેન્ટ તેને રમાડવા માટે ઉતાવળ નહીં કરશે.