Sports

T20 વર્લ્ડ કપમાં બાબર આઝમના નામે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો

By GS Team
25 Feb 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 વર્લ્ડ કપમાં એટલી ધીમી બેટિંગ કરી છે કે તેના નામે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. T20 ક્રિકેટમાં જ્યાં ખેલાડીઓ સ્ટ્રાઈક રેટને સૌથી વધુ મહત્વ આપે છે, ત્યાં આ જ મામલે બાબર આઝમ સૌથી નીચે જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની સુપર-8 મેચમાં બાબર આઝમે 24 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 25 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 104.17 હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપમાં બાબર આઝમના નામે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો

Image Source: Twitter

T20 World Cup, Babar Azam: પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 વર્લ્ડ કપમાં એટલી ધીમી બેટિંગ કરી છે કે તેના નામે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. T20 ક્રિકેટમાં જ્યાં ખેલાડીઓ સ્ટ્રાઈક રેટને સૌથી વધુ મહત્વ આપે છે, ત્યાં આ જ મામલે બાબર આઝમ સૌથી નીચે જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની સુપર-8 મેચમાં બાબર આઝમે 24 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 25 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 104.17 હતો. આ પહેલી મેચ નથી જ્યારે બાબર આટલો ધીમો રમ્યો હોય. જો આપણે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં સૌથી ખરાબ સ્ટ્રાઈક રેટ બાબર આઝમનો છે. ટોપ-5 બેટ્સમેનોની આ યાદીમાં બે વધુ પાકિસ્તાની ખેલાડી પણ સામેલ છે.

બાબર આઝમના નામે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ

જો બાબર આઝમના T20 વર્લ્ડ કપ રેકોર્ડ પર નજર કરીએ તો 2021માં તેનું આ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ થયું હતું. ત્યારથી લઈને તે અત્યાર સુધી 23 ઈનિંગ્સ રમી ચૂક્યો છે, જેમાં તેણે 640 રન બનાવ્યા છે. આ  દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 111.5 રહ્યો છે, જે T20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓમાં સૌથી ઓછો છે.

આ પણ વાંચો: T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

બાબર આઝમે આ યાદીમાં પોતાના દેશબંધુ મોહમ્મદ હફીઝને જ પાછળ છોડી દીધો છે. હફીઝનો T20 વર્લ્ડ કપમાં સ્ટ્રાઈક રેટ 111.8 હતો. આ યાદીમાં ત્રીજા નંબર પર પાકિસ્તાની ખેલાડી જ મોહમ્મદ રિઝવાન છે. જોકે, મોહમ્મદ રિઝવાન હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો હિસ્સો નથી. તેણે T20 વર્લ્ડ કપમાં 113ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. 

T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્ટ્રાઈક રેટ (ઓછામાં ઓછા 500 રન)

111.5 - બાબર આઝમ*

111.8 - મોહમ્મદ હફીઝ

112.2 - કુમાર સંગાકારા

112.5 - કેન વિલિયમસન

113.0 - મોહમ્મદ રિઝવાન

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ સામે બે વિકેટથી પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થવાની આરે છે. બીજી તરફ ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે, જે 2026ના T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.