Asian Games 2026: જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જારી રાખ્યું છે. આજનો દિવસ ખાસ કરીને સોફ્ટ ટેનિસ અને શૂટિંગમાં ભારત માટે સફળ રહ્યો છે, જ્યાં ભારતે વધુ કેટલાક પદકો પોતાના નામે કર્યા છે. બીજી બાજુ મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઇ હતી અને તેણે સિલ્વર મેડલ સાથે સંતોષ માન્યો હતો.
એશિયન ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના મેડલ વિજેતાઓની યાદી (કુલ 11 મેડલ):
ઇલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદ - મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
ઇલાવેનિલ વલારિવન - મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર મેડલ
રુદ્રાંશ પાટીલ, હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ રાકેશ માને - મેન્સ 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
સુચિકા તરિયાલ - મહિલા ટ્રેડિશનલ ૬૦ કિગ્રા (MMA): બ્રોન્ઝ મેડલ
રુદ્રાંશ પાટીલ - મેન્સ 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ મેડલ
હિમાંશુ ઢિલ્લોન - મેન્સ 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર મેડલ
મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ મેડલ
રાયઝા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ - શૂટિંગ (સ્કીટ મહિલા ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ મેડલ
અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહમદ ખાન અને ભાવતેજ સિંહ ગિલ - શૂટિંગ (સ્કીટ પુરુષ ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ મેડલ
જય મીણા - સોફ્ટ ટેનિસ: બ્રોન્ઝ મેડલ
મીરાબાઈ ચાનુ (વેઈટ લિફ્ટિંગ) : સિલ્વર મેડલ
સોફ્ટ ટેનિસમાં ઇતિહાસ રચાયો
આજના દિવસનું સૌથી મોટું આકર્ષણ સોફ્ટ ટેનિસ રમત રહી છે. ભારતના જય મીણા સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના તુકોયા કુરુસાકા સામે 2-4થી હારી ગયા હોવા છતાં, તેમણે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં સોફ્ટ ટેનિસમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે, જેણે દેશનું ગૌરવ વધાર્યું છે.




