Sports

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિવાદ, અર્શદીપ-મિચેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ VIDEO

By GS Team
8 Mar 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ભારત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા હતા, જેની સામે કિવીની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજે સંજૂ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશને દમદાર બેટિંગ કરી, મેદાનમાં ચોતરફ ચોગ્ગા-છગ્ગા વરસાદી પ્રેક્ષકોને ખુશખુશાલ કરી દીધા હતા, તો મેદાનમાં અર્શદિપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે વિવાદ થતાં વાતાવરણ પણ ગરમાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિવાદ, અર્શદીપ-મિચેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ VIDEO

T20 World Cup 2026 Final Match, India vs New Zealand, Controversy : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ભારત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા હતા, જેની સામે કિવીની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજે સંજૂ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશને દમદાર બેટિંગ કરી, મેદાનમાં ચોતરફ ચોગ્ગા-છગ્ગા વરસાદી પ્રેક્ષકોને ખુશખુશાલ કરી દીધા હતા, તો મેદાનમાં અર્શદિપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે વિવાદ થતાં વાતાવરણ પણ ગરમાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જાણો શું હતો મામલો

વાસ્તવમાં આજની મેચમાં ભારતે 5 વિકેટે 255 રન નોંધાવ્યા હતા. 256 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ફિન એલન 9 રને, રચિન રવીન્દ્ર 1 રને, ગ્લેન ફિલિપ્સ 5 રને, માર્ક ચેપમેન 3 રને આઉટ થઈ ગયા હતા. 10 ઓવરમાં કિવીનો સ્કોર પાંચ વિકેટે 88 રને પહોંચ્યો હતો. ત્યારબાદ 11મી ઓવરમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે ગરમાગરમી થઈ હતી.

અર્શદીપ અને મિચેલ વચ્ચે બોલાચાલી

મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમની ઉપરા-ઉપરી વિકેટો પડી રહી હતી. 88 રને પાંચ વિકેટ પડી ગયા બાદ ડેરિલ મિચેલ અને સુકાની સેન્ટનરે મેચ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન 11મી ઓવર નાખવા આવેલા અર્શદીપ અને મિચેલ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. અર્શદીપની પહેલી બોલમાં એક રન ગયો હતો, પછી મિચેલે બીજી અને ત્રીજી બોલમાં સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ચોથી બોલ ખાલી ગયો હતો. ત્યારબાદ અર્શદીપે મિચેલ તરફ ઓવરનો પાંચમો બોલ ફેંક્યો, જેના પર કોઈ રન ન આવ્યો અને બોલ સીધો અર્શદીપના હાથમાં ગયો.

આ પણ વાંચો : IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ સર્જ્યો, ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ

અર્શદીપે મિચેલ તરફ બોલ ફેંક્યો, શરૂ થયો વિવાદ

જ્યારે પાંચમો બોલ અર્શદીપમાં આવ્યો ત્યારે તેણે કોઈપણ કારણ વગર સ્ટમ્પ તરફ બોલ ફેંક્યો અને તે બોલ સીધો મિચેલના પગ પર વાગ્યો, જેના કારણે તે ખુબ જ ખુસ્સે થઈ ગયો અને જોરજારથી બોલાચાલી શરૂ કરી દીધી. તે એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો કે અર્શદીપ તરફ જવા લાગ્યો હતો અને હાથોથી ઈશારા પણ કરી રહ્યો હતો. આ દરમિયાન એમ્પાયર અને સુકાની સૂર્યકુમાર યાદવ તુરંત દોડી આવ્યા હતા. સૂર્યાએ મિચેલને સમજાવ્યો અને એમ્પાયરે અર્શદીપ સાથે વાત કરી હતી.

આખરે મામલો શાંત પડી ગયો હતો. ઓવર ખતમ થતાં અર્શદીપ અને મિચેલે એકબીજાને હાથ મિલાવતા મામલો શાંત પડી ગયો હતો. ત્યારબાદ 13મી ઓવરમાં અક્ષરે મિચેલની વિકેટ લીધી હતી. ડેરિલ મિચલે 17 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી