900થી વધુ મૃત્યુ બાદ વેનેઝુએલામાં ફરી મોટો ભૂકંપ, નવા આંચકાથી ભયનો માહોલ સર્જાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Venezuela Earthquack : વેનેઝુએલામાં એક પછી એક 7.1 અને 7.5ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ આવ્યાના અમુક દિવસો બાદ આજે ફરી એકવાર 4.9 ની તીવ્રતાને ધરાં ધ્રૂજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે પહેલા બે મોટા ભૂકંપને કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં 900થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.
લોકોમાં દહેશત ફેલાઈ
પહેલા બે મોટા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઇ ગયાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર 5 જેટલી તીવ્રતાના ભૂકંપથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ નવો ભૂકંપ ઉત્તર કિનારે 4.9ની તીવ્રતાનો નોંધાયો હતો. જેના લીધે રાજધાની કરાકસ અને મારાકે શહેર હચમચી ગયા હતા.
રેસ્ક્યૂ ઓપરેશન થોડીવાર માટે અટકાવવા પડ્યા
લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ મેદાન તરફ દોડવા લાગ્યા હતા. નવા ભૂકંપને કારણે પહેલાથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન પણ અટકાવી દેવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે જૂના બે ભયાનક ભૂકંપોને કારણે અત્યાર સુધીમાં 920થી વધુ લોકો માર્યા ગયા છે અને 3300થી વધુ ઈજાગ્રસ્ત છે. કાટમાળ નીચે હજુ 172થી વધુ લોકો દટાયેલા તથા 50000થી વધુ લોકોનો કોઈ અતોપતો જ ન હોવાની માહિતી સામે આવી રહી છે. યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરશન ચલાવાઈ રહ્યા છે.








