Sports

અભિષેક શર્માએ શુભમન ગિલની વિકેટ લીધી! પછી 326ની સ્ટ્રાઈક રેટથી રન ફટકારી ટીમને જીત અપાવી

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
શેર-એ-પંજાબ T20 લીગમાં ફાઝિલ્કા ફાલ્કન્સ અને અમ્રિતસર સૂરમાસ વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ રમાઈ. કેપ્ટન શુભમન ગિલે 67 રન બનાવ્યા, પરંતુ અભિષેક શર્માએ તેની વિકેટ લીધી. ત્યારબાદ અભિષેકે 15 બોલમાં 49 રન ફટકારી પોતાની ટીમને 4 વિકેટે જીત અપાવી. અભિષેકને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક શર્માએ શુભમન ગિલની વિકેટ લીધી! પછી 326ની સ્ટ્રાઈક રેટથી રન ફટકારી ટીમને જીત અપાવી

Abhishek Sharma All-Round Show Stuns Gill: શેર-એ-પંજાબ T20 લીગમાં સોમવારે રાત્રે ફાઝિલ્કા ફાલ્કન્સ અને અમ્રિતસર સૂરમાસ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાયો હતો, જેમાં બે યુવા ભારતીય સ્ટાર્સ શુભમન ગિલ અને અભિષેક શર્મા આમને-સામને કેપ્ટન તરીકે ટકરાયા હતા. આ રોમાંચક મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર જંગ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ફાલ્કન્સે નિર્ધારિત ઓવરોમાં 191 રન ખડક્યા હતા, જેમાં કેપ્ટન ગિલે 67 રનની ધમાકેદાર પારી રમી હતી. જોકે, ગિલની વિકેટ ઝડપ્યા બાદ અભિષેક શર્માએ બેટિંગમાં પણ વિસ્ફોટક પ્રદર્શન કરીને પોતાની ટીમને 4 વિકેટે રોમાંચક જીત અપાવી હતી.

એક જ ઓવરમાં ગિલના 17 રન અને અભિષેકનો બદલો

અમ્રિતસર સૂરમાસના કેપ્ટન અભિષેક શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઝિલ્કા ફાલ્કન્સ તરફથી શુભમન ગિલે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ગિલે 35 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. તેના સિવાય પ્રાંશુ પ્રતાપે 40 રન અને સનવીર સિંહે ઉપયોગી ઇનિંગ રમી હતી.

આ મેચની સૌથી ચર્ચાસ્પદ ક્ષણ ફાલ્કન્સની ઇનિંગની 10મી ઓવરમાં જોવા મળી, જે અભિષેક શર્મા ફેંકી રહ્યો હતો:

  • પ્રથમ બોલ: શુભમન ગિલે સીધો વિશાળ છગ્ગો ફટકાર્યો.
  • બીજો અને ત્રીજો બોલ: બીજો બોલ ડોટ રહ્યો, જ્યારે ત્રીજા બોલ પર ગિલે મિડ-વિકેટ તરફ ચોગ્ગો જડ્યો.
  • ચોથો અને પાંચમો બોલ: ચોથો બોલ ડોટ, ત્યારબાદ એક વાઇડ અને પછીની લીગલ ડિલિવરી પર ગિલે ડીપ મિડ-વિકેટ પર વધુ એક સિક્સર લગાવી.
  • છેલ્લો બોલ: ઓવરમાં 17 રન આવી ચૂક્યા હતા, પરંતુ છેલ્લા બોલ પર અભિષેકે ચતુરાઈપૂર્વક ગિલને પોતાની જાળમાં ફસાવી લીધા અને નમન ધીરના હાથે કેચ આઉટ કરાવીને શાનદાર વાપસી કરી.

326ના સ્ટ્રાઇક રેટથી અભિષેકનો વળતો પ્રહાર

192 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અમ્રિતસર સૂરમાસ માટે કેપ્ટન અભિષેક શર્માએ ઓપનિંગમાં આવીને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેમણે માત્ર 15 બોલમાં 326.67ના અસાધારણ સ્ટ્રાઇક રેટથી 49 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. તેમણે સહજ ધવન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 79 રનની તોફાની ભાગીદારી કરી હતી.

ત્યારબાદ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રાહુલ કુમારે 35 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 53 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં આકાશ પાંડેએ 13 બોલમાં 1 છગ્ગો અને 3 ચોગ્ગા સાથે અણનમ 24 રન ફટકારીને 3 બોલ બાકી રહેતાં ટીમને 4 વિકેટે વિજય અપાવ્યો હતો. બોલિંગમાં 2 વિકેટ ઝડપવા અને બેટિંગમાં 49 રન ફટકારવા બદલ અભિષેક શર્માને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.