Sports

અભિષેક હજુ 'અનફિટ', પાકિસ્તાન સામેના મહામુકાબલા અગાઉ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું

By GS Team
13 Feb 20262 mins read
TukuTouch Logo
અભિષેકનું વજન પણ થોડું ઘટ્યું છે અને પેટના ગંભીર ઇન્ફેક્શનની સ્થિતિમાં સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી ક્રિકેટ રમવા માટે જરૂરી શક્તિ અને સ્ટેમિના મેળવવામાં સમય લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક હજુ 'અનફિટ', પાકિસ્તાન સામેના મહામુકાબલા અગાઉ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું

Abhishek Sharma Update : ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા તો મળી ગઈ છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનારી મહત્વની T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં તેમના રમવા અંગે અનિશ્ચિતતા યથાવત છે. બીમારીના કારણે અભિષેક શર્મા ગુરુવારે, 12 ફેબ્રુઆરીની રાત્રે દિલ્હીમાં નામિબિયા સામે રમાયેલી મેચમાં પણ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ સંજુ સેમસને ઇનિંગની શરૂઆત કરવા માટે ઉતર્યો હતો. 

પેટના ઇન્ફેક્શનથી પરેશાન છે ખેલાડી

પેટના ચેપ (ઇન્ફેક્શન) સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહેલા અભિષેક શર્માને સખત તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેને બુધવારે દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ગુરુવારે જ્યારે ભારતીય ટીમે કોટલા મેદાન પર પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે અભિષેકે ગેરહાજર હતો. પ્રાથમિક રિપોર્ટ અનુસાર હજી પણ તે ખુબ જ અશક્તિનો સામનો કરી રહ્યો છે. 

અભિષેકને હજી પણ અશક્તિ

અભિષેકનું વજન પણ થોડું ઘટ્યું છે અને પેટના ગંભીર ઇન્ફેક્શનની સ્થિતિમાં સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી ક્રિકેટ રમવા માટે જરૂરી શક્તિ અને સ્ટેમિના મેળવવામાં સમય લાગશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સંકેત આપ્યો હતો કે, પાકિસ્તાન સામેની મેચમાં તે રમે કે કેમ તે અંગે હજી પણ અવઢવ છે. "અભિષેક હજુ સંપૂર્ણ રીતે સાજો નથી, એક-બે મેચ ન રમે તેવું બની શકે"

કોલંબોમાં અંદાજ આવશે

એક અંદાજ અનુસાર કોલંબોમાં પ્રેક્ટિસ સેશન એ બાબતનો સંકેત આપશે કે તેની સ્થિતિમાં કેવી છે. જો તે નેટ્સમાં સામાન્ય રીતે લાંબા સમય સુધી બેટિંગ કરે છે, તો તેને રમવા માટે ફિટ હોવાનો સંકેત ગણી શકાય. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમના નેટ સેશન પર નજર કરીએ તો, અભિષેક ઘણી વખત બેટિંગ કરે છે અને ત્રણ કલાકના પ્રેક્ટિસ સેશનમાં તે લગભગ 75 થી 90 મિનિટ સુધી બેટિંગ કરે છે.

પ્રેક્ટિસ સેશનમાં જોડાઇ શકે

જો કોલંબોના નેટ સેશન્સમાં એવું બને કે અભિષેક શર્મા નેટ્સમાં ઉતરે અને એક કલાકની આસપાસ પણ બેટિંગ કરે, તો શક્ય છે કે, તે ફિટ છે તેવું માની શકાય. જો તે ઓછા સમય માટે બેટિંગ કરે અથવા નેટ્સમાં જોવા ન મળે, તો સમજી લેવામાં આવશે કે તેઓ સંપૂર્ણ ફિટ નથી અને 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારા મહામુકાબલામાં તે જોવા નહી મળે. જો કે ટીમનો પુરતો પ્રયાસ છે કે, તે ફિટ થઇને મેદાનમાં પરત ફરે કારણ કે ઓપનર તરીકે ટીમ માટે તે ખુબ જ મહત્વનો ખેલાડી છે. તેની જગ્યાએ આવેલા સંજુ સેમસને 8 બોલમાં 22 રન જરૂર બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં તેના બેટથી કોઈ મોટી ઇનિંગ જોવા મળી નહોતી.