Sports

જેલમાંથી બહાર આવતા જ IPLના આ ખેલાડીની ટીમમાં વાપસી, ફરી મેદાન પર ઉતરશે

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
દિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલ રેપના આરોપોમાં જામીન મળ્યા બાદ ફરી ક્રિકેટમાં પરત ફર્યા છે. CAB દ્વારા જાહેર કરાયેલી બંગાળની સીનિયર ટીમમાં તેને સ્થાન મળ્યું છે. સુદીપ ચેટર્જીની કેપ્ટનશીપ હેઠળની ટીમ અસમ સામે ગુવાહાટીમાં પ્રેક્ટિસ મેચ રમશે. 11 ઓગસ્ટે ધરપકડ થયેલા પોરેલ 18 સપ્ટેમ્બરે જામીન પર છૂટ્યા હતા. રણજી ટ્રોફીમાં અનુભવી વિકેટકીપરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને ટીમમાં લેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલમાંથી બહાર આવતા જ IPLના આ ખેલાડીની ટીમમાં વાપસી, ફરી મેદાન પર ઉતરશે

Abishek Porel Returns To Cricket After Bail : દિલ્હી કેપિટલ્સના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની ફરી એકવાર ક્રિકેટના મેદાન પર વાપસી થઈ છે. રેપના ગંભીર આરોપોમાં ઘેરાયેલા અને જેલની હવા ખાઈ ચૂકેલા અભિષેક પોરેલને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા જાહેર કરાયેલી સીનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

અસમ સામે પ્રેક્ટિસ મેચ માટે બંગાળ ટીમની જાહેરાત

સુદીપ ચેટર્જીની કેપ્ટનશીપ હેઠળની બંગાળ ટીમ ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ રમવા માટે 30 સપ્ટેમ્બરે કોલકાતાથી રવાના થશે અને 6 ઓક્ટોબરે પરત ફરશે. આ સ્ક્વોડમાં પસંદગીકારોએ અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે.

Abishek Porel.jpg

જામીન મળ્યા બાદ સીધા મેદાનમાં વાપસી

અભિષેક પોરેલ પર એક મેડિકલ વિદ્યાર્થિનીએ લગ્નના ખોટા વચન પર રેપ અને ગુનાહિત ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસે 11 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી, જેના કારણે તેણે આશરે 4 અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. કોર્ટમાંથી 18 સપ્ટેમ્બરે જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો હતો.

CAB દ્વારા ટીમમાં સામેલ કરવાનું કારણ

ઓગસ્ટ મહિનામાં જ્યારે અભિષેક પોરેલ પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે CAB દ્વારા તેને પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, રણજી ટ્રોફીની લાંબી સીઝન અને મલ્ટી-ડે ફોર્મેટમાં અનુભવી સ્પેશિયાલિસ્ટ વિકેટકીપરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ટીમમાં લીધો છે, જેથી તે પોતાની મેચ ફિટનેસ હાંસલ કરી શકે.

કાનૂની કેસ વચ્ચે IPL કરિયર પર સંકટ

બંગાળની ટીમમાં જગ્યા મળી ગઈ હોવા છતાં અભિષેક પોરેલ સામેનો કાનૂની કેસ કોર્ટમાં ચાલુ છે. BCCI ના કડક નિયમો અને ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યૂને જોતાં તેનું આગામી સમયમાં IPL રમવું કોર્ટના ફેંસલા અને તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે.