VIDEO : ભારતની ઝિમ્બાબ્વે સામે 90 રને શાનદાર જીત, ઈશાન-તિલક-અભિષેકનું દમદાર પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Zimbabwe 2nd T20 : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ઝિમ્બાબ્વેને 90 રને પરાજય આપ્યો છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 219 રન બનાવીને 220 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈશાન કિશન અને તિલક વર્માની તોફાની અડધી સદી
ભારતીય બેટિંગમાં ઈશાન કિશને સૌથી વધુ 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 81 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ વિસ્ફોટક રમતા 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 60 રન (તેમના T20 કરિયરની 9મી અડધી સદી) બનાવ્યા હતા. બંને વચ્ચે 43 બોલમાં 94 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.
ભારતીય બેટરોનું વિગતવાર પ્રદર્શન
વૈભવ સૂર્યવંશી : 9 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 20 રન
અભિષેક શર્મા: 8 બોલમાં 2 ફોર સાથે 8 રન.
ઈશાન કિશઃ 44 બોલમાં 9 ફોર બે સિક્સ સાથે 81 રન
શ્રેયસ અય્યર (કેપ્ટન): 20 બોલમાં ચાર ફોર સાથે 25 રન.
તિલક વર્માઃ 29 બોલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ સાથે 60 રન
રિન્કુ સિંહ: 8 બોલમાં 1 સિક્સ સાથે 12 રન.
શિવમ દુબે: 3 બોલમાં 1 ફોર સાથે અણનમ 6 રન.
ભારતીય બોલરોનો કમાલ અને યશ ઠાકુરનું ડેબ્યુ
220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણમાં રાખી હતી. બોલર યશ ઠાકુરે બ્રાયન બેનેટને 32 રને આઉટ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી.
અભિષેક શર્માની 3 વિકેટ
અભિષેકે બેટિંગમાં ભલે ઓછા રન બનાવ્યા હોય, પરંતુ તેણે બોલિંગમાં દમદાર પ્રદર્શન કર્યું હતું, તેણે માત્ર 2.5 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
પ્રિન્સ યાદવે પણ શ્રેષ્ઠ બોલિંગ કરતા બેન કરન (1 રન) અને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને શૂન્ય (0) રને આઉટ કરીને ઝિમ્બાબ્વેને મોટો ઝટકો આપ્યો હતો.
સ્પિનર રવિ બિશ્નોઈએ ડિયોન મેયર્સ (12 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં જ ટોપ ઓર્ડર ધરાશાયી થતાં ઝિમ્બાબ્વેની અડધી ટીમ 65 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને અંતે સમગ્ર ટીમ 129 રને સમેટાઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વેના બોલરોનું પ્રદર્શન
ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 4 ઓવરમાં 47 રન (0 વિકેટ), બ્લેસિંગ મુઝારાબાનીએ 4 ઓવરમાં 36 રન (1 વિકેટ), રિચાર્ડ નગારાવાએ 3 ઓવરમાં 43 રન (1 વિકેટ), બ્રાડ ઇવાન્સે 4 ઓવરમાં 44 રન (1 વિકેટ), ન્યુમેન ન્યામહુરીએ 3 ઓવરમાં 25 રન (1 વિકેટ) અને બ્રાયન બેનેટે 2 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
બંને ટીમોની પ્લેઇંગ-11
ભારત: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, મયંક યાદવ.
ઝિમ્બાબ્વે: બ્રાયન બેનેટ, તાિદવાનાશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડિયોન મેયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, બ્રાડ ઇવાન્સ, ન્યુમેન ન્યામુરી, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની.









