9 છગ્ગા અને 49 બોલમાં સદી... બાંગ્લાદેશ સામે એશિયન ગેમ્સમાં શેફાલી વર્માની તોફાની બેટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026, Ind W Vs Ban W : એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પહોંચવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ બાંગ્લાદેશી બોલરોની બરાબરની ધોલાઈ કરીને મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. શેફાલીએ વિસ્ફોટક અંદાજમાં અણનમ સદી ફટકારીને આ મહત્વપૂર્ણ મેચમાં ટીમ ઈન્ડિયાને અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે.
માત્ર 49 બોલમાં અણનમ સદી
શેફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને બાંગ્લાદેશના બોલરોને જરાય સ્થિર થવા દીધા નહોતા. તેણે 204.08ની શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતા માત્ર 49 બોલમાં અણનમ 100* રન (Shafali Verma Century) બનાવ્યા હતા. શેફાલીની આ ધમાકેદાર ઈનિંગમાં 3 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
મજબૂત શરૂઆત અને મહત્વની ભાગીદારી
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆત મળી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. સ્મૃતિ 37 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી અને ત્યારબાદ બીજી વિકેટ પણ સસ્તામાં પડી ગઈ હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી, જેમાં હરમનપ્રીતે 40 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે બનાવ્યો વિશાળ સ્કોર
શેફાલીની તોફાની બેટિંગના દમ પર ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 195 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
મહિલા T20I: એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
- લૌરા વોલ્વાર્ટ (દક્ષિણ આફ્રિકા) – 824 રન (2026)
- શેફાલી વર્મા (ભારત) – 815 રન (2026)
- નતાશા માઇલ્સ (હોંગકોંગ) – 800 રન (2026)
- ઇશા ઓઝા (UAE) – 779 રન (2025)
- યાસ્મિન દાસવાની (હોંગકોંગ) – 779 રન (2026)
- સ્મૃતિ મંધાના (ભારત) – 763 રન (2024)




