કૉમનવેલ્થ ગેમ્સ 2026માં અત્યાર સુધી 37 મેડલ, બોક્સિંગમાં સાક્ષી અને પ્રિયાએ જીત્યો ગોલ્ડ મેડલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sakshi Chaudhary And Priya Win Boxing Gold: હરિયાણાના ભિવાનીની રહેવાસી સાક્ષી ચૌધરીએ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 51 kg ભારવર્ગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ ભારતે અત્યાર સુધીમાં કુલ 33 મેડલ જીતી લીધા છે, જેમાં 10 ગોલ્ડ, 15 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સાક્ષી બાદ પ્રિયા ઘનઘસે 60 kg ભારવર્ગમાં કેનેડાની મેરી બાથેલ અલ અહમદીને હરાવીને ગોલ્ડ મેડલ જીતી પોતાનું કૌવત બતાવ્યું હતું.
સાક્ષીનું એકતરફી પ્રદર્શન
સાક્ષીએ ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડની રુબી વાઇટને એકતરફી અંતરથી 5-0 થી હરાવી દીધી હતી. ત્રણેય રાઉન્ડમાં દબદબો બનાવી રાખીને તેણે ભારતને મેડલ અપાવ્યો હતો. આ સફળતા પાછળ સાક્ષીનો મોટો નિર્ણય હતો. સાક્ષી સામાન્ય રીતે 54 kg ભારવર્ગમાં રમતી હતી, પરંતુ તે કેટેગરીમાં ભારતનો કોટા પ્રીતિ પવારે મેળવી લીધો હોવાથી સાક્ષીએ પોતાનું વજન 3 kg ઘટાડીને 51 kg વર્ગમાં રમવાનો નિર્ણય કર્યો. આ માટે તેણે 1 મહિનાથી વધુ સમય સુધી રોટલી ખાધા વિના કડક ડાયટ પ્લાન કર્યો હતો.
વિજેન્દર સિંહને જોઈને શરૂ કરી હતી બોક્સિંગ
વર્ષ 2008 બીજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દર સિંહના બ્રોન્ઝ મેડલથી પ્રેરિત થઈને સાક્ષીએ મુક્કેબાજી શરૂ કરી હતી. તેણે દ્રોણાચાર્ય એવોર્ડી કોચ જગદીશ સિંહ પાસેથી તાલીમ લીધી હતી. સાક્ષી 2015 માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન અને ત્યારબાદ બે વખત યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
સચિન સિંવાચે બોક્સિંગમાં જીત્યો ગોલ્ડ
સચિન સિંવાચે શાનદાર પ્રદર્શન કરતા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સચિને પુરુષોના 60 kg વર્ગના ફાઇનલમાં નામિબિયાના ટ્રાઇગેન મોર્નિંગ નદેવેલોને વિભાજિત નિર્ણયમાં 3-2 થી હરાવ્યા હતા. સચિન આ મેચની શરૂઆતમાં પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અંતિમ 10 સેકન્ડમાં તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને એક જોરદાર પંચ માર્યો. આ પંચ એટલો મજબૂત હતો કે, મોર્નિંગ રિંગમાં જ લથડાઈ ગયા. આ પંચે સચિનના પક્ષમાં મેચ મોડી આપી અને તેઓ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યા.

અંકુશ પંઘાલને બોક્સિંગમાં મળ્યો 7મો ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લા રાઉન્ડમાં અંકુશ પંઘાલે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની 80 kg સ્પર્ધાનો ગોલ્ડ પણ ભારત દેશના નામે થયો છે. અંતિમ રાઉન્ડ સ્પ્લિટ નિર્ણય (Split Decision)થી આવ્યો હતો. છેલ્લા રાઉન્ડમાં પણ શિટ્ટુએ જોરદાર પંચ માર્યા હતા, પરંતુ અંકુશ તેનાથી બચવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ શિટ્ટુના પંચ મિસ થઈ રહ્યા હતા, અને મોમેન્ટમ અંકુશની સાથે થઈ ગયું હતું. ભારતીય બોક્સર પોતાના બેક હેન્ડથી વિરોધી બોક્સરને પ્રભાવિત કરી રહ્યો હતો.

શિટ્ટુના પોઈન્ટ કપાઈ ગયા, જેના કારણે સ્ટેડિયમમાં ભીડમાંથી હૂટિંગના અવાજો આવવા લાગ્યા હતા. શિટ્ટુએ બાઉટની શરૂઆત જોરદાર કરી હતી, પરંતુ અંકુશે તેનાથી વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ મેચ પૂરી કરી હતી. ભારતીય ચાહકો બોક્સિંગમાં મળેલા 7માં ગોલ્ડ મેડલની ભવ્ય ઉજવણી પણ કરી રહ્યા છે.
ભારત અત્યાર સુધી બોક્સિંગમાં 7 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી ચૂક્યું છે.









