Sports

3 ભૂલો જેણે ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનની ઈજ્જત ધૂળધાણી કરી, કેપ્ટન સલમાન મોટો ગુનેગાર

By GS Team
16 Feb 20262 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપ 2026ના હાઈવોલ્ટેજ જંગમાં ભારત સામે પાકિસ્તાનને મળેલી 61 રનની કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સોશિયલ મીડિયા અને ક્રિકેટ વિવેચકોના નિશાના પર છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની હાર માટે માત્ર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન જ નહીં, પરંતુ કેપ્ટન સલમાન આગાની ત્રણ મોટી વ્યૂહાત્મક ભૂલો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ પરાજય સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની આ સતત દસમી હાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 ભૂલો જેણે ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનની ઈજ્જત ધૂળધાણી કરી, કેપ્ટન સલમાન મોટો ગુનેગાર

Image : IANS



3 Major Strategic Mistakes by Captain Salman Agha : ટી20 વર્લ્ડ કપ 2026ના હાઈવોલ્ટેજ જંગમાં ભારત સામે પાકિસ્તાનને મળેલી 61 રનની કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સોશિયલ મીડિયા અને ક્રિકેટ વિવેચકોના નિશાના પર છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની હાર માટે માત્ર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન જ નહીં, પરંતુ કેપ્ટન સલમાન આગાની ત્રણ મોટી વ્યૂહાત્મક ભૂલો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ પરાજય સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની આ સતત દસમી હાર છે.

1. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો 'બ્લન્ડર' નિર્ણય

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચ પરંપરાગત રીતે બીજી ઇનિંગમાં ધીમી પડી જાય છે, જેના કારણે સ્પિનરોને રમત રમાડવી સરળ બને છે. સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો જે નિર્ણય લીધો તે આત્મઘાતી સાબિત થયો. દબાણવાળી મેચોમાં સ્કોર બોર્ડ પર રન બનાવવા હંમેશા ફાયદાકારક હોય છે. જો પાકિસ્તાને પહેલા બેટિંગ કરી હોત, તો તેઓ ભારતીય સ્પિનરોનો દિવસના અજવાળામાં સામનો કરી શક્યા હોત, પરંતુ બીજી ઇનિંગમાં પીચ તૂટતા પાકિસ્તાની બેટ્સમેનો સંપૂર્ણપણે અસહાય જણાયા હતા.

2. સફળ ઓવર બાદ પોતાને બોલિંગમાંથી હટાવવાની ભૂલ

મેચની શરૂઆતમાં સલમાન આગાએ પોતે બોલિંગ સંભાળી હતી અને આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક જેવો લાગતો હતો જ્યારે તેણે પ્રથમ ઓવરમાં જ અભિષેક શર્માને શૂન્ય પર આઉટ કર્યો હતો. તેની બોલિંગમાં ટર્ન હતો અને ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આટલી લયમાં હોવા છતાં તેણે એક જ ઓવર બાદ પોતાને બોલિંગમાંથી હટાવી લીધો. આ ભૂલને કારણે તિલક વર્મા અને ઈશાન કિશનને મેદાન પર સેટ થવાની તક મળી અને તેમણે મધ્ય ઓવરોમાં રનની ગતિ તેજ કરી દીધી.

3. મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિકનો મોડો ઉપયોગ

પાકિસ્તાન પાસે મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક તરીકે 'એક્સ-ફેક્ટર' હતો. જ્યારે ભારતીય બેટ્સમેનો સ્પિન સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે સલમાને તારિકને આક્રમણ પર લાવવામાં ઘણી મોડું કરી દીધું. ઉસ્માન તારિકને ત્યારે બોલિંગમાં લાવવામાં આવ્યો જ્યારે ભારતીય બેટ્સમેનો સેટ થઈ ચૂક્યા હતા અને મોટા શોટ રમવા માટે તૈયાર હતા. જો તારિકને પાવરપ્લે બાદ તરત જ લાવવામાં આવ્યો હોત, તો કદાચ ભારતના મધ્યક્રમને વહેલો સમેટી શકાયો હોત.