Sports

વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને ચૂપચાપ સૂઈ ગયો ભારતનો 15 વર્ષનો છોકરો! પિતાને બીજા દિવસે ખબર પડી

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના 15 વર્ષીય ચેસ ખેલાડી વંદન અલંકાર સવાઈએ ઓનલાઈન બ્લિટ્ઝ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવી ઈતિહાસ રચ્યો છે. 18 ઓગસ્ટે Chess.comના 'ટાઈટલ્ડ ટ્યૂઝડે' ઈવેન્ટમાં 2288 FIDE રેટિંગ ધરાવતા વંદને 2823 રેટિંગવાળા કાર્લસનને 50 ચાલમાં હરાવ્યો. આ જીતને વંદને શાંતિથી લીધી અને માતા-પિતા કે કોચને તરત જાણ ન કરી, જે પાછળથી તેમને ખબર પડી.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને ચૂપચાપ સૂઈ ગયો ભારતનો 15 વર્ષનો છોકરો! પિતાને બીજા દિવસે ખબર પડી

Delhi Boy Vandan Alankar Sawai Beats Magnus Carlsen: દિલ્હીના 15 વર્ષના ચેસ ખેલાડી વંદન અલંકાર સવાઈએ એક ઓનલાઈન બ્લિટ્ઝ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. જોકે, પોતાની કારકિર્દીની આ સૌથી મોટી જીતમાંથી એક જીતને વંદને ખૂબ જ શાંતિથી લીધી અને તેણે પોતાના માતા-પિતા કે કોચને આ અંગે તરત જ કંઈ ન જણાવ્યું. તે મેગ્નસ કાર્લસનને હરાવીને ચૂપચાપ સૂઈ ગયો. એક અહેવાલ પ્રમાણે 2288ની FIDE ક્લાસિકલ રેટિંગ વાળા 'કેન્ડિડેટ માસ્ટર' વંદને 18 ઓગસ્ટના રોજ Chess.comના 'ટાઈટલ્ડ ટ્યૂઝડે' ઈવેન્ટમાં 2823 રેટિંગ વાળા કાર્લસનને 50 ચાલમાં હરાવ્યો હતો.

આ ગેમ અંગે વાત કરતા યુવા ખેલાડીએ કહ્યું કે, રેટિંગમાં આટલું મોટું અંતર હોવાનું મારા પર કોઈ દબાણ નહોતું. વંદનના પરિવારને આ પરિણામ અંગે પાછળથી જાણ થઈ હતી. તેમના પિતા અને પૂર્વ બેન્કર અલંકાર સવાઈને Chess.com પરથી ગેમ અંગે માહિતી મળી હતી. જ્યારે તેમની માતા ડો. માધુરી અલંકાર સવાઈએ જણાવ્યું કે, વંદન શરૂઆતમાં આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા અંગે અચકાઈ રહ્યો હતા.

ભાગ લેવામાં અચકાઈ રહ્યો હતો વંદન

માધુરીએ કહ્યું કે, 'વંદન જ્યારે ઘરે આવ્યો અને ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હોવાનું કહ્યું, ત્યારે હું અને મારા પતિ ઘરે જ હતા. મારાપતિ દ્વારા પૂછવામાં આવ્યા બાદ વંદને જણાવ્યું કે, તેણે કાર્લસન સામે ગેમ રમી હતી અને જીત મેળવી હતી. વંદન આ ઈવેન્ટમાં ભાગ લેવા અંગે અચકાઈ રહ્યો હતો અને મેં જ તેને રમવા માટે મનાવ્યો હતો.'

વંદનના કોચ ગુરપ્રીત પાલ સિંહને પણ બીજા દિવસ સુધી આ મોટા ઉલટફેર વિશે ખબર નહોતી. તેમને બીજા દિવસે વંદનના પિતા પાસેથી આ ગેમ વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે વંદન થોડો શાંત સ્વભાવનો છે અને ખૂબ જ માપના શબ્દોમાં જવાબ આપે છે. કાર્લસનનો સામનો કર્યા બાદ વંદને વધુ બે રાઉન્ડ રમી હતી અને થાકના કારણે રમત પૂરી કરતા પહેલા તેણે ચાર મેચની પોતાની સફર ત્રણ જીત અને એક હાર સાથે પૂરી કરી હતી.