14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રણજી ટ્રોફીમાં વાઇસ કૅપ્ટન બન્યો, ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયામાં ફટકારી હતી સદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vaibhav Suryavanshi Becomes Vice-captain in Ranji Trophy: વૈભવ સૂર્યવંશીને 15 ઑક્ટોબરથી શરુ થનારી રણજી ટ્રોફી 2025-26 સિઝન માટે બિહાર ટીમનો વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમની કૅપ્ટનશીપ બેટ્સમેન સકીબુલ ગની કરશે. આવતા વર્ષની શરુઆતમાં અંડર-19 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં વૈભવ માટે આખી સીઝન રમવું મુશ્કેલ છે.
બિહાર ક્રિકેટ ઍસોસિએશને રણજી ટ્રોફી 2025-26ના પ્રથમ બે રાઉન્ડ માટે ટીમ જાહેર કરી છે. બિહાર 15 ઑક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં અરુણાચલ પ્રદેશ સાથે ટકરાશે. ત્યારબાદ 25 ઑક્ટોબરે તેનો સામનો મણિપુર સાથે થશે.
ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સદી ફટકારી હતી
14 વર્ષીય વૈભવે ભારતીય અંડર-19 ટીમ માટે રમતી વખતે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સદી ફટકારી છે. વૈભવે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ઇન્ડિયા અંડર-19 ટીમ માટે રમતા બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ યુથ ટેસ્ટમાં 78 બોલમાં સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી મલ્ટી-ડે સીરીઝમાં તે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં કુલ 133 રન બનાવ્યા હતા. ભારતે આ સીરીઝ 2-0થી જીતી હતી.
તેણે ઓસ્ટ્રેલિયા સામે યુથ વન-ડેમાં ત્રણ મેચોમાં 124 રન બનાવ્યા હતા, જેમાં 68 બોલમાં 70 રન સામેલ છે. તે પહેલા તેણે ઇંગ્લૅન્ડ સામેની પાંચ યુથ વન-ડેમાં 174.02ના સ્ટ્રાઇક રેટથી 355 રન બનાવ્યા હતા.
ડાબોડી બેટ્સમેન વૈભવ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. 14 વર્ષની ઉંમરે સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
બિહાર ક્રિકેટ ઍસોસિએશન પાસે સિલેક્શન પેનલ નથી
બિહાર ક્રિકેટ ઍસોસિએશન (BCA) પાસે રણજી ટ્રોફી માટે ટીમ પસંદ કરવા માટે સિલેક્ટર્સ નહોતા. જોકે, BCCIના આદેશ બાદ ઍસોસિએશને બે સભ્યોની પેનલ બનાવીને ટીમનું એલાન કર્યું. BCCI એ BCAને શક્ય તેટલી વહેલી તકે પાંચ સભ્યોની સિલેક્શન પેનલની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે.
બિહારની રણજી ટીમ
સકીબુલ ગની (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઇસ-કૅપ્ટન), પીયૂષ કુમાર સિંહ, ભાસ્કર દૂબે, અર્ણવ કિશોર, આયુષ લોહારુકા, બિપિન સૌરભ, અમોદ યાદવ, નવાઝ ખાન, સાકિબ હુસૈન, રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ, સચિન કુમાર સિંહ, હિમાંશુ સિંહ, ખાલિદ આલમ અને સચિન કુમાર.








