Shatdal
પોસ્ટર પાછું ખેંચો!
By GS Team
14 Jul 20262 mins read
રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ 'દાદા'નું પોસ્ટર રિલીઝ કર્યું છે, જે સૌરવ ગાંગુલીની બાયોપિક છે. પોસ્ટરમાં લોર્ડ્ઝના મેદાન પર ગાંગુલીના ટી-શર્ટ ઉતારવાના આઇકોનિક મોમેન્ટને રિક્રિએટ કરવાનો પ્રયાસ કરાયો છે. જોકે, નેટિઝન્સને આ પોસ્ટર બિલકુલ પસંદ આવ્યું નથી. તેમણે તેને "બેકાર" અને "ફેક" ગણાવી, ફિલ્મના નિર્માતાઓને પોસ્ટર હટાવવાની માંગ કરી છે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રોલ બેબી ટ્રોલ
રા જકુમાર રાવે મોટા ઉપાડે પોતાની આગામી ફિલ્મ 'દાદા'નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું. આ સૌરવ ગાંગુલીની બાયોપિક છે. ૨૦૦૨માં લોર્ડ્ઝના મેદાન પર ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને હરાવી દીધું ત્યારે બાલ્કનીમાંથી મેચ નિહાળી રહેલા તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ હરખાઈ પોતાનું ટીર્શટ કાઢીને હવામાં લહેરાવ્યું હતું. આ એક આઇકોનિક મોમેન્ટ છે, ભારતીય ક્રિકેટના ઇતિહાસની. ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર રાવે આ જ મોમેન્ટ રિક્રિયેટ કરવાની કોશિશ કરી છે. રાજકુમાર રાવને એમ કે જેવો હું આ પોસ્ટર સોશિયલ મિડીયા પર મૂકીશ કે મારા અને દાદાના ચાહકો ઘેલા ઘેલા થઈ જશે. થયું એનાથી સાવ ઊલટું. પોસ્ટર જોઈને નેટિઝન્સ એવા બગડયા કે… તમે ખુદ કમેન્ટ્સ વાંચી લો! ઓહ માય ગોડ! શું આ પોસ્ટર કોઈ ટાબરિયાએ બનાવ્યું છે જે હજુ ગઈ રાત્રે જ ફોટોશોપ વાપરતાં શીખ્યો હોય? બેકાર પોસ્ટર છે, સર. આના કરતાં ચેટજીપીટી પાસે બનાવડાવી લીધું હોત તો? કમસે કમ આ પોસ્ટર બનાવતાં પહેલાં ચેટજીપીટીનું પેઇડ સબસ્ક્રિપ્શન તો લઈ લેવું'તું! બસ્સો-અઢીસો કરોડની ફિલ્મ બનાવવાની, પણ પોસ્ટર રિલીઝ નહીં કરવાનું, એમ? મેં હમણાં જ પ્રોમ્પ્ટ આપીને પોસ્ટર બનાવ્યું. મારું પોસ્ટર આના કરતાં સારું બન્યું છે, બોલો! સૌરવ દાદા, ફિલ્મ બનાવવાના રાઇટ્સ પાછા ખેંચી લો! ટેગલાઇન જેમિનીએ બનાવી છે. એટલું તો હું છાતી ઠોકીને કહી શકું છું. પ્લીઝ, નો! સર, પ્લીઝ રિમુવ. બહોત ફેક લગ રહા હૈ. પ્લીઝ, ૨૯ સેકન્ડ હુઆ અભી. પ્લીઝ રીમુવ… - અડધી કલાક થઈ ગઈ…
- સાડાચાર કલાક થઈ ગયા…
- અરે ભાઈ, ચાર દિવસ થઈ ગયા. પોસ્ટર હજુ એમને એમ જ છે. તું જ તારી કમેન્ટ ડિલીટ કરી નાખ!
અરે, ફેક પોસ્ટરની ક્યાં કથા કરો છો? આખી ફિલ્મ જ ફેક હશે.