વાન ગેંગ : ઈલેક્ટ્રિક કારનો અસલી આર્કિટેક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિવિધા - ભવેન કચ્છી
- આપણે ઇલોન મસ્કને તો જાણીએ છીએ પણ ઇલેક્ટ્રિક કારમાં જેના પ્રદાનથી ચીને વૈશ્વિક ક્રાંતિ કરી તેવા વાન ગેંગને પણ સલામ કરીએ - ઈલોન મસ્કે ઈફ કારને ગ્લેમરસ 'બ્રાન્ડ' બનાવી, પણ વાન ગેંગે તેને ગ્લોબલ 'ઇન્ડસ્ટ્રી' બનાવી. બંને વગર આજની ઇલેક્ટ્રિક દુનિયા અધૂરી છે
- આપણે ઇથેનોલના મિશ્રણના રાજકારણમાં મસ્ત છીએ ત્યારે ચીન ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું ૭૫ ટકા બજાર કબ્જે કરી ચૂક્યું છે
જ્યા રે દુનિયા કોઈ મોટા પરિવર્તનમાંથી પસાર થાય છે, ત્યારે ઇતિહાસ સામાન્ય રીતે એવા ચહેરાઓને લાઈમલાઈટમાં રાખે છે જેઓ સ્ટેજ પર આવીને મોટી જાહેરાતો કરે છે અથવા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. ટેસ્લાના ઈલોન મસ્ક આ જ કેટેગરીમાં આવે છે. પરંતુ પડદા પાછળ એક એવો માણસ બેઠો હોય છે જે આખી રંગભૂમિની સ્ક્રિપ્ટ લખે છે. ઇલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક ક્રાંતિના આ અદ્રશ્ય આર્કિટેક્ટ એટલે ચીનના ભૂતપૂર્વ વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રી
વાન ગેંગ.
આજે જ્યારે ચીન વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક કાર માર્કેટ બની ચૂક્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આખી દુનિયાની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની કાયાપલટ કરનારા ૭૪ વર્ષીય વાન ગેંગ માનવ જગતની એક ક્રાંતિના જનક છે છતાં તેમના વિશે વિશ્વ લગભગ અજાણ છે. ચીનની ખાસિયત જ આ છે કે બંધ બારણે શોધ સંશોધનો કરવા અને લો પ્રોફાઈલમાં રહીને અગ્રેસર બની બહાર આવવું.
ચીનની આ સફળતા કોઈ રાતોરાત ચમત્કાર નથી. તેની પાછળ ૨૫ વર્ષનું લાંબા ગાળાનું આયોજન, સરકારી નીતિઓ અને અબજો ડોલરનું રોકાણ છે.
વાન ગેંગનો માસ્ટરસ્ટ્રોક
ચીનના ગૌરવ સમાન વાન ગેંગ એન્જિનિયર બન્યા પછી જર્મનીમાં છેગૈ કંપનીમાં લાંબો સમય કામ કરી ચૂક્યા હતા. ૨૦૦૦ની સાલની શરૃઆતમાં તેમણે ચીન સરકારને એક અત્યંત મહત્વકાંક્ષી સલાહ આપી. તેમણે કહ્યું કે, 'જો ચીન પરંપરાગત પેટ્રોલ-ડીઝલ એન્જિન વાળી કાર બનાવશે, તો તે ક્યારેય જર્મની, જાપાન કે અમેરિકાને હરાવી નહીં શકે, કારણ કે તે દેશો પાસે ૧૦૦ વર્ષનો અનુભવ છે. માટે ચીને આ આખી પેઢીને કૂદાવીને (જેને ઉત્પાદન અને માર્કેટિંગની ભાષામાં નીચૅકર્યિ કહેવાય છે - દેડકા કુદકો.) ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.'
તેમણે જ્યારે આવું નિવેદન કર્યું ત્યારે કેટલાક વરિષ્ઠ નેતાઓ હસી પડયા હતા. તેઓએ વાન ગેંગને કહ્યું હતું કે, 'આપણી પાસે પૂરતી વીજળી નથી, લોકો સાઇકલ ચલાવે છે અને તમે પ્લગવાળી કારની વાતો કરો છો' ત્યારે વાન ગેંગે શાંતિથી જવાબ આપ્યો હતો 'જો આપણે એ જ રસ્તે ચાલીશું જે રસ્તે પશ્ચિમના દેશો ચાલે છે, તો આપણે કાયમ તેમના ધુમાડા પાછળ જ ચાલવું પડશે. જો આગળ નીકળવું હોય, તો રસ્તો બદલવો પડશે.' આ એક વિઝને ચીનનું ભાગ્ય બદલી નાખ્યું.
ચીન સરકારે આ વાત માની લીધી. વાન ગેંગને ચીનના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી બનાવવામાં આવ્યા.
ચીનમાં બિન-કમ્યુનિસ્ટ મંત્રી!
ચીનની શાસન વ્યવસ્થા વિશે આપણે જાણીએ છીએ કે ત્યાં ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ એકહથ્થુ શાસન ચાલે છે. પરંતુ વાન ગેંગની કાબિલિયત એટલી પ્રચંડ હતી કે ૨૦૦૭માં જ્યારે તેમને સાયન્સ અને ટેકનોલોજી મંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય નહોતા! તેઓ 'ચીન ઝી ગોંગ પાર્ટી' નામના એક નાના પક્ષના હતા. ચીનના ઇતિહાસમાં છેલ્લા ૩૫ વર્ષમાં કમ્યુનિસ્ટ ન હોય તેવા કોઈ વ્યક્તિને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હોય તેવો આ એકમાત્ર અપવાદાત્મક કિસ્સાના નાયક વાન ગેંગ છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકાર કેટલો વ્યવહારુ અભિગમ અપનાવે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વાન ગેંગે કંઈ રીતે ચીન ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રે છવાઈ શકે તેનો રોડ મેપ બનાવી આપ્યો. ચીનની સરકારે ઇલેક્ટ્રિક વાહનોને રાષ્ટ્રીય પ્રાથમિકતા જાહેર કરી દીધી પણ ઢોલ નગારા નહોતા પીટયા. કેમ કે પશ્ચિમના દેશો પણ આવી સમાંતર નીતિ કે સંશોધન જાણી જાય તો ચીનની સરસાઈ ન રહે.
બેટરી પર
એકચક્રી શાસન
ઇલેક્ટ્રિક કારની કુલ કિંમતનો ૪૦% હિસ્સો તેની બેટરીનો હોય છે. વાન ગેંગના સૂચનથી ચીને બેટરી જેનાથી બને છે તેવા દુનિયાના લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવા મહત્વના ખનીજોની ખાણો પર આફ્રિકા અને સાઉથ અમેરિકામાં જઈને અગાઉથી જ કબજો જમાવી લીધો.જો ચીને તે વખતે જાહેરાત કરી હોત તો અમેરિકા સહીત પશ્ચિમના દેશો પણ દુર્લભ ખનીજ પર કબ્જો મેળવવાની હરીફાઈમાં ઉતર્યા હોત પણ ચીને મહત્તમ આવી ખનીજનો જથ્થો અને સ્ત્રોત શોધી લીધા હતાં.
આજે દુનિયાની સૌથી મોટી બેટરી બનાવતી કંપની ભછ્ન્ (ર્ભહાીર્સૅચિિઅ છસૅીિીટ ્ીબરર્હર્નયઅ ર્ભ. ન્ૈસૈાીગ) ચીનની છે. દુનિયાની ત્રીજી કે ચોથી કારમાં ભછ્ન્ની બેટરી વપરાય છે. આ સપ્લાય ચેઈનના કારણે ચીનમાં બેટરીની કિંમત સમગ્ર વિશ્વ કરતાં સૌથી ઓછી છે.
'ગ્રીન પ્લેટ' પોલિસી
વાન ગેંગના સૂચનથી ચીન સરકારે ૨૦૦૯ થી ૨૦૨૨ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો ઇન્ડસ્ટ્રી પાછળ આશરે ૧૦૦ અબજ ડોલર (રૃપિયા ૯ લાખ કરોડથી વધુ) સબસિડી અને ટેક્સ માફી પાછળ ખર્ચી નાખ્યા.
આ સિવાય તેમણે એક અનોખો કાયદો બનાવ્યો. બેઇજિંગ અને શાંઘાઈ જેવા ગીચ શહેરોમાં પેટ્રોલ કાર ખરીદવી હોય તો લાયસન્સ પ્લેટ (નંબર પ્લેટ) મેળવવા માટે લોટરી લાગતી અથવા હરાજીમાં લાખો રૃપિયા ચૂકવવા પડતા. પરંતુ, જો તમે ઈફ કાર ખરીદો, તો તમને તરત જ અને મફતમાં 'ગ્રીન નંબર પ્લેટ' મળી જતી. આ એક જ પોલિસીએ કરોડો શહેરી મિડલ ક્લાસ લોકોને ઈફ તરફ વાળી દીધા.આ ઉપરાંત સબસીડી નીતિ પાછી ખેંચી જેથી મુખ્ય પ્લેયર જ ઉત્પાદનની હરીફાઈમાં રહે.
અત્યારે ભારતમાં એક તરફ જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ (ઉમેરણ)ના ૨૦%ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા અને તેની સાથે જોડાયેલા વિવાદો તેમજ મર્યાદાઓ પર ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વૈશ્વિક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ચીન એક સાયલન્ટ ક્રાંતિની ચરમસીમાએ પહોંચી ચૂકી છે.
ચીનમાં વર્ષે ૧.૬ કરોડ ઇલેક્ટ્રિક વાહનો
આજે ચીન માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વાપરવામાં જ નહીં, પણ તેના મેન્યુફેક્ચરિંગ, નવી ટેકનોલોજી અને વૈશ્વિક બ્રાન્ડ્સની સંખ્યાની દ્રષ્ટિએ પણ વિશ્વમાં એકહથ્થુ શાસન ભોગવી રહ્યું છે. વાર્ષિક ૧.૬ કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનોના રેકોર્ડ બ્રેકિંગ ઉત્પાદન અને વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ ૭૫% હિસ્સો ધરાવતું ચીન આજે ઈફની દુનિયાનું 'ગ્લોબલ કેપિટલ' બની ગયું છે. વિશ્વની દર ત્રણ ઇલેક્ટ્રિક કારમાંથી બે કાર
ચીનની છે.
બ્રાન્ડ્સનો રાફડો : એક સમયે ચીનમાં ૫૦૦થી વધુ ઈફ કંપનીઓ હતી. ભારે સ્પર્ધા બાદ પણ આજે ત્યાં ૧૦૦થી વધુ સક્રિય અને મજબૂત ઇલેક્ટ્રિક કાર બ્રાન્ડ્સ જેમાં મ્રૃઘ, શૈંર્ં, ઠઁીહય, ઝીક્ર મહત્વની કહી શકાય.
નિકાસનો દબદબો : ચીન માત્ર પોતાના દેશ માટે જ કાર નથી બનાવતું. વર્ષ ૨૦૨૫માં ચીને ૨૫ લાખથી વધુ ઇલેક્ટ્રિક કારની દુનિયાભરમાં નિકાસ કરી છે.
ભારતમાં ૬૫ લાખ ીપ
ભારતમાં અત્યાર સુધીમાં તમામ કેટેગરીના (ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કાર) થઈને અંદાજે ૬૫ લાખથી વધુ ઈફ રજીસ્ટર્ડ થયેલા છે. (જેમાં સૌથી મોટો હિસ્સો ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને ઇ-રિક્ષાનો છે).
માત્ર ૨૭,૭૩૭ ચાર્જિંગ
ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા : સંસદમાં રજૂ કરાયેલા માર્ચ ૨૦૨૬ સુધીના સરકારી આંકડા મુજબ, ભારતમાં કુલ ૨૭,૭૩૭ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો રજીસ્ટર્ડ છે, આની સામે ચીનમાં ૨.૬ કરોડ ચાર્જિંગ સ્ટેશન છે.
મસ્ક કે વાન ગેંગ
ઇલેક્ટ્રિક કારના પ્રણેતા કોણ કહેવાય ઇલોન મસ્ક કે વાન ગેંગ તે હવે વૈશ્વિક બિઝનેસ સ્કૂલોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો આપણે વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ, તો વાન ગેંગ અને ઈલોન મસ્ક બંને પોતપોતાની રીતે ઇલેક્ટ્રિક કાર ક્રાંતિના અસલી પ્રણેતા છે. પરંતુ બંનેનો અભિગમ, કાર્યક્ષેત્ર અને મોડેલ તદ્દન અલગ હતા.
આપણે આ બંને મહારથીઓના પ્રદાનને સરખાવીને સમજીએ કે કોને કયા ક્ષેત્રના 'પ્રણેતા' કહી શકાય :
'મેક્રો-લેવલ'ની મહત્તા
વાન ગેંગને 'ગ્લોબલ ઈફ ઇકોસિસ્ટમ અને સપ્લાય ચેઇનના પિતામહ' કહી શકાય. તેમનો અભિગમ ટોપ-ડાઉન (સરકાર દ્વારા સંચાલિત) હતો. તેમણે કોઈ પોતાની પ્રાઇવેટ બ્રાન્ડ ઉભી નથી કરી, પણ એક આખા દેશની સરકારને અને તેની અબજો ડોલરની તિજોરીને ઈફ પાછળ લગાડી દીધી.
પ્રદાન : ૨૦૦૦ની સાલમાં જ્યારે દુનિયામાં કોઈ ઈફ વિશે ગંભીરતાથી વિચારતું નહોતું, ત્યારે વાન ગેંગે ચીન સરકારને 'લીપફ્રોગ' (કૂદકો મારવાની) સ્ટ્રેટેજી આપી. પરિણામે ચીને સબસિડી, માળખાકીય સુવિધાઓ, લિથિયમ માઇનિંગ (ખનન) પર વૈશ્વિક કબજો અને બેટરી મેન્યુફેક્ચરિંગનું આખું નેટવર્ક ઉભું કર્યું.
વાન ગેંગ ન હોત, તો આજે દુનિયાને 'સસ્તી ઈફ કાર' અને 'બેટરી સપ્લાય ચેઇન' ક્યારેય ન મળી હોત. તેમણે સાબિત કર્યું કે સરકારી દ્રઢ ઈચ્છાશક્તિથી કેવી રીતે આખી ઇન્ડસ્ટ્રી બદલી શકાય.
પોપ-કલ્ચરના પ્રણેતા
ઈલોન મસ્કને 'ગ્રાહકોની માનસિકતા બદલનારા અને ઈફને ગ્લેમરસ બનાવનારા પ્રણેતા' કહી શકાય.
અભિગમ : તેમનો અભિગમ બોટમ-અપ (માર્કેટ અને પ્રોડક્ટ સંચાલિત) હતો. તેમણે ૨૦૦૪માં ટેસ્લામાં રોકાણ કર્યું (જેના અસલી સ્થાપક માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ હતા, પણ મસ્ક કાનૂની રીતે કો-ફાઉન્ડર બન્યા) અને તેને વિશ્વની સૌથી મૂલ્યવાન કાર કંપની બનાવી.
પ્રદાન : મસ્ક પહેલાં દુનિયામાં ઇલેક્ટ્રિક કાર એટલે 'ધીમી, કદરૃપી અને માત્ર પર્યાવરણવાદીઓ માટેની ગોલ્ફ-કાર્ટ જેવી ગાડી' એવી છાપ હતી. મસ્કે ટેસ્લા રોડસ્ટર અને મોડેલ જી લોન્ચ કરીને સાબિત કર્યું કે ઇલેક્ટ્રિક કાર સુપર-ફાસ્ટ, લક્ઝુરિયસ, અત્યંત સેક્સી અને સ્ટેટસ સિમ્બોલ બની શકે છે.
નિષ્કર્ષ : ઈલોન મસ્ક ન હોત, તો આજે મર્સિડીઝ, મ્સ્ઉ, ઓડી કે ટાટા જેવી કંપનીઓ ક્યારેય ડરીને કે પ્રેરણા લઈને ઈફ સેક્ટરમાં ન આવી હોત. આમ બંન્ને પોતપોતાની રીતે લેજન્ડ કહી શકાય.
તેમણે ગ્લોબલ કેપિટાલિઝમ (મૂડીવાદ) માં ઈફની આખી બજાર ઉભી કરી.
મસ્ક મૂડીવાદનો ચહેરો
મસ્ક મૂડીવાદનો ચહેરો છે જ્યાં એક વ્યક્તિ પોતાના રિસ્ક પર ફેક્ટરી નાખે છે, માર્કેટિંગ કરે છે, શેરોના ભાવ વધારે છે અને ગ્રાહકોને પ્રોડક્ટ વેચે છે. મસ્ક માટે ઈફ એક પ્રાઇવેટ 'બિઝનેસ એમ્પાયર' છે.
વાન ગેંગ - સ્ટેટ-કેપિટાલિઝમ
વાન ગેંગ ચીન જેવા દેશનું ઘરેણું છે જ્યાં વ્યક્તિ મહત્વની નથી, પણ દેશનું મિશન મહત્વનું છે. તેમણે કોઈ ફેક્ટરી નથી નાખી, પણ ઇલેક્ટ્રિક કારનું સ્વપ્ન સાકાર કરાવ્યું. અબજો ડોલરની સરકારી સબસિડીનું એવું માળખું ગોઠવ્યું કે મ્રૃઘ અને ભછ્ન્ જેવી ડઝનબંધ પ્રાઇવેટ અને સરકારી કંપનીઓ આપોઆપ ઉભી થઈ ગઈ.મસ્ક અને વાન ગેંગ પોતપોતાની રીતે લેજેન્ડ છે પણ વાન ગેંગને ઓળખની પરવા નથી. ચીનના શાસકો પણ તે નથી ઇચ્છતા. આપણે તો વાન ગેંગ વિશે જાણવું ન જોઈએ ને




