Shatdal

૮૦નો દિલફેંક દાયકો : સુન સદાયેં દે રહી હૈ મંઝિલ પ્યાર કી !

By GS Team
15 Sep 202611 mins read
૮૦નો દિલફેંક દાયકો : સુન સદાયેં દે રહી હૈ મંઝિલ પ્યાર કી !
  • અનાવૃત-જય વસાવડા
  • બાળકોની બૂક્સની સીરિઝ આવતી ને લાયબ્રેરીઓના બાળ વિભાગમાં એકથી વધુ કાર્ડ કઢાવવાની પડાપડી થતી. મોબાઈલ હાથમાં નહોતો ત્યારે રૂબિક ક્યુબ હાથમાં રહેતું ! આ દશકામાં એઇડ્સની એન્ટ્રી થઇ, ટેસ્ટ ટયુબ બેબી પહેલી આવતા આઈવીએફનું ચલણ થયું,

ચે ટજીપીટી અને અન્ય એઆઈ પ્લેટફોર્મ્સ પર વખતોવખત રાષ્ટ્રીય જુવાળ જેવા ક્રેઝ અચાનક ફાટી નીકળે છે. ગયા વર્ષે સ્ટુડિયો જીબલીનું વાવાઝોડું આવેલું. હમણા અચાનક ૮૦નો દાયકો હેશટેગ સાથે ટ્રેન્ડ થયો. લોકોએ ડિજીટલી જવાન થયેલા વધુ વાળ અને વધુ રંગીન કપડાંવાળા ફોટોઝ ફ્લોટ કર્યા. ઘોડાપૂર આવા પાછા ઓસરી પણ જતાં હોય છે, પણ ૮૦નો દાયકો આળસ મરડતી તરૂણાઈનો દાયકો પર્સનલી હતો, તો ડાયરીની માફક એની જે ઇમેજીઝ મનમાં ઝીલાયેલી છે, એ ઇન્સ્ટાગ્રામની કેરાસોલ પોસ્ટસની જેમ રિવાઇન્ડ થઇ ગઇ ! ચલો, તુમકો લે કર ચલે…


૧૯૮૦ના દાયકામાં સ્ક્રીનટાઈમ નામનો ભોગરોગ આપણને કોઇને વળગ્યો નહોતો. હજુ રંગબેરંગી લખોટીઓ, નવકાંકરી, ઇસ્ટોપીસ્ટો એ બધું રમવાનું થતું. કેરમ બોર્ડની કોમ્પિટિશન થતી. ચેસ ને ચોપાટ અને પત્તાની ઢગલાબાજી અને સાત આઠ વચ્ચે રાતના ભોજન પછી ફેમિલી પાસટાઈમ માટેની 'દહીં દૂધ'માં યાને સિરિયસ નહિ એવી હરિફાઈઓ થતી. ભીંત પર કોલસાથી ચીતરાયેલા સ્ટમ્પસ અને ટાયરની કતરણમાંથી બનાવાયેલો દડો ! સંતાકૂકડી ફોર કિડ્સ. ક્રિકેટ ફોર એડલ્ટસ. લીજેન્ડસ વળી બેઝબોલ સ્કૂલમાં રમતા. એ અમેરિકન ગેમનું પ્રમોશનલ મટીરિયલ આવતું એટલે ! કબીલાં (સોફ્ટ ડ્રિન્કસની બોટલોના ઢાંકણા) ને દિવાસળીના ખોખા કે નાનકડા કાર્ડની સાઇઝના ફિલ્મી પોસ્ટર્સનો ખજાનો દાવ પર લાગતો. સાઇકલ રૂપિયા બે રૂપિયાના ભાડાં પર મળતી અને રસ્તા વચ્ચે તરસ લાગે તો પાણી નાનકડાં હેન્ડ પંપ પર આઠ આનામાં મળતું. સેવમમરા સ્ટેબલ નાસ્તો હતો ને શાક લેવા કપડાંની ઘરની થેલી લઇને જવાનું થતું કે શિખંડ લેવા ઘરનું સ્ટીલ 'મિલ્કેન' કે ડબરો લઇને ! નો ક્વેશ્યન ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક. નારંગી શેપની ખાટીમીઠી ગોળીઓની બરણીમાંથી મુઠ્ઠો ભરવાનો અને મંદિરે પ્રસાદની સોજી આવે. ટોપરાં કે માંડવીના બી વાળા સાકરદાણા !
પણ પર્સનલી એના આરંભની મેમરી શરૂ થાય છે. ચિલ્ડ્રન્સ લિટરેચરથી રાજભોગના થાળ જેવો ખજાનો ઉપલબ્ધ રહેતો બાળકોને વાંચવા માટે ગુજરાતી અને હિન્દીમાં! આજે બધું ડાયનોસોરની જેમ લુપ્ત થઇ ગયું ! એ યુગ ૩૬ ફોટાના રોલમાં ગણી ગણીને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પાડવામાં અને પછી નેગેટિવ ધોવડાવવાનો હતો, નહિ તો બેજોડ સંગ્રહ દેખાડી શકાત ! 'ગુજરાત સમાચાર'ના જ ઝગમગ અને બુલબુલ જેવા મેગેઝીન્સનો જલવો હતો ! ઝગમગ ટેબ્લોઇડ સાઇઝ દર અઠવાડિયે આવે ને બુલબુલ એ ફોર મેગેઝીન સાઇઝ દર મહિને. એ સિવાય ચંપક, ચાંદામામા, ફૂલવાડી, નિરંજન, રમકડું, પરાગ, સુમન સૌરભ, છુક છુક વગેરે મેગેઝીન્સ આવતા. એકચક્રી રાજ ચાલતું અમર ચિત્ર કથાનું !
અનંત પૈ નામના એડિટરના વિઝનને લીધે ગ્રાફિક નોવેલ સ્ટાઇલમાં ઉત્તમ રંગીન ચિત્રો સાથે ભારતીય વારસાની કથાઓના મૂળિયાં બાળકોમાં સીંચવામાં આવતા ! એ ગુ્રપ (આઈબીએચ, ઇન્ડિયા, બૂક હાઉસ) દ્વારા જ ટ્વિન્કલ નામનું ચિલ્ડ્રન મેગેઝીન શરૂ થયેલું, જેમાં ફ્રી સ્ટીકર્સનું આકર્ષણ રહેતું. આજે બધા જ ઠપ્પ થઇ ગયા. સનાતનની ડિજીટલ ધજાઓ લહેરાય છે ત્યારે, પણ એ સમયે તો બાળકો માટેના સાયન્સ મેગેઝીન્સ ગુજરાતીમાં આવતા. સફારી, વન્ડરફૂલ, રિફ્લેકટર, વેવલેન્થ, વિજ્ઞાનદર્શન… મોટાં થતા હો તો પણ ચિત્રલેખા, અભિયાન સાથે રંગતરંગ જેવા ડાયજેસ્ટ કે નવનીત સમર્પણ રહેતા. એ જ દાયકામાં શરૂ થયેલું અભિયાન ત્યારે જુદી માલિકીમાં સુકાનમાં અનોખું હતું. એમ જ હવે બંધ પડેલું સ્વ. હસમુખ ગાંધીનું 'સમકાલીન' જમાવટ હતું. એની વે, બાળકો માટે ઇન્દ્રજાલ કોમિક્સનો શાહી દબદબો હતો. ફેન્ટમ, મેન્ડ્રેક, ગાર્થ, રિપ કર્બી, બહાદૂર… વોલ્ટ ટિઝનીના મિકી માઉસ, ડોનાલ્ડ ડક, અંકલ સ્ક્રૂજ, હ્યુઈ, ડયુઈ, લુઇ, ચિપ એન્ડ ડેલ, ઝોરો, ગૂફી વગેરે ચાંદામામા પબ્લિકેશન દ્વારા ગુજરાતીમાં આવતા. અમિતાભ બચ્ચનને 'સુપ્રીમો' નામના સુપરહીરો તરીકે ચમકાવતું સ્ટાર કોમિક્સ લોન્ચ થયેલું. ડીસી-માર્વેલ પણ મળતા. મનોજ કોમિક્સ આવતું અને ચાચા ચૌધરી, સાબૂ., ચીકૂની કથાઓ આવતી ! મિયાં ફુસકીની પણ ગુજરાતી ગ્રાફિક નોવેલ્સ થયેલી !
ત્યારે ગુજરાતી પાસે ઉમદા બાળસાહિત્યકારો પ્રૌઢહ તા, પણ વયોવૃદ્ધ નહોતા. જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, રજની વ્યાસ, યશવંત મહેતા, ચંદ્ર ત્રિવેદી, શાંતિ ના. શાહ, … બાળકોની બૂક્સની સીરિઝ આવતી ને લાયબ્રેરીઓના બાળ વિભાગમાં એકથી વધુ કાર્ડ કઢાવવાની પડાપડી થતી. ઇંગ્લિશમાં બ્રિટિશ-અમેરિકન અને ફ્રેન્ચ લિટરેચરના ગુજરાતી અનુવાદ થતા. થ્રીલર પોકેટ બૂક્સનો એવો ક્રેઝ હતો કે એને ભાડે આપવાની ફૂટપાથિયા દુકાનો કે રેકડીઓ રહેતી. અશ્વિની ભટ્ટ અને બકુલ વોરા જેવા ધીંગા નામો એમાં જોડાતા. ફિલ્મી પોસ્ટરો ચીતરાતા એમ 'લુગદી લિટરેચર' કહેવાય એવી ગુજરાતી હિન્દી ક્રાઇમ પોકેટબુક્સના ટાઈટલના તડક ભડક રંગોના ચિત્રો લિટરલી કામણગારા રહેતા ! વિદેશમાં એવા 'પલ્પ' લિટરેચર માટે તૈયાર થયેલી ડ્રોઇંગ્સની ક્લેકટર્સ એડિશન કોફી ટેબલ બૂક બને છે. આપણે ત્યાં એ સીસ્ટમ હજુ નથી.
પણ ૮૦નો દાયકો માત્ર પાનાઓમાં જ ફફડતો એવું માનવાની ભૂલ જેનઝી દોસ્તોએ કરવા જેવી નથી ! ઇન્ફેક્ટ, આજની ઘણી ઇન થિંગ ટ્રેન્ડી બાબતો ત્યારે સેટ થયેલી. પહેલું હોમ પીસી કે પહેલું ઇન્ટરનેટ ત્યારે ઝબકેલુ ! મોબાઈલ હાથમાં નહોતો ત્યારે રૂબિક ક્યુબ હાથમાં રહેતું ! એ હંગેરિયન પ્રોફેસર અર્નો રૂબિકે શોધેલું હજુ પણ ચાલતું રમકડું છે, જેમાં ફટાફટભેજું લડાવી બધી બાજુ એકસરખા રંગના ૯ સ્ક્વેર્સ કરવાની પઝલ એને ફેરવી ફેરવીને ઉકેલવાની રહેતી ! મેળામાં પતરાંનું 'ટકટકિયું' મળતું ને કૂકડા દાણા ચણે કે જીરાફ ડોક નમાવીને પાણી પીતું જ રહે કોઈ બેટરી વિના ઝુલ્યા કરે એવા રમકડાં ઘેર ઘેર હતા. પડીને ઊભી થાય એવી અવાજ કરતી ઢીંગલીઓ આવતી. મિનીએચર કિચન સેટ, કાર ટ્રક મોડલ અને માટીની ગુલ્લક (દેશી પિગી બેન્ક) આવતી. કોડીઓ ને પાસાં રમત માટે આવતા.
એ યુગ હજુ વરાળ કાઢી ભખછુક ચાલતા ભવ્ય દીસતાં સ્ટીમ એન્જીનનો હતો. કેસરી પટ્ટીને ગ્રીન સીટસ વાળી એસ.ટી. બસોનો હતો. નેશનલ પેનાસોનિક, બુશ અને ફિલીપ્સના ટેપ રેકોર્ડર્સ અને લિસ્ટ મુજબ કોરી કેસેટમાં ગીતો 'છપાવી' શકાય ને પેન્સિલથી ટેપ વીંટાળી શકાય એનો હતો. વીસીઆર (રેકોર્ડ થાય એવા) ને વીસીપી (માત્ર પ્લે થાય એવા) વ્યક્તિ નહિ પણ પાડોશી મળી આખી શેરી ભાડે લેતી ! ગ્રામોફોન રેકોર્ડ કેસેટોમાં ગીતો ઉતારતી. બોસ્કીના કપડાં, જીનતાનની ગોળીઓ, જેમાં ઘડિયાળ હોય એવી સ્ટીલની પરદેશી પેનો, રિકો અને કેસિયો જેવી રિસ્ટવોચીઝ, ફોરેનથી આવતી. રેંકડીઓમાં પહોંચ ન હોય એમના માટે રંગીન કપડાં બીજાના ઉતરેલા કે વિદેશથી આવેલા સારા એવા વેચાતા. સ્મગલિંગનો પણ જમાનો હતો અવાસ્તવિક ટેક્સ અને ડયુટીને લીધે. 'ટોપ ગન'થી ફેમસ રેબનના એવીએટર ગ્લાસીઝ આવતા. ફોરેનથી આવતા મહેમાનો સસ્તી ચોકલેટ્સ ગિફ્ટ આપી ઇમ્પ્રેસ કરતા. વિદેશથી વળી માસ્ટર માઇન્ડ જેવી ગેમ્સ આવતી. બાકી મોનોપોલીનું દેશી વર્ઝન 'નવો વેપાર' તો હતું જ.
પણ વેપાર કારોબાર મેમરીઝ નથી બનાવતો. ઘટનાઓ અને અનુભૂતિઓ યાદો બને છે ! સુપર બ્યુટીફૂલ પ્રિન્સેસ ડાયેનાના ડ્રીમ ફેરીટેલ વેડિંગનું કવરેજ હજું તાજું લાગે છે ! ૧૯૮૩માં કપિલદેવે ઉંચકેલા વર્લ્ડ કપમાં તો દેશમાં ક્રિકેટ ફીવર નેકસ્ટ ગીઅરમાં ગયો, એ હજુ રિવર્સ ગીઅરમાં આવ્યો નથી ! એ યુગ રેડિયો પર કોમેન્ટ્રી સાંભળવાનો હતો. જેમ વિવિધ ભારતી પર સવારે 'ચિત્રલોક' રેડિયો પ્રોગ્રામમાં આજના યુટયુબની માફક નવી રિલીઝ થયેલી ફિલ્મોના કોમેન્ટ્રી સાથે પ્રોમો અને સોંગ્સ આવતા એમ ! હજુ સ્મરણમાં છે હિન્દી કોમેન્ટ્રીમાં (ના, સુશીલ દોશી નહિ) સ્કંદગુપ્ત અને મુરલીમનોહર મંજુલની ગૂંજતા અવાજો ! આજના આઈપીએલ છક્કાબાજોની પાછળ ઘેલી પબ્લિક કદી નહિ સમજી શકે ફીઅરલેસ હિટીંગના પાયોનીઅર સ્ટ્રોકમેકર્સ કૃષ્ણમાચારી શ્રીકાંત અને વિવિઅન રિચાર્ડસની ધોકાવાળી ! સ્કોર ઓછો લાગે, પણ ત્યારે બોલિંગ એટેક નિયમો ય અલગ હતા. ૮૦ દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની પેસ બેટરીઝ માર્શલ, હોલ્ડિંગ, ગાર્નર, એમ્બ્રોસ, વોલ્શ, પેટરસનનો જમાનો હતો.
શ્રીકાંતે શારજાહમાં માર્શલના પહેલા જ દડે ફટકારેલી સિક્સ અને એ વખતની મજબૂત ઇમરાન-અકરમવાળી પાકિસ્તાની ટીમમાં મિયાંદાદે છેલ્લા દડે ચેતન શર્માને ફટકારેલી સિક્સર હજુ આંખ સામે એકશન રિપ્લે થાય છે. મોહિન્દર અને મનીન્દર, માર્ટીન ક્રો એન મેકડોરમોટ, ગોવર અને ગૂચ એ દશકામાં આવ્યા ને ગયા ! વ્હાઇટ વસ્ત્રોમાં રમાતા રેડબોલ ક્રિકેટમાં રંગીન કપડામાં ડે-નાઇટ વ્હાઇટ બોલ ક્રિકેટ એક જોણું હતું !
જોણું ટીવીમાં પણ શરૂ થયેલું. હમ લોગ, યે જો હૈ જિંદગી, લ્યુસી શોથી દૂરદર્શન નજીક આવ્યું. મૂળ તો ૧૯૮૨ના એશિયાડ વખતે એમા માસ્કોટ મદનિયાં અપ્પુ (દિલ્હીમાં અપ્પુ ઘર અને મુંબઇમાં એસેલવર્લ્ડ યાદ છે /) ની જેમ જ ટીવીનું માર્કેટિંગ શરૂ થયેલું. રાજીવ ગાંધીના આવ્યા બાદ કલર ટીવીનો ટ્રેન્ડ વિસ્તરતો ગયો. ટેલિવિસ્ટા, ક્રાઉન ક્રોમા, ડાયનોરા, ઓરસન, બીનાટોન જેવી ટીવીની બ્રાન્ડ તો ખોવાઈ ગઈ આજે ! પણ દૂરદર્શનમાં રાજદીપ સરદેસાઈના અસરા ભાસ્કર ઘોષ એન રાજીવ ગાંધીના મિનિસ્ટર વી.એન.ગાડગીલના સમયમાં જે ક્વોલિટીની ટીવી સિરિયલોનો બેનમૂન ખજાનો ૧૯૮૦ના દાયકામાં જોવા મળ્યો, એનો મુકાબલો આજના બધા ઓટીટી મળીને પણ કરી ન શકે. લિસ્ટ કરો તો પણ લેખ થઇ જાય ! (અગાઉ બે ભાગમાં કર્યા જ છે !) રાજીવ ગાંધીના સમયમાં જ રામાયણ, મહાભારત, ભારત એક ખોજ જેવા પ્રોજેક્ટ ટીવી પર યાદગાર બન્યા. બુનિયાદથી તમસ એન એક કહાનીથી ખજાના અને પેઇંગ ગેસ્ટથી છોટી બડી બાતેં એન ઇધર ઉધરથી ઐસા ભી હોતા હૈ એ સુરભિથી કબ તક પુકારું અને દર્પણથી જીવનરેખા અને ઉડાનથી કચ્ચી ધૂપ જેવી બેશુમાર બેસ્ટ સિરિયલો ૮૦ના યુગમાં જોઈ. ટીવી પર બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીનને રંગીન કરતા તિરંગી કાચ ચડાવીને દેશ આખાએ રવિવારે સાંજે અવનવી ફિલ્મો જોઈ. રાતના ૧૦.૨૦ સ્લોટમાં કરમચંદ જેવી જાસૂસી સિરિયલો ને શનિવારે રાત્રે આર્ટિસ્ટિક એડલ્ટ ફિલ્મો જોઈ. એન્ટેના ઉપર હલાવી નીચે બૂસ્ટર ફેરવી પાકિસ્તાનના કાર્યક્રમો ઝીલવાની પણ કોશિશ '૯૦ની સેટેલાઇટ ચેનલો પહેલા કરી. રજની કે જનવાણી જેવા પ્રોગ્રામોએ વહીવટી ભ્રષ્ટાચાર સામે અવાજો ઉઠાવ્યા.
પણ સિરિયલો ગમે તેવી ક્લાસિક હોય ધીરે ધીરે ભૂલાઈ જાય એ ટાઈમલાઈન સાચવીને ફેશનથી સોશ્યલ માઇન્ડસેટ સુધી, મ્યુઝિકથી પોલિટિકલ ચેન્જ સુધી સાચવીને રાખે છે ફિલ્મો ! '૮૦ના દાયકાએ શ્રીદેવી અને માધુરી, અનિલ કપૂર અને જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી અને પદ્મિની કોલ્હાપુરે, કિમી કાટકર એન સોનમ, અમરીશ પુરી અને કાદર ખાનને છવાતા જોયા ! ભપ્પી લહેરીએ ડિસ્કોના ટ્રેન્ડમાં દીવાના કર્યા બધાને એ અગાઉ નાઝિયા હસનનું લંડનથી આવેલું આલ્બમ ડિસ્કો દીવાને સાંભળ્યું. દુનિયાનું સંગીત અમેરિકન એનટીવી પર પલટાઈ રહ્યું હતું. આ એ ડિકેડ જેણે ન ભૂતો, ન ભવિષ્યતિ માઈકલ જેક્સનના ચક્રવર્તી શાસનનો સુવર્ણયુગ જોયો. મેડોના, પ્રિન્સ જેવા પોપસ્ટાર સાંભળ્યા. લતા-આશા ને બદલે જ્યાં આલિશાએ મિસ્ટર ઇન્ડિયામાં કાટે નહીં કટતેમાં સિડકટિવ સેન્સેશન કિશોર સાથે પેદા કર્યું ને કિશોરની વિદાય પણ થઈ.
૧૯૮૦નો દાયકો અમિતાભ બચ્ચનનો કૂલીનો અકસ્માત લઇ આવ્યો. જેમાં ેક સુપર સ્ટાર આખા દેશના દિલોને બધા જ વિભાજન વચ્ચે ડેમ બાંધી રાખે, એ જોવા મળ્યું. આ દાયકાએ ઇટી અને ઇન્ડિયાના જોન્સ જોયા. સ્ટાર વોર્સની ઓરિજીનલ કથાનું સમાપન જોયું. મેડ મેક્સ ને લીથલ વેપનમાં ખેલ ગિબ્સન, કોમન ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વારઝેનેગર, હાઈ હાર્ડનો બુ્રસ વિલિસ, ટીમ બર્ટનના બેટમેનનો જોકર જેક મિકલ્સન, સિલ્વેસ્ટર સ્ટેલોનનો રેમ્બો આ બધું '૮૦નું હોલીવૂડ. ત્યારે સામાજીક સેન્સરશિપ લાવતી ફિમેલ ઓબ્જેક્ટીફિડેશનની ચાંપલી ચિબાવલી વાતો નહોતી, તો સિનેમા મસ્ત મસાલેદાર અને માદક રહેતું.એવી મોહક કામિનીઓ હિન્દી કે અંગ્રેજી સિનેમામાં હવે ભાગ્યે જ જોવા મળે છે. ૮૦ની ફિલ્મો એટલે હજુ પણ શાનદાર લાગે છે. હવે જાંબાઝ બનાવનાર ફિરોઝ ખાન કે ચાંદની બનાવનાર યશ ચોપરા જડે એમ નથી. સ્પીલબર્ગ કે ોબર્ટ ઝેનેક્કસ જેવાનો બજેટ ટાઈમ હતો. ડિલિવર કરવાનો એ એન્ટરટેઇનમેન્ટ હોલીવૂડમાં હતું ને સાઉથ ઇન્ડિયન ફોરમ્યુલાબ્રાન્ડ ઢિશૂમ ઢિશૂમ બોલીવૂડમાં !
પણ આ દશકાના અંતમાં પ્રવાહ પલટાયો. હિન્દી ફિલ્મોમાં ગુલશનકુમાર બ્રાન્ડ મ્યુઝિકલ્સ ઘરવાપસી થઇ. શહેનશાહ કરતા વધુ સફળ કયામત સે કયામત તકના પાયા પર મૈં ને પ્યાર કિયાનું ચણતરકામ થયું. ઉદિત ને અલકા છવાયા. ન્યુ એજ હીરો હીરોઇન આવ્યા. શ્રીદેવી માધુરીએ સિફોન સાડીના વળાંકો લહેરાવ્યા ને ભાગ્યશ્રીની ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ કે સંજય દત્તની હેરસ્ટાઇલ ફેશન થવા લાગી અંત સુધીમાં. ટેકનો બીટ્સનું ઓયે ઓયે થયું. જીતેન્દ્રના સફેદ સૂઝ ને શક્તિ કપૂરનું આઉ પણ ૮૦માં અનુપમ ખેર, પરેશ રાવલની જેમ ચમક્યા. સની દેઓલથી અનુ મલિક આમાં ઝળક્યા. રાજકપૂરની રામ તેરી ગંગા મૈલી સામે વિરોધ ન થયો, વ્હાલ થયું.
આ સમય હતો બેગી પેન્ટસ અને બોલ્ડ કટ લેડીઝ હેર સ્ટાઇલનો. આ દશક હતો ચીકણા રંગીન પાનામાં આવતા સોવિયેત લેન્ડ અને સોવિયેત નારીનો, રાદુગા અને પ્રગતિ પ્રકાશન મોસ્કોના મફતના ભાવે ગુજરાતી હિન્દીમાં મળતા રશિયન અનુવાદોનો, કાર્લ એગાનના કોસ્મોસ અને સ્ટાર ગુજરાતી કોલમ્નિસ્ટસના છવાઈ જવાનો, સુગમ સંગીતના ગુજરાતી કાર્યક્રમો અને પોપ કરતાં વધુ ભીડ ભેગી કરતા ગઝલ ગાયકોનો ! આ દશકમાં ભોપાલના ગેસકાંડ અને બોફર્સના કૌભાંડે હેડલાઈન્સ બનાવી. એમાં જ અચાનક દેશની પ્રજાએ રામજન્મભૂમિ આંદોલનને હવા મળતી જોઈ ! શાહબાનો કેસમાં સેક્યુમરિઝમના કોફિન પર છેલ્લો બીલો લાગ્યો ને અયોધ્યામાં તાળા
'૮૦માં જ કેનેડાથી ભારત આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ૧૮૨ બબ્બર ખાલસાના સીખ આંતકવાદનો ભોગ બની. અગાઉ ઓપરેશન બ્લુસ્ટારમાં શીખ આતંકવાદનો ભોગ બની. અગાઉ ઓપરેશન બ્લુસ્ટારમાં દેશે ઇન્દિરા ગાંધીની હત્યામાં આંસુ સાર્યા. વી.પી.સિંહનું મંડલ પોલિટિક્સ થયું ને પછીની ભાજપ ડાબેરીઓના ટેકાથઈ રચાયેલી સરકારમાં રૂબિયા મુફ્તીના અપહરણ બાદ કાશ્મીરમાં પંડિતોનું જેહાદી ફેનેટિક્સે ક્રૂરતાની અત્યાચારો બાદ નિર્વાસન કરી હોળી સળગાવી. સતલજ જેવી ફિલ્મો આજે વખાણી કે.પી.એસ. ગિલને વખોડનારાને '૮૦ના પંજાબ આસામના આતંકવાદની હાયકારો નીપજાવતી રક્તપાતની દાસ્તાનો ખબર નથી !
આ દશકામાં એઇડ્સની એન્ટ્રી થઇ, ટેસ્ટ ટયુબ બેબી પહેલી આવતા આઈવીએફનું ચલણ થયું, પાન અને ફ્લાઇટ, સ્કાયલેબ, ચેર્નોબીલ જેવી દુર્ઘટનાઓ થઈ. આ દશકે રોનાલ્ડ રીગન ને મિખાઇલ ગોર્બાચોફ જેવા મુઠ્ઠી ઉંચેરા લીડર્સ ચીનના દંગ ઝિઆઓ પેંગ, આફ્રિકાના નેલ્સન મંડેલાની જેમ જોયા. જેમને લીધે કોલ્ડ વોર ને સામ્યવાદની સમાપ્તિ થઇ. આમાં જ મોસાદ હમાસની હોળી વધુ સળગી જેની ઝાળ આજે દઝાડે છે. આ દશકાએ દુનિયામાં હવે વળતા પાણી છે એવા ગ્લોબલાઇઝેશનના પાયા નાખ્યા, અને બર્લિન વોલ તૂટી આમાં જ ફોકલેન્ડ વોર ને ઇથિયોપિયાનો દુકાળ આવ્યો. ઇરાન-ઇરાક યુદ્ધ પણ શરૂ થયું ને અફઘાનિસ્તાન પણ સળગ્યું. આ દશકાએ ફિફામાં ચેમ્પિયન મારાડોના જોયો, મેકેનરો-કોનર્સના, માર્ટીના-ક્રિસના મુકાબલા જોયા. રસના-લિમ્કા, ગોલ્ડ સ્પોટ પીધું અને એમાં જ સેમ પિત્રોડાએ સી ડોટની કોમ્યુનિકેશન ક્રાંતિથી ભારતને ફોનનો સ્વાદ ચખાડયો !
આ દશકે બજાજ સ્કૂટર સામે લુના જોયું. પ્રિમિયર પદ્મિની ટેક્સી ભાગતી જોઈ. એમ્બેસેડ સામે મારૂતિ જોઈ.
સુપર મારિયો, ટેટ્રિસ જેવી વીડિયો ગેમથી વિશ્વમાં જાણીતો એ ૮૦નો બ્લૂ લગૂન દાયકો એવો હતો જેમાંમુસ્લિમ રાહી માસૂમ રઝા મહાભારત લખે અને જાને ભી દો યારોના કોમેડી ક્લાઇમેક્સમાં મહાભારત જોઇને લોકો લાગણી દુભવ્યા વિના હસે !
અબ તો આગે ચલે આયે હમ… વો પીછે રહ ગયે !
ઝિંગથિંગ
ઉપર સે ભારત કેસા દિખ રહા હૈ આપકો ? ૧૯૮૪માં સ્પેસમાં જનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માને ધરતી પરથી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂછ્યું. જવાબ હતો : 'સારે જહાં સે અચ્છા.'