રવિ કિશન: બિહારના બ્રેડ પિટ

- ટ્રોલ બેબી ટ્રોલ
રવિ કિશનનું એક સ્ટેટમેન્ટ, કોણ જાણે કેવી રીતે વાઇરલ થયું, જેમાં એ કહે છે કે, 'હું નેશનલ ક્રશ છું. મને સૌથી વધારે ટ્રોલ કરવામાં આવ્યો છે. હું દેશની સૌથી વાઈરલ પર્સનાલિટી છું. મારી ઉપર પાંચ કરોડ મીમ્સ બન્યાં છે અને મને બિહારનો બ્રેડ પિટ કહેવામાં આવે છે.' વગેરેે વગેરે. બીજું, તેઓ કોઈ રિયાલિટી શો અધવચ્ચેથી છોડીને બહાર આવી ગયા. કેમ? 'ક્યુંકિ દેશ ને બુલાયા હૈ…' અધૂરામાં પૂરું, એમનો એક રાગડા તાણી તાણીને શિવ સ્તુતિ કરી રહ્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો. પત્યું. રવિ કિશનનાં એટલાં મીમ્સ બન્યાં કે લોકોના સોશિયલ મીડિયા તેનાથી છલકાઈ ગયા. કમેન્ટ્સનો તો વરસાદ વરસ્યો. લો, થોડાં છાંટણાં તમે પણ ઝીલો.
આમને બિહારના બ્રેડ પિટ કોણે કીધા? પકડો… મારો સાલે કો.
ચાચા, ઇતના આત્મવિશ્વાસ કહાં સે લાતે હો?
નેશનલ બ્રશ.
આનુંય રાજીનામું લો.
આનું શિવભજન સાંભળીને જ શિવજી પાછા કૈલાશ જતા રહ્યા હતા.
અબ આપકા ક્યા હોગા, પ્રહ્લાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડયું ને મોદીજીએ શિક્ષણ પ્રધાન તરીકે પ્રહ્લાદ જોશીને ગોઠવી દીધા? પછી? ટ્રોલિંગ શરૂ! આ રહી ઝલક…
ધૂ્રજો છો કેમ?
સારું કામ કરજો. તમને કોઈ કંઈ નહીં બોલે. પ્રોમીસ, જાવ!
ભાઈ, મોદીજીએ તમને શિક્ષણપ્રધાન તો બનાવી દીધા… લેકિન આપ સે હો પાયેગા ના? વાંધો નહીં આવેને?
પ્રહ્લાદ જોશી બી લાઇક, મેરી સિલેક્શન હો ગઈ!
હવે જો ભુલેચુકેય એક પણ પેપર લીક થયું તો રાજીનામું તૈયાર રાખજો.
ભાઈ, પહલે વાલા જ્યાદા અચ્છા થા.
સર, મારું નીટનું રિફન્ડ હજુ આવ્યું નથી.
સર, પ્લીઝ રિઝાઈન.
લગતા હૈ, યે વાલા રી-નીટ ભી લીક કરવા દેગા.




