Shatdal

દરેક લડત ક્રાંતિ હોતી નથી.....

By GS Team
28 Jul 20264 mins read
દરેક લડત ક્રાંતિ હોતી નથી.....
  • ગેસ્ટ પોસ્ટ

-Valid point turning in to invalid turmoil.
કોઇપણ મુદ્દે જ્યારે અસંતોષ વ્યાજબી હોય ત્યારે સત્તાએ એનો ઉત્તર આપવો અનિવાર્ય હોય છે. જો લાંબા સમય સુધી એ ઉત્તર ન અપાય, If a valid point is completely dismissed, it turns in to something invalid. એ પછી એ અસંતોષનું તાપણું - ધૂણી બની જાય છે અને એમાં હાથ શેકવા અનેક તકવાદીઓ જોડાઈ જાય છે. મૂળ મુદ્દો છોડીને આખી વાત અગણિત દિશામાં ફંટાઈ જાય છે. It becomes a political battel camouflaged as an idealistic movement. જંતર-મંતરનું આંદોલન પણ એ જ દિશામાં ચાલી નીકળ્યું હતું.
પેપરલીકના મામલે આક્રોશ સાચો છે. કેટલાં બધાં બાળકો અને કુટુંબોએ હાલાકી ભોગવી છે. સત્તાને એ માટે પ્રશ્ન પુછાવો જ જોઈએ. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે એ પછી સીબીઆઈને એ કેસ સોંપાયો અને દોષીઓની ધરપકડ થઇ ચુકી છે. રી-એક્ઝામ લેવાઈ ચુકી છે. આનાથી કંઇ નુકસાન ભરપાઈ ન થાય, જે વિદ્યાર્થીઓના જીવ ગયા એમનું શું? પણ કોઇપણ અનિચ્છનીય ઘટનામાં સંપૂર્ણ ભરપાઈ થઇ શકતી હોય છે? એ સરકારી બ્લંડર હોય, વિભીષિકા હોય કે અકસ્માત… જે ગુમાવીએ એનું કોઇપણ વળતર પુરતું હોઈ શકે? તો શું કરી શકાય?
વ્યવસ્થામાં પરિવર્તન આવવું જોઈએ
સરકારે વાર્તાલાપ કરીને ખાતરી આપવી જોઈએ.
અહીં સુધી બધું બરાબર હતું. ઈન ફેક્ટ, જે ક્ષણે વિદ્યાર્થીઓ આ ઘટનામાં જોડાયા ત્યારે જ સરકારે યોગ્ય પ્રતિભાવ આપવાની જરૂર હતી, પણ એવું ન થયું.
અને પછી જે થયું એ આદર્શવાદી યુવાનોનું આંદોલન નહોતું. એમને હાથો બનાવીને દિશાહીન રસ્તે દોરનારા તકવાદીઓની લડત બની ગઈ. જંતરમંતર પર 'બ્રાહ્મણવાદ મુર્દાબાદ' 'કશ્મીરકી આઝાદી', 'ઇકવલ રાઈટ્સ ફોર LGBT’,ઉપરાંત હિન્દુત્વને ગાળો આપતાં સૂત્રો પોકારાયાં. ખેડૂત આંદોલનના નારા લાગ્યા, અને ઓપોઝીશનના નેતાઓ સાથે શબાના આઝમી અને કુણાલ કામરા પણ પહોંચી ગયાં. સોનમ વાંગચુક લદાખની આઝાદીનો મુદ્દો જીવિત રાખી રહ્યા છે, જેએનયુની વિદ્યાર્થિની નેહા ઉપવાસ તોડતાં કહ્યું, 'અમે બધા વિરોધપક્ષો સાથે ઉભા છીએ', અને સોનમ પોતાના બેવર્સી હિલ્સના બંગલોમાંથી લાઠી ખાતા બાળકોને સપોર્ટ કરી રહી છે.
Why does every movement that offers hope, turns in to misguided turmoil ?
સૌથી પહેલો વાંક સરકારનો. એમનું જે જવાબ ન આપવાનું એરોગ્ન્સ છે એ સહ્ય નથી.
બીજો વાંક સિસ્ટમનો… બે કરોડ જેટલા શિક્ષણમાં કામ કરતા લોકો અને પાંત્રીસ લાખ સિવિલ સર્વન્ટ્સના આ દેશમાં સમસ્યાના મૂળ સુધી પહોંચાતું નથી.
અને છેલ્લો વાંક એ રાજકીય/ વૈચારિક લાભાર્થીઓનો જે બાળકોને આગળ કરીને અરાજકતા ઉભી કરી રહ્યા છે.
પોલીસના લાઠીચાર્જના વિડીઓઝ આવ્યા. સામે વિદ્યાર્થીઓ પોલીસને મારતા હોય એવા વિડીઓઝ પણ ફર્યા. બન્ને પક્ષે પથ્થર ફેંકાતા હોય, ગાડી કે કારને નુકસાન થતું હોય એવા અનેક દશ્યો જોયાં. ઘણા લોકો કહી રહ્યા હતા, 'પોલીસ હાથ કઈ રીતે ઉપાડી શકે?'
મારે ફક્ત એક વાત પૂછવી છે. તમે અઢારથી વીસ વર્ષના યુવાનોનો કોઈ સમૂહ ક્યારેય ફેસ કર્યો છે? મેં અડધી જીંદગી આ વયના બાળકોને ભણાવ્યા છે.They are emotionally volatile and adrenalin governed beings.એકબીજાની હાજરીમાં વધુ બહાદુર દેખાવાની કે જગત બદલી નાખવાની જે ભાવના હોય છે એ જેટલી આકર્ષક લાગે છે, એટલી જ ભયજનક છે. એમને વધુ સારું વિશ્વ જોઈએ છે, પણ પોતાનો ઓરડો સાફ કરવાની આળસ આવતી હોય છે. આ બાળકો એમના સૌથી અભયવાળા પડાવ પર ઊભાં છે. એવા વીસ-પચીસ હજાર લોકો જો સહેજ પણ અગ્રેસીવ થાય તો પોલીસના ભાઈબાપા કરવાથી અટકે? એમનાથી ચોથા ભાગની પોલીસ એમને અટકાવી શકે? વળી આ સૌથી વધુ સોશિયલ મીડિયા અવેર પેઢી છે, પણ વાસ્તવિકતા સાથે તંતુ નર્યો અધકચરો છે.
હજી હમણાં જ એક આંદોલનમાં વિદ્યાથીઓ ઇન્ટરવ્યુ આપતા હતા - 'બધાને યોગ્ય વળતરની રોજગારી મળવી જોઈએ. બેરોજગારી નહીં ચાલે.' કપાળની નસો ખેંચાઈ જાય એમ બરાડતા એ એકપણ કુમળા જીવને ખ્યાલ નહોતો કે ભારતમાં દરરોજ ૬૭,૦૦૦ જેટલા બાળકો જન્મ લે છે.્રચા ૈજ ૨૫ સૈનર્નૈહ ૅીિ અીચિ. આખા ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી દર વર્ષે ભારતમાં જન્મે છે. આ સ્થિતિમાં યોગ્ય રોજગારી શક્ય જ નથી. ગમે તેવો વિકસિત દેશ પણ આ ન કરી શકે. 'હમે ચાહીએ આઝાદી'નાં સૂત્રો પોકારનારા કેટલા બધા લોકો એવા છે કે જો તમે પૂછો કે 'શેનાથી આઝાદી?' તો એમને જવાબ ખબર ન હોય.
સમસ્યા સાચી છે. વારંવાર પેપર લીક થાય, પુલ તૂટી પડે કે આગમાં લોકો ભૂંજાય એ ન ચાલે. નિયમો અને એનું ઈમ્પલીમેન્ટેશન બદલવું રહ્યું. એ પ્રશ્નોમાં જો સત્તા પોતાનું એરોગન્સ છોડીને જવાબ ન આપે તો જનસમુદાયનું સમર્થન ગુમાવી બેસશે. પણ દિલ્લીમાં જે થઇ રહ્યું હતું એ બદલાવની દિશામાં પ્રયત્ન નહોતો. નસીરૂદ્દીન શાહ જે અફઝલ ગુરુની ફાંસી રદ કરાવવાના મતના હતા એ અત્યારે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યા હોય તો 'સિર્ફ હંગામા ખડા કરના હી અબ મકસદ હે, સર'. વર્તમાન સરકારને જે મુદ્દે તમે ભાંડી રહ્યા છો, એ બાબતે માંડલ કમિશને વધુ મોટું નુકસાન કરેલું.
યુવાન પેઢીને એટલું કહેવાનું કે યોગ્ય મુદ્દો અને અયોગ્ય દોરવણી વચ્ચેનો ભેદ સમજે. દરેક લડત ક્રાંતિ હોતી નથી, અને દરેક ક્રાંતિ 'બેટર વર્લ્ડ'માં પરિણમી શકતી નથી.
And Government… consider the valid objection. With great power comes great responsibility.

  • દેવાંગી ભટ્ટ