Shatdal
લૂટ : લૂંટ
By GS Team
14 Jul 20264 mins read
રામમંદિરમાં દાનચોરી મામલે 'થેફ્ટ' અને 'લૂંટ' શબ્દની ચર્ચા થઈ રહી છે. શાસન તરફી લોકો 'થેફ્ટ' (ચોરી) શબ્દ વાપરે છે, જ્યારે વિરોધીઓ 'લૂંટ' શબ્દનો ઉપયોગ કરે છે. મેરિયમ વેબ્સ્ટર ડિક્શનરી અનુસાર 'લૂંટ' એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર દ્વારા લૂંટ ચલાવવી. રામમંદિરમાં કર્તાહર્તાઓનો આચાર ભ્રષ્ટ હોય, ત્યારે 'લૂંટ' શબ્દ યોગ્ય ગણી શકાય.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info
રામમંદિરમાં દાનચોરી મામલે 'થેફ્ટ' અને 'લૂંટ' શબ્દની ચર્ચા થઈ રહી છે. શાસન તરફી લોકો 'થેફ્ટ' (ચોરી) શબ્દ વાપરે છે, જ્યારે વિરોધીઓ 'લૂંટ' શબ્દનો ઉપયોગ કરે છે. મેરિયમ વેબ્સ્ટર ડિક્શનરી અનુસાર 'લૂંટ' એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર દ્વારા લૂંટ ચલાવવી. રામમંદિરમાં કર્તાહર્તાઓનો આચાર ભ્રષ્ટ હોય, ત્યારે 'લૂંટ' શબ્દ યોગ્ય ગણી શકાય.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

- શબ્દસંહિતા - પરેશ વ્યાસ
- ધાડ પણ આમ તો લૂંટ જ પણ લૂંટનારા પાંચ કે તેથી વધારે હોય તો એ ધાડ કહેવાય.
કો ઈ લુટ જાતા હૈ એટલે કોઈ લુંટાઈ જાય છેતો કોઈ લૂટ જાતા હૈ એટલે કોઈ લૂંટી જાય છે. ઇંગ્લિશ શબ્દ લૂટ (ન્ર્ર્ા) આમ તો આપણો જ શબ્દ. પણ અંગ્રેજો આપણને લૂંટી ગયા એ સાથે આપણો શબ્દ 'લૂટ' પણ લૂંટી ગયા! ઘણાં ઇંગ્લિશ શબ્દો જેવા કે પાયજામા, બંગલો, જંગલ, પંડિત, અવતાર, કર્મા, યોગા, ઠગ આપણી ભાષાનાં શબ્દો છે. ઇંગ્લિશ શબ્દો 'શેમ્પૂ' અને 'કોટ' પણ હિંદી શબ્દો ચંપી અને ખાટ પરથી આવ્યા છે. ઇંગ્લિશ શબ્દો 'મેંગો' અને 'કરી' તામિલ શબ્દ મેંગાઈ અને કરી પરથી આવ્યા છે. બહુ કરી, નહીં?! આપણો આજનો શબ્દ લૂટ અત્યારે રામમંદિરમાં દાનચોરીની તપાસનાં સમાચાર રોજ આવે છે. મંદિરના ટ્રસ્ટ પરથી ટ્રસ્ટ ઊઠી જાય છે. શું થયું? અને હવે શું થશે?- એની રામાયણમાં મારે પડવું ન જોઈએ. ભગવાન શ્રી રામે પણ કહ્યું હતું કે ભાવનાસે કર્તવ્ય મહાન હોતા હૈ. એટલે હું મારું શબ્દ કર્તવ્ય નિભાવું છું. સમાચારોનાં શબ્દ અવલોકન પછી મને ખ્યાલ આવ્યો કે શાસન તરફી લોકો 'થેફ્ટ (્રીકા)' શબ્દનો ઉપયોગ કરે છે. થેફ્ટ એટલે ચોરી. જ્યારે વિરોધીઓ 'લૂટ' (લૂંટ) શબ્દનો ઉપયોગ કરે છે. આનાથી ઉપર ચઢે એવો શબ્દ છે ડૅકોઈટી(ઘચર્બૈાઅ). ડૅકોઈટી એટલે ધાડ. આમ તો કોઈનું છીનવી લેવું- એવા અર્થના શબ્દો પણ શબ્દ શબ્દમાં ફેર.
ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દો 'થેફ્ટ' એટલે ચોરી, ચોરીનો માલ; 'લૂટ' એટલે લૂંટ અને 'ડૅકોઈટી' એટલે સશસ્ત્ર ધાડ. ધાડ પણ આમ તો લૂંટ જ પણ લૂંટનારા પાંચ કે તેથી વધારે હોય તો એ ધાડ કહેવાય. રામમંદિરમાં જે થયું એ ડૅકોઈટી તો નથી જ. હવે પ્રશ્ન એ થાય કે અહીં લૂંટ શબ્દનો ઉપયોગ કરવો ઠીક છે? મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર 'લૂટ' એટલે મોટા પાયે લૂંટ ચલાવવી, હિંસા અથવા ભ્રષ્ટાચાર દ્વારા લૂંટ ચલાવવી; ખાસ કરીને યુદ્ધમાં બળજબરીથી કબજે કરવું અને લઈ જવું. રામમંદિરમાં હિંસા કે બળજબરી તો થઈ નથી. પણ હા, અહીં કર્તાહર્તાઓનો આચાર ભ્રષ્ટ ચોક્કસ છે. જાહેર સેવા સાથે સંકળાયેલા લોકોનો ગેરકાયદેસર અંગત નફો એ લૂંટ જ છે. 'ચોરી' શબ્દ યોગ્ય લાગે પણ 'લૂંટ' શબ્દ પણ ખોટો નથી. આમ પણ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આપણી આસ્થા ઉપર ઘાત થાય તો લૂંટ શબ્દ બરાબર ગણાય. અહીં રાજકારણની વાત હું નથી કરતો. અહીં એક કરોડ હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે. સરકારે જવાબ દેવો તો પડશે.
'લૂટ' શબ્દ સંસ્કૃત મૂળનો છે. આ શબ્દની શરૂઆત સંસ્કૃતના 'લોપ્ત્રમ્' (લ્યાૃહ્વ્ઊંશ્ર) અથવા 'લુણ્ઠ્' (લ્ઢઙ્ખક્ર) ધાતુ પરથી થઈ છે, જેનો અર્થ 'ચોરીનો માલ' અથવા 'લૂંટવું' થાય છે. ગુજરાતીમાં આપણે તેને 'લૂંટ' અને હિંદીમાં 'લૂટ' (લ્હદ્બ) કહીએ છીએ. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓએ આ દેશી શબ્દ અપનાવ્યો, જે સને ૧૭૮૮માં પ્રથમ વખત ઇંગ્લિશ ડિક્શનરીમાં નોંધાયો. ઇંગ્લિશ શબ્દ 'લૂટ' ક્યારેક હળવી રમૂજનાં અર્થમાં પણ વપરાય છે. 'બ્લેક ફ્રાઈડે સેલ હતું અને જુઓ, આ જુઓ મારી લૂટ'. અહીં સસ્તામાં મળી ગયેલા માલ વિશેની બડાશ મારવાનો હેતુ છે. આમ તો સાવ બિનજરૂરી ખરીદી પણ સસ્તામાં ખરીદવાની પણ એક મઝા હોય છે. છૂટક લૂંટ માનસિક ડિપ્રેશન(ઉદાસીની બીમારી)માં રાહત આપે છે! લૂટ શબ્દ સાવ નાની તુચ્છ વસ્તુ માટે પણ મજાકમાં વપરાય છે. ઓફિસમાં મારી ચાનું મગ ખોવાય જાય તો હું કહું કે 'હૂ લૂટેડ માય ફેવરિટ મગ ફ્રોમ ધ ડેસ્ક?' ગુજરાતીમાં 'લૂંટ' શબ્દ મોંઘા ભાવના માલના વેચાણનાં અર્થમાં પણ વપરાય છે. શાક વેચનાર ગરીબ બકાલી ટામેટાં થોડા મોંઘા આપે તો ગૃહિણી એને કહે કે 'શું લૂંટવા બેઠા છો?' એ જ ગૃહિણી સ્ટારબક્સમાં નવસો રૂપિયાની કોફી પીએ ત્યારે એ એનું સ્ટેટસ સીમ્બોલ છે. કોઈ લૂંટી જાય છે. કોઈ લુંટાઈ જાય છે.
લૂંટ ક્યારેક જાયજ ય હોઈ શકે. અમેરિકન પુરાત્ત્વશાસ્ત્રી સારા પરકાક માને છે કે 'લૂંટફાટ એ આર્થિક તકોની અછત દર્શાવે છે - સાચું કહું તો, જો આપણા પરિવારનું અસ્તિત્વ તેના પર નિર્ભર હોય, તો આપણે પણ એવું જ કરીએ'. અમેરિકામાં કેટરિના વાવાઝોડું આવ્યું ત્યારે મીડિયાના પક્ષપાતી વલણ સામે અમેરિકન રેપ્પર ગીતકાર કેન્યે વેસ્ટએ લાઈવ ટેલિવિઝન પર ટિપ્પણી કરી હતી કે 'જો આવી તબાહીમાં ખાંખાંખોળા કરતા કોઈ અશ્વેત પરિવારને તમે જુઓ, તો તેને લૂંટફાટ કહેવાય, પરંતુ જો તે કોઈ શ્વેત પરિવાર એવું કરે તો તેઓ ખાવાનું શોધી રહ્યા છે, તેવું દર્શાવાય'. લૂંટફાટ પણ રંગભેદી હોય છે પણ આ તો ખાસ સંજોગો થયા. રામ મંદિર દાનપેટી લૂંટમાં લૂંટનારાઓને આર્થિક તકોનો અભાવ ગણીને એને છાવરવાની વાત અસ્થાને છે.
વાત રામમંદિરની છે. વાત લૂંટની છે. આપણા લોકભજનના શબ્દો છે ઃ વાલીયો લૂંટારો બેઠો વાટ પાડીને, જંગલના કેડા રોકીને રે…નારદજી આવ્યા ત્યારે જ્ઞાાન એને દીધું, 'રામ' નામ મુખે ગોખીને રે…પાપ તારાં પંખીડાં નહિ રે વહેંચાય, તું તો પૂછી જોને ઘેર જઈને રે…પરિવારે ના પાડી ત્યારે આંખડી ઉઘડી, પડયો નારદના પાયે જઈને રે…રાફડો બંધાયો એના રોમેરોમમાં, તપ એવું કીધું એણે ધારીને રે…વાલીયો મટીને બન્યા ઋષિ વાલ્મીકિ, રામાયણ દીધી એણે રચીને રે…આશા રાખીએ કે રામ મંદિરની દાનપેટીના લૂંટારાઓ 'મરા' 'મરા' બોલતા બોલતા 'રામ' 'રામ' બોલતા થઇ જાય. એ વાત અલબત્ત નક્કી છે કે આ દાનચોરી કે દાનલૂંટ બૃહદ હિંદુ આસ્થા સામે વજ્રઘાત છે. છે જ.
શબ્દશેષ
'જેમને ખજાનાની રક્ષા માટે રાખવામાં આવે છે, તેઓ જ ઘણીવાર તેને લૂંટી લે છે.' - અજ્ઞાત









