Shatdal

અનુકૂળ વ્યવસાયની પસંદગી ફેરીયામાંથી કરોડપતિ

By GS Team
18 Aug 20265 mins read
અનુકૂળ વ્યવસાયની પસંદગી ફેરીયામાંથી કરોડપતિ
  • કરોડપતિ થવા માટે ભાગ્ય સાથે બીજા યોગો પણ મહત્ત્વના છે. કોઈપણ કાર્ય માટે નૈતિક જુસ્સો અને સાહસની જરૂર છે. ઘણા લોકો આડેધડ સાહસ કરતા હોય છે અને પછી પ્રશ્ચાતાપ અનુભવતા હોય છે. પરાક્રમ સ્થાનમાં રહેલા ગ્રહો કે દ્રષ્ટિ કરતા ગ્રહો જ સાહસ કરવા પ્રેરણા આપે છે.

મો ટો ભવ્ય બંગલો હોય, બંગલાની ચારેબાજુ રંગબેરંગી ફુલોથી શોભામાં વૃદ્ધિ થતી હોય, કંપાઉન્ડમાં ચાર-પાંચ પરદેશી ગાડીઓ પડી હોય, અનેક નોકર ચાકર હોય, બેંકમાં કરોડો રૂપિયાની થાપણો પડી હોય… આવાં સપનાં ઘણા લોકો ઊંઘતા કે જાગતા જોતા હોય છે. લોકોની મહત્વાકાંક્ષા સ્વપ્નમાંથી સાકાર થતી જોવા મળી છે. કરોડપતિના ઘેર જન્મ લેનાર જન્મથી જ કરોડપતિ હોય તે સ્વાભાવિક છે, પણ ગરીબના ઘેર જન્મ લેનાર કરોડપતિ બન્યા હોય તેવા ઘણા દાખલા છે. ((જમીન પ્રમાણે ખેતીવાડી કરવાથીં વધુ ખેતપેદાશ કરી શકાય, તેમ વ્યવસાયમાં પણ ગ્રહોને અનુકૂળ યોગ્ય ધંધાની પસંદગી હોય તો સફળતા મળે છે.)) રાતોરાત કરોડપતિ થતા પણ જોયા છે. ક્યાં ગ્રહોને કે યોગોને લીધે આવું શક્ય બને છે તેજોઈએ.
કુંડળીમાં સર્વપ્રથમ ભાગ્યસ્થાન મહત્વનું છે. ભાગ્ય વગરનો નર પશુ સમાન છે એ કહેવત ખોટી નથી. ભાગ્યસ્થાનનો માલિક ઉચ્ચ, શુભસ્થાનમાં યોગકારક કે શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો ભાગ્ય વધુ બળવાન થાય છે. ભાગ્યેશ તેમજ ભાગ્યસ્થાન પર જે ગ્રહની દ્રષ્ટિ હોય તે પ્રમાણે ભાગ્યોદય થાય છે. માની લો કે મંગળ ૨૮મા વર્ષે અને શનિ ૩૬માં વર્ષે ભાગ્યોદય કરાવે છે. પ્રબળ ભાગ્યવાળા અનેક વિટંબણાઓમાં પણ સફળતા મેળવતા હોય છે. ભાગ્યથી જ સર્જન થાય છે.
કરોડપતિ થવા માટે ભાગ્ય સાથે બીજા યોગો પણ મહત્ત્વના છે. કોઈપણ કાર્ય માટે નૈતિક જુસ્સો અને સાહસની જરૂર છે. ઘણા લોકો આડેધડ સાહસ કરતા હોય છે અને પછી પ્રશ્ચાતાપ અનુભવતા હોય છે. પરાક્રમ સ્થાનમાં રહેલા ગ્રહો કે દ્રષ્ટિ કરતા ગ્રહો જ સાહસ કરવા પ્રેરણા આપે છે. સાહસ માટે શૂરવીરતા આપનાર ગ્રહ મંગળ છે, જે પરાક્રમ સ્થાનનો કારક છે. મંગળ પ્રબળ હશે તો નૈતિક તાકાતને લીધે શૂન્યમાંથી સર્જન થઈ શકતું હોય છે. પોતાની મહત્વકાંક્ષાના સંકલ્પો પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી માણસ પોતાના દૃઢ મનોબળથી વળગી રહે છે અને સફળતા મેળવીને જ જંપે છે.
આ બંને સ્થાન પ્રબળ હશે છતાં સૂર્ય અને ચંદ્ર નિર્બળ હશે તો, કોઈપણ કાર્ય માટે પ્રેરણા ઉત્તેજીત નહીં થાય. મન નેગેટીવ વિચારો તરફ ધકેલાયા કરશે. સૂર્ય અને ચંદ્ર આત્મા અને મનકારક ગ્રહો શુભ યોગમાં હોવા જોઈએ. કોઈ પણ ગ્રહો ત્રિકોણમાં, કેન્દ્રમાં કે શુભ યોગમાં પ્રબળ થાય છે. સાથે કોઈ યોગ થતો હોય, જેવા કે 'ગજકેસરી' યોગ, તો ચંદ્ર વધુ પ્રબળ થાય છે. આવા યોગોને લીધે નિર્ણયશક્તિ પ્રબળ બને છે. સમયસૂચકતા વાપરી યોગ્ય નિર્ણય લઈ શકાય છે. આ બંને ગ્રહો નૈતિક તાકાતને વધુ મજબુત કરતા હોય છે. અગમચેતનતા સન્માન અને સ્વતંત્ર વિચાર શક્તિ આ ગ્રહોને જ આભારી છે.
પાંચમું સ્થાન લક્ષ્મી સ્થાન છે. આ સ્થાન પરથી લોટરી, જુગાર, શેર, સટ્ટાથી લાભ થશે કે કેમ તે જાણી શકાય છે. સાથે ધનસ્થાન અને લાભસ્થાન પ્રબળ હશે તો મોટી લોટરી કે સટ્ટાથી કરોડો રૂપિયા મળવાના થાય અને આ રીતે પણ કરોડપતિ બની શકાય. મંગળ-શનિ-ચંદ્રના સંબંધ થતા હોય તો ખેતીવાડીની જંતુનાશક દવાઓનું વિતરણ કે ઉત્પાદન, મંગળ-ગુરૂના સંબંધ થતા હોય તો અનાજની લે-ેવેચની મોટી પેઢી, મંગળ-બુધ-શુક્રનો સંબંધ ખેતીવાડીના સાધનોનુ એક્સપોર્ટ -ઈમ્પોર્ટ તથા મંગળ-શુક્રનો સંબંધ રેસ્ટોરન્ટના ક્ષેત્રમાં લાભ આપે છે.
આ રીતે ગુરૂ પ્રબળ હોય તોજજો, ડોકટરો, વકીલો જેવા જ્ઞાનના ઉપાસકો નામાંકિત બને છે અને પુષ્કળ કમાઈ શકે છે. વકીલોની કુંડળીમાં સૂર્ય-બુધની યુતિ અને બુધ-સૂર્યના અંશ કરતા આગળ હોય તો બુદ્ધિચાતુર્યથી સફળતા મેળવતા હોય છે. શુક્ર-બુધ-ગુરૂના સંબંધ થતા હોય તો ડોકટર સારા કન્સલટન્ટ બને છે. મંગળ-ગુરૂ-શુક્રવાળા ડોકટરો સારા સર્જન થાય છે. મંગળ-શુક્ર-શનિના સંબંધવાળા આયુર્વેદિક ડોકટરો થાય છે. મંગળ-સૂર્ય-બુધની યુતિવાળા વકીલો ક્રિમિનલ લાઈનમાં હોય છે. ગુરૂ-સૂર્ય-બુધની યુતિવાળા સિવિલ લાઈનમાં હોય છે. સેલ્સટેક્ષ કે ઈન્કમટેક્ષવાળા વકીલોમાં આ ગ્રહો અચુક જોવા મળ્યા છે. ગુરૂથી થતો હંસયોગ કે બુધથી થતા ભદ્રયોગવાળા નામાંકિત બને છે, અઢળક નાણાં કમાય છે.
આજે લોકો કરોડપતિ થવા માટે બેંકોમાંથી કે ફાયનાન્સરો પાસેથી મોટી લોનો લઈને ઉદ્યોગો સ્થાપતા હોય છે, પણ ઉદ્યોગો સ્થાપતા પહેલાં જાણી લો કે તમારી કુંડળીમાં શનિ-મંગળ યોગકારક છે કે કેમ. શનિથી થતો શશયોગ તેમજ મંગળથી રૂચકયોગ અતિ મહત્ત્વના છે. ઉદ્યોગો પર આ બંને ગૃહોનું પ્રભુત્વ છે. ઉપરોક્ત યોગો હોય અને શનિ-મંગળ પ્રબળ હોય તો જે ગ્રહ સંબંધમાં આવે તે ગ્રહના ક્ષેત્રના ઉદ્યોગથી સફળતા મળે છે.
શુક્ર સંબંધમાં આવતો હોય તો ટેક્ષટાઈલ પાવરલુમના ક્ષેત્રથી કે કોસ્મેટિક્સ ઉદ્યોગમાં સફળતા મળે છે. ચંદ્ર સંબંધમાં આવતો હોય તો પેટ્રોકેમિકલ, કેમિકલ, ઠંડાં પીણાં કે આઈસક્રીમના ઉદ્યોગમાં સફળતા મળે છે. ગુરૂનો સંબંધ થતો હોય તો મશીનરીના પાર્ટસના ઉત્પાદનથી લાભ થાય છે. ગુરૂ, બુધ અને સૂર્યના સંબંધ થતા હોય તો ઈલેકટ્રોનિક અને ટેકનોલોજીના ઉદ્યોગમાં સફળતા મળે છે.
મોટા ઉદ્યોગથી જ કરોડપતિ થવાય એ વાત વાહિયાત છે. વગર મૂડીએ પણ કરોડોમાં આળોટનારાઓ તમે પણ જોયા હશે. ફિલ્મી સિતારાઓને ચમકદમક આપનાર ગ્રહ શુક્ર છે. કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રબળ હોય અને શુક્રથી નવમું સ્થાન પ્રબળ હશે તો તે માણસને જાજરમાન અદાકાર બનાવે છે અને પ્રસિદ્ધિ અપાવે છે. જેનો કોઈ ભાવ નહોતું પૂછતું એે રાતોરાત કરોડોમાં રમતા થઈ જાય છે. ભલે એમને કલાની સુઝ ન હોય.
શુક્ર સાથે મંગળ ગ્રહ હશે તો કલાની સુઝબુઝ આપશે. શુક્ર અને બુધ-ગુરૂના સંબંધ થતા હશે તો ફિલ્મ કે હીરા ઉદ્યોગમાં રોકાણ કરી કરોડો કમાવી શકાતા હોય છે. શુક્ર સાથે બુધના સંબંધો હોય તો સારી લેખન વૃત્તિ આપે છે. આપણે ઘણા ફિલ્મલેખકો કે અખબારોમાં લખતા લેખકોને જાણીએ છીએ કે તેમના નામે ઉપાડ થતો હોય છે. માલ-પયોગમાં શુક્ર વધુ પ્રબળ થાય છે.
રાજકારણ એ પણ ધંધો થઈ ગયો છે. ગુરુ-મંગળ અને સૂર્ય પ્રબળ હશે તા, રાજકીય ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. સત્તા મળ્યા પછી કરોડોપતિ થતા વાર નથી લાગતી. ઉચ્ચ અધિકારીઓની કુંડળીમાં આવા યોગો હોય તો તેઓ પણ કરોડપતિ થતા હોય છે. જોકે ગુરૂ-શનિ-મંગળ ભષ્ટ બનાવે છે.
સૂર્ય-ચંદ્ર અને ગુરૂ દૂષિત હશે અને ઉપરોક્ત સ્થાન પ્રબળ હશે તો કરચોરી, સ્મગલિંગ, લૂંંટફાટ, છેતરપિંડીથી કરોડોપતિ થઈ જતા હોય છે. ધંધામાં અનુકરણ કરવા કરતાં ગ્રહોને અનુકૂળ ધંધામાં પડો તો સફળતા અચૂક મળે.