Shatdal

કોણી પરની કાળાશના કારણો અને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

By GS Team
31 Aug 20263 mins read
કોણી પરની કાળાશના કારણો અને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય
  • કોણીની ત્વચા શરીરના અન્ય અંગોની ત્વચા કરતાં થોડી સખત હોય છે. કોણી સતત વળતી રહેતી હોય છે, તેમ જ ટેબલ પર કોણી મુકીને બેસવાની આદતથી કોણીની ત્વચા ઘસાતી હોય છે. ઉપરાંત કોણી પર મૃત ત્વચા પણ વધુ જમા થતા હોવાથી કોણીની ત્વચા રૂક્ષ અને કાળી પડવાની શરૂ થઈ જાય છે.

કોણીની ત્વચા કાળી થવાના સામાન્ય કારણો અને નિવારણ :
ઘસાશે અને દબાણ
ટેબલ પર અથવા તો હાર્ડ સરફેસ પર કોણી ટેકવીને બેસવાથી અવા ઊભા રહેવાથી ત્વચા ઘસાતા જતાં ધીમે ધીમે સખત થઈ જતી હોય છે અને સમયાંતરે ત્વચા કાળી પડવા લાગે છે. તેથી જ્યારે પણ ટેકો લેતી વખતે કોઈ જાડા કપડાને કોણી નીચે રાખવું. બજારમાં આના માટે એલ્બો પ્રોટેક્ટર પણ મળે છે.
રૂક્ષ ત્વચા
કોણીની ત્વચામાં ઓઈલ ગ્લેન્ડ હોય છે તેથી એનો હિસ્સો રૂક્ષ હોય છે. તેથી આ ત્વચાની રૂક્ષતા ઓછી કરવા માટે ત્વચાને મોઇશ્ચરાઈઝ રાખવી, સખત સાબુનો ઉપયોગ ન કરવો.
મૃત ત્વચા
કોણીની ત્વચા પર ડેડ સેલ્સ જલદી જમા થઈ જતા હોય છે. તેને સ્ક્રબરથી દૂર કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો કોણીની ત્વચા પર ડેડ સેલ્સના પડ થતા જાય છે અને ત્વચા જાડી અને કાળી પડતી જાય છે. તેથી અઠવાડિયામાં એક વખત કોણીને સ્ક્રબ અથવા એસ્ફોલિએટ કરવી.
તડકો
તડકાના કારણે ત્વચા પર યૂવી કિરણો પડવાથી કોલેનિન વધુ પ્રમાણમાં બને છે જેથી કોણીની કાળાશ વધી જાય છે. આમ થતાં અટકાવવા શરીરના ખુલા હિસ્સા પર સનસ્ક્રીન લગાડવું જરૂરી છે.
હોર્મોનમાં બદલાવ
હોર્મોનમાં બદલાવના કારણે શરીરના અમુક હિસ્સામાં મેલેવિન બનવાનું પ્રમાણ વધી જતું હોય છે જેમાં કોણી પણ સામેલ છે. મેનોપોઝ થાયરોડ, ગર્ભાવસ્થા તેમજ હોર્મોન્સના પ્રમાણમાં વધ-ઘટ થતી જોવા મળતી હોય છે.
મેદ
શરીરમાં ચરબીના મેદ જામવાને કારણે ઇન્સ્યૂનિન જમા થવા લાગે છે તેથી શરીરના કોઈકોઈ હિસ્સા કાળા પડવા લાગે છે. જેમાં કોણી, ગરદન, ઘૂંટણની ત્વચા કાળી થતી જોવા મળે છે.
કોણીની ત્વચાની કાળાશ દૂર કરવાના નિવારણ :
એલોવેરા
એલોવેરાના પાનને ધોવા જેથી તેમાં પીળો રસ નીકળી જાય. આ પછી તેની કોણી પર રગડવું અને આ જેલને અડધો કલાક પછી ધોઈ નાખવું.
બટાટાનો રસ
બટાટાનો ખમણી અથવા મિક્સરમાં વાટી તેનો રસ કાઢવો. આ રસમાં એન્જાઈમ હોય છે જે ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં સહાયક છે. આ ૧૫ મિનિટ સુધી કોણી પર લગાડી રાખીને ધોઈ નાખવું.
ઓટમીલ સ્ક્રબ
ઓટમીલને દહીં અથવા દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવીને કોણી પર રગડવાથી કાળાશ દૂર થાય છે. જો કે વધુ દબાણ આપીને રગડવું નહીં, આમ કરવાથી ત્વચાની કાળાશ વધવાની શક્યતા રહે છે.
દહીં
દહીંમાં બેકિટક એસિડ સમાયેલું હોય છે, જે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. એક ચમચો દહીમાં એક નાનો ચમચો મધ ભેળવીને પેસ્ટ બનાવી કોણી પર લગાડવું અને ૧૫-૨૦ મિનિટ પછી ધોઈ નાખવું.
કોપરેલ
રૂક્ષ ત્વચાને કારણે કોણી કાળી પડતી હોય તો નિયમિત કોપરેલથી કોણી પર મસાજ કરવાથી વધુ કાળાશ થતી અટકી જશે.