ભજન ક્લબિંગ: આગ લગે બસ્તી મેં, પીએમ અપની મસ્તી મેં

- જ્યારે આખો દેશ ચૂંટણી પ્રક્રિયામાં થયેલા ગોટાળા, ખાડે ગયેલા શિક્ષણતંત્ર, અનામત પ્રથાના મામલે ફેલાયેલા અસંતોષ જેવા કેટલાય પ્રશ્નોમાં સળગી રહ્યો છે ત્યારે જનતા સાથે સંવાદ કરવાને બદલે દેશના વડાપ્રધાન હાથમાં ખંજરી લઈને ભજન કરી રહ્યા છે…
તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય પાર્કમાં યોજાયેલા ભજન ક્લબિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ દીનદયાળ ઉપાધ્યાયની ૧૧૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ હતી. મોદી અગાઉ પણ ભજન ક્લબિંગને 'ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની મોડર્ન રજૂઆત' તરીકે વખાણી ચૂક્યા છે. ભજન ક્લબિંગમાં, ટૂંકમાં, પરંપરાગત ભજનોને આધુનિક સંગીત, લાઇવ પરફોર્મન્સ અને કોન્સર્ટ જેવી વાઇબ સાથે રજૂ કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં આવેલા જેન-ઝી ભજનો સાથે ગાતા, તાળીઓ પાડતા અને નાચતા હતા. મોદીજી પહેલી જ હરોળમાં બેઠા બેઠા ખંજરી વગાડતા હતા. પછી એમણે સોશિયલ મિડીયા એક્સ પર ઇવેન્ટની તસવીર શેર કરીને લખ્યું : 'ભજન ક્લબિંબ ઇન દિલ્હી. સ્પેક્ટેક્યુલર!' સોશિયલ મિડીયા પર લોકોએ પછી ખૂબ કમેન્ટ્સ કરી, જે જરાય સ્પેક્ટેક્યુલર નહોતી. વેલ, ઓલમોસ્ટ.
પબ્લિક સે બહોત બજવા લિયા. અબ ખુદ બજાઓ. બજાતે રહો…!
બસ, હવે ભજન કરવાનું જ બાકી રહી ગયું છે.
મોદીજી, ગમે એટલાં ભજન કરી લો, મન શાંત નહીં થાય. એના માટે સારાં કર્મ કરવા પડે.
પૈરોં મેં ઘુંઘરું ભી બાંધ લેતે…
સાચ્ચે, નરેન્દ્ર મોદી પોતાના અલગ જ નોન-બાયોલોજિકલ પેરેલલ યુનિવર્સમાં જીવે છે…
બધી કમેન્ટ્સ વાંચ્યા પછી મને એક વિચાર આવ્યો કે આજે સવર્ણ સમાજ મોદીજીનો વિરોધ કરી રહ્યો છે, પણ હું સવર્ણ સમાજને પૂછવા માગું છું કે જો મોદીજીને હટાવી દેશો, ભાજપને હરાવી દેશો તો બીજી કોઈ એવી પાર્ટી છે ખરી જેની પાસેથી આશા રાખી શકાય? આજે કયો પક્ષ, કયો નેતા સવર્ણ સમાજના સપોર્ટમાં ઊભો છે? ભાઈઓ, સમજ્યાવિચાર્યા વગર મોદીજીનો વિરોધ ન કરો. મહેરબાની કરીને નક્સલી ડાબેરીઓના ષડયંત્રથી બચો.
યુજીસી રોલ બેક. એસસી-એસટી-રોલ બેક. યુજીસી કાળો કાયદો પાછો ખેંચો. અનામત આર્થિક સ્થિતિના આધારે આપો, જાતિના આધારે નહીં. ભારતની પ્રતિભાઓનો આદર કરો. આ બધું થશે તો જ ભારત વિકસિત રાષ્ટ્ર બની શકશે. પ્રતિભા બચશે તો દેશ બચશે. જય ભવાની… જય પરશુરામ…
નરેન્દ્ર મોદી આજકાલ જેન-ઝી સાથે વધારે દેખાય છે. એમને હવે ખબર પડી ગઈ છે કે સોશિયલ મિડીયાના આલ્ગોરિધમ કઈ રીતે કામ કરે છે.
૧૯૮૯ પછી ખરેખર લાગતું હતું કે ભાજપ સનાતન ધર્મમાં ફેલાઈ ગયેલા જાતિવાદના સડાને ખતમ કરી નાખશે, બધાને સમાન અધિકાર આપશે. ભારતની જનતાએ તન-મન-ધનથી સપોર્ટ કરીને ભાજપને ૨૦૧૪માં આખરે દિલ્હીના તખ્તા પર બેસાડી જ દીધો… પણ હવે લાગે છે કે આપણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. જેમને રાજપાટ સોંપ્યું હતું એ રાજધર્મ છોડીને માત્ર પોતાના ઉત્થાનમાં વ્યસ્ત થઈ ગયા છે. આરક્ષિત જાતિના લોકો પોતાની જાતિ અને અનામતના જોરે આગળ વધતા રહે છે. 'વસુધૈવ કુટુંબકમ્'નું સૂત્ર માત્ર સામાન્ય પરિવારોને જ લાગુ પડે છે તે હવે સાબિત થઈ ગયું છે. 'બટોગે તો કટોગે' સૂત્ર આપીને સનાતનીઓમાં ભય પેદા કર્યો ને પછી પોતે જ સનાતનીઓમાં ભાગલા પાડવા લાગ્યા.
આ જે ભજન ક્લબિંગ કરી રહ્યાં છે એ છોકરા-છોકરીઓના મોઢાં પરથી એવું નથી તેઓ સ્વેચ્છાએ નહીં, પણ ક-મને આવ્યાં છે? ભાજપની રેલીઓમાં પણ આવું જ બધું હોય છેને' ગોઠવાયેલું અને પીઆર માટે કામ આવે એવું.
ખંજરી વગાડવાની પ્રેક્ટિસ કરી લો, મોદીજી. બહુ કામ આવશે.
ડર કા માહૌલ… ભજન યાદ આ ગયા.
પણ ભજન ક્લબિંગમાં ખોટું શું છે? મોદીજીને ફાલતુ કમેન્ટ્સથી કશો ફરક પડતો નથી.
પછી કહેશે કે વડાપ્રધાનની કોઈ રિસ્પેક્ટ કરતા નથી. ક્યાંથી કરે?
પોતાના ડર અને ફ્રસ્ટ્રેશનને ઢાંકવાનો અને જેન-ઝી સાથે દેખાવાનો આ નિષ્ફળ પ્રયાસ છે.
આ ભજન ક્લબિંગ કઈ બલા છે? કાં ભજન કરવાના હોય, કાં ક્લબમાં જઈને નાચવાનું હોય. બેયને ભેગાં કેમ કરો છો? નમકીન ખીર જેવું કશું હોય?
IIT માં હ્યુમેનિટીઝના નામે આ શું ડિંડક ચાલી રહ્યું છે?
(૧) ન્યુક્લિયર બોમ્બનો આઈડિયા એ હિન્દુ રાષ્ટ્રનો અભિગમ છે કે જે બીજા પર રાજ કરવા, બીજાને દબાવવા ભારતના વૈજ્ઞાનિકો અમેરિકાના ખ્રિસ્તીઓ જોડેથી શીખ્યા છે
- સુહિતા ભટ્ટાચાર્યજી, IIT હૈદરાબાદ
(૨) બેંગ્લોરમાં ટ્રાન્સજેન્ડર મેનને થતા અનુભવોનું સંકલન - આગાજા પુરાયીલ, IIT બોમ્બે
(૩) રેપ એ હિન્દુ સમાજ વ્યવસ્થામાં
સહજ છે - પ્રિયંકા ત્રિપાઠી, IIT પટના,
બીદિશા પાલ, IIT ધનબાદ
(૪) ક્વિર ડેટિંગ (LGBTQ રીલેશનશીપ)માં સેફ રહેવાની સ્ટ્રેટેજીઝ - ચંદન બોઝ, IIT હૈદરાબાદ
(૫) રોહિંગ્યાઓના માઇગ્રેશન પાછળ રહેલું માનવતાનું દર્દ - ગઝલ ખાન, IIT રૂરકી
(૬) લેસ્બિયન: શક્તિ (દેવી)નો ઓલ્ટરનેટીવ સોર્સ - છંદિતા દાસ, IIT પટના
(૭) જેન્ડર અફમગ કેરની માનસિક અસરો - ગરિમા શ્રીવાસ્તવ, IIT ભીલાઈ
આ વિષયો પર IIT માં અભ્યાસો થઈ રહ્યા છે અને માસ્ટર ઓફ ફિલોસોફી અને ડોક્ટર ઓફ ફિલોસોફી જેવી ડિગ્રીઓ અપાઈ રહી છે.
વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં શિક્ષણનો હવાલો સંભાળતા જોગેન્દ્ર સિંહે IIT માટે નલિની રંજન સરકારની અધ્યક્ષતામાં સરકાર કમિટી બનાવી હતી. એ કમિટીના સભ્યો એવા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચના પ્રથમ ડાયરેક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના ડાયરેક્ટર જે. સી. ઘોષ અને ઇન્ડસ્ટ્રિયલીસ્ટ એ. ડી. શ્રોફ દ્વારા માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને, સ્થાનિકોનાં હિતોને ધ્યાનમાં રાખીને આપણી પરંપરા પ્રમાણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કરે એવા એન્જીનિયરો બહાર પડે એ માટે હ્યુમેનિટીઝના વિષયો એન્જીનીયરીંગની જોડે ભણાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. ૧૯૯૩ સુધી ફક્ત હ્યુમેનિટિઝના બે સબ્જેક્ટ જ ભણાવવામાં આવતા હતા. ૧૯૯૩થી એન્જીનીયરીંગ જોડે હ્યુમેનિટિઝની ડિગ્રી પણ આ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયુટમાં શરૂ થઈ. કોઈ NID કે IIM હ્યુમેનિટિઝની ડિગ્રી આપતી નથી.
આ હ્યુમેનિટિઝના સબ્જેક્ટમાં ભણાવવાવાળા મોટા ભાગના લોકો નહાવાના દુશ્મન હોય છે. ખાદીના કુર્તા પર શબનમ બેગ ભરાવીને ફરતા રહે છે. તેઓ મોટી બીંદી લગાડે છે અને સુતરાઉ સાડી પહેરે છે. જે લોકો ટેકનોલોજીના દુશ્મન છે એમને જ કોણ જાણે શા માટે ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયુટમાં ઘુસાડવામાં આવ્યા. આ લોકો વિધાર્થીઓમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાના બદલે ડફલીઓ લઈ વિરોધ કરવાના અભિગમ ડેવલપ કરે છે
કોઈ એવી ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયુટ જોઈ છે કે જ્યાં એટોમિક એનર્જીનો વિરોધ થતો હોય? કોઈ વ્યક્તિ લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર હોય તો એનો વિરોધ નથી, પણ આ બધાનો ટેકનોલોજી સાથે કોઈ સંબંધ છે?
ટેકનો લોજીકલ રિસર્ચ માટેનું ફંડ હ્યુમાનિટીઝના રિસર્ચ પાછળ વપરાઈ રહ્યું છે
હ્યુમેનિટીઝના સ્ટુડન્ટ્સ એન્જીનીયરીંગના સ્ટુડન્ટ્સ સાથે કેમ્પસમાં બધી ફેસિલિટી શેર કરતા હોય છે અને એના લીધે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીયરીંગ, મેથ્સના સ્ટુડન્ટ્સને પણ પોલિટિકલ એક્ટિવિઝમની ચળ ઉપડે છે
IIT, IIM જેવી પ્રીમિયર ઇન્સ્ટિટયુટ ડફલીઓ વગાડી 'આઝાદી… આઝાદી'ના રાગડા તાણવા માટે નથી પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે છે.




