Shatdal

એક નવા નવા પપ્પાનો ઓનેસ્ટ રિવ્યુ

By GS Team
18 Aug 20262 mins read
એક નવા નવા પપ્પાનો ઓનેસ્ટ રિવ્યુ
  • રાપ્ચીક રીલ
  • આ મોડલમાં એક બિલ્ટ-ઇન એલાર્મ સિસ્ટમ પણ છે. આ એલાર્મ ગમે ત્યારે વાગે છે, ખાસ કરીને મધરાતે બે વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યાની વચ્ચે.

મેં આ પ્રોડક્ટનો ઓર્ડર તો ૨૦૨૫માં આપ્યો હતો, પણ મને મળ્યું ૨૦૨૬નું મોડલ, કારણ કે મેન્યુફેક્ચરર ફક્ત મેઇડ-ટુ-ઓર્ડર પ્રોડક્ટ જ બનાવે છે. તમે શિપિંગ વગેરે ગણો તો સમજોને કે પ્રોડક્ટ મારા હાથમાં આવતાં નવ મહિના જેટલો સમય થઈ ગયો. મને આ પ્રોડક્ટ તો મળી, પણ એની સાથે મેન્યુઅલ નહોતું. આ પર્શિયન-ઓસ્ટ્રેલિયન હાઇબ્રિડ મોડલ છે, એટલે તે ડયુઅલ-લેંગ્વેજ હાર્ડવર ધરાવે છે. મને જોકે લાગે છે કે અમારે જાતે જ આ હાર્ડવેરને એક્ટિવેટ કરવું પડશે. આ મોડલમાં એક બિલ્ટ-ઇન એલાર્મ સિસ્ટમ પણ છે. આ એલાર્મ ગમે ત્યારે વાગે છે, ખાસ કરીને મધરાતે બે વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યાની વચ્ચે. મેં આખી પ્રોડક્ટ ઉપરથી નીચે જોઈ નાખી, પણ મને એલાર્મ બંધ કરવાનું બટન ક્યાંય ન દેખાયું. વળી, તેનું વોલ્યુમ પણ મેક્સિમમ પર ચોંટી ગયું હતું એટલે હું સેટિંગમાં જઈને અવાજ પણ ધીમો કરી શકતો નહોતો.
આની બેટરી લાઇફ આશ્ચર્ય થાય એટલી મજબૂત છે. બેટરી ક્યારેક આખો દિવસ તો ક્યારેક આખી રાત રિચાર્જ કર્યા વગર ચાલતી રહે છે. મને એ પણ ખબર પડી કે આ બેટરી થોડી થોડી વારે લીક થયા કરે છે. મેં કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક કર્યો તો મને કહેવામાં આવ્યું કે ના, મોડલમાં કશી ખામી નથી, બલ્કે મોડલ ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યું છે કે એની બેટરી થોડી થોડી વારે લીક થયા કરશે. વળી, એ લોકોની નો-રિટર્ન, નો-રિફન્ડ પોલિસી બહુ જ કડક છે, એટલે મારી સલાહ છે કે આ પ્રોડક્ટ ઓર્ડર કરતાં પહેલાં તમારા નજીકના સગાવહાલા કે દોસ્તારની આઈટમ અજમાવી જોજો ને થોડી પ્રેક્ટિસ કરી લેજો.
હું મારી વાત કરું તો આ મેં ખરીદેલી અત્યાર સુધીની બેસ્ટ પ્રોડક્ટ છે. હું તેને પાંચમાંથી પાંચ સ્ટાર આપું છું. ઇન ફેક્ટ, મને તો આ પ્રોડક્ટ એટલી બધી ગમી ગઈ છે કે હું બીજું મોડલ ઓર્ડર કરવાનું વિચારી
રહ્યો છું!

  • રેન્ડી ન્યુમેન
    the.amini.family