Shatdal

ઓલવુમન પેટ્રોલપંપ

By GS Team
28 Jul 20266 mins read
ઓલવુમન પેટ્રોલપંપ
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • ભારતના દરેક કાર્યક્ષેત્રમાં, બહેનો હવે પગરણ માંડી ડંકો વગાડી રહી છે. ભારતમાં મહિલાઓ ચલાવતી હોય તેવા 80 પેટ્રોલપંપો છે

રોનકવર્મા દીબ્દીમાં પેટ્રોલ ભરાવવા પેટ્રોલપંથ પર આવે છે. યુનીફોમ પહેરેલી એક યુવતી પેટ્રોલની પાઈપ લઈને પેટ્રોલ ગાડીમાં ભરવા માટે આવે છે.
ચેતકભાઈ : ઠેહેરીયે, ક્યા કર રહી હો ?
નંદીતા : સર, આપકો કૌનસા પેટ્રોલ ભરાના હૈ ? પ્યોર, યા ઇ૨૦ પેટ્રોલ ?
રોનકભાઈ : કયા ઇ૨૦ પેટ્રોલ… કુછ આતા હૈ કે નહીં ? પયાં કયા કર રહી હો…
દલીલો સાંભળીને પેટ્રોલપંપ મેનેજર બહાર આવે છે.
'સર, આપકો પેટ્રોલપંપ ભરના હૈ તો ભરાઈએ.'
'રોનકભાઈ : મેનેજરકો બુલાઓ.'
લેડીમેનેજર : સર, યે પેટ્રોલપંપકા સબ સ્ટાફ લેડીઝ હૈ. ભરાના હૈ તો ભરાઈએ નહીં તો આગે જાઈએ!
આ કોઈ ચલચિત્ર કે ડોક્યુમેન્ટરી ફીલ્મનો સીન નથી. આ વાસ્તવિકમાં દીલ્હીમાં શાંતિપ્રિય વિસ્તારમાં આવેલો. 'ઓલવુમન'પેટ્રોલપંપ છે, જ્યાં બધો જ મહિલા સ્ટાફ છે. ૨૦૦૨માં ભારતના આ પ્રથમ મહિલા પેટ્રોલપંપની સ્થાપના થઈ હતી.
આજે વાત કરવી છે, પેટ્રોલપંપ પર કામ કરતી, બહેનોની…
આ પછી ભારતમાં ૮૦ મહિલા પેટ્રોલપંપો છે. ઇનડીયનઓઈલ, ભારત પેટ્રોલીયમ, લ્લઁભન્પેટ્રોલીયમ, જુઓ બધી પેટ્રોલપંપની મળીને લગભગ કુલ દસહજારથી વધુ બહેનો સમગ્ર ભારતમાં, પેટ્રોલપંપો પર કામ કરે છે. જેમાં એકલા ભારત પેટ્રોલીયમમાં જ,૬૮૦૦ મહિલાઓ પેટ્રોલપંપની નોકરી કરે છે.
જોઈએ આ પેટ્રોલપંપ પર કામ કરતી મહિલાઓ વિષે, વિસ્તારથી…
મોટેભાગે આ મહિલાઓ અને યુવતીઓ, મહિલા પેટ્રોલ પંપ પર મેનેજર થી માંડી પમ્પ એટેનડન્ટ સુધીનાં કામો કરે છે. છુટીછવાઈ બહેનો પણ પેટ્રોલપંપો પર કામ કરતી જોવા મળે છે. જ્યાં મહિલા અને પુરુષોનો મીશ્ર સ્ટાફ હોય છે.
સામાન્યરીતે આપણું માનસ અને આંખો પુરુષોને જ પેટ્રોલપંપ પર કામ કરતા હોય તેવું માને છે અને જોવા ટેવાયેલા છે. પણ ના, આ મહિલાઓએ પુરુષવર્ગની,આ ક્ષેત્રના વર્ચસ્વની બેડી તોડી છે. હજુ આખો ભારતીય સમાજ આ બદલાવ સ્વીકારી શક્યો નથી.
બેલાગુરુના પેટ્રોલપંપ પર કામ કરતી રૂચાસીંગ જણાવે છે કે, 'અમને આવતા ગ્રાહકોમાં અડધા બીરદાવે છે. તો અડધા ટીકાની દૃષ્ટિએ જુએ છે. જાણે કોઈ એલીયન તરીકે અમે બીજા ગ્રહો પરથી આવ્યા હોઈએ. વિશ્વમાં તો પેટ્રોલપંપ પર કામ કરવું ખૂબ સામાન્ય છે. પણ આપણો સમાજનો અડધો સમાજ હજુ જૂનવાણી વિચારસરણી ધરાવે છે.'
આ પેટ્રોલપંપ પર કામ કરતી મહિલાઓ, માટે બે શીફટ હોય છે. સવારની શીફટ ૬:૩૦ વાગે શરૂ થાય તો ૨:૦૦ વાગે પૂરી થાય અને બીજી શીફટ ૨:૧૫ વાગે બપોરે શરૂ થાય તે રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી હોય છે.
મોટેભાગે પેટ્રોલભરવા માટે યુવતીઓ હોય છે અને મેનેજર અને માલિક તરીકે મહિલાઓ કામ કરે છે.
પેટ્રોલપંપ પર આવતી યુવતીઓ યુનિફોમ પહેરીને આવે છે. તેઓની કામગીરીમાં ફ્યુએલ ડીસપેન્સરથી પેટ્રોલ ભરી આપવાનું, કેશ સંભાળવાનું, ડીજીટલ પેમેન્ટસ, પેટ્રોલ પંપની સલામતી માટેના સાધનોની સંભાળ, પેટ્રોલપંપ પર ટ્રાફીક થઈ જાય તો, માર્ગદર્શન આપવાનું, પેટ્રોલપંપ પર કોઈ ગ્રાહક સીગરેટ વગેરે ના પીએ ને દીવાસળી વગેરેના પડે ને આગ ન લાગે તેનું ધ્યાન રાખવાની કામગીરી કરે છે. ઉપરાંત રોજ આવતા પેટ્રોલ કવોલીટી અને કવોનટીટી તપાસવાની, દરેક પેટ્રોલ ટાંકીના મીટરો, બરાબર ચાલે છે કે નહિ તે જોવાનું, હવા પૂરવાનું સમગ્ર કામ બહેનો કરે છે.
પેટ્રોલપંપ પર કામ કરતી યુવતીઓનું કામ સરળ નથી, એકલી પેટ્રોલની પાઈપો પકડીને કામ નથી કરવાનું હોતું.
આ અંગેની પેટ્રોલપંપ પર કામ કરતી યુવતીઓને મહિલાઓની મુશ્કેલી જણાવતાં નંદીતાદાસ કહે છે કે, અમારે લગભગ આખો શીફટ ઉભા ઉભા જ કામ કરવાનું હોય છે. આથી સખત શારીરિક તાકાત હોવી જરૂરી છે. મોટેભાગે પેટ્રોલપંપો પર જુદા રૂમોની કે બેસવાની સ્ટાફ માટે ખાસ વ્યવસ્થા હોતી નથી.
વધારે મુશ્કેલી પીરીયડના સમયમાં પડે છે કારણકે જનરલ વોશરૂમ જ હોય છે. આથી આ સમયમાં ઘણી તકલીફ રહે છે.
સતત પેટ્રોલ ભરવાને કારણે, પેટ્રોલ ફ્યુમ્સ આ યુવતીઓ અને મહિલાઓને શારીરિક નુકશાન કરે છે. શ્વાસના રોગો લાંબે ગાળે થવાની વકી રહે છે. પગના દુ:ખાવાની પણ લાંબે ગાળે આ નોકરીયાતો ફરિયાદ કરે છે.
આ ઉપરાંત સામાજીક મુશ્કેલીઓ પણ આ પેટ્રોલપંપ પર કામ કરતી બહેનો અનુભવે છે. હજુ આપણો સમાજ પુરુષોને જ પેટ્રોલપંપ પર કામ કરતા જોવા ટેવાયેલો છે આથી ઘણા ગ્રાહકો ઉદ્ધત વર્તન કરે છે, દાદાગીરી કરે છે. (શરૂઆતના દૃષ્ટાંતમાં જોયું તેમ). ઘણા ગ્રાહકો લોલુપ નજરે પણ જુએ છે. જ્યાં જ્યાં યુવાન યુવતીઓ કામ કરે છે ત્યાં ત્યાં આ ગંદકી જરૂર જોવા મળે છે.
મોટાભાગે મહિલા પેટ્રોલપંપ પર કામ કરતી યુવતીઓ નાના ગામોમાંથી આવતી હોય છે. બેઝાક કવોલીફીકેશન દસમું કે બારમું ધોરણ પાસ હોય છે. પોતાના સામાન્ય સ્થિતિના કુટુંબોને આર્થિક ઉર્પાજન કરી, તેઓ મદદરૂપ થાય છે.
પેટ્રોલપંપ પર કામ કરતી મહિલાઓને આ નોકરી આર્થિક સદ્ધરતા આપે છે.
આ અંગે પૂનાના ૩૫ પેટ્રોલપંપની માલીક સુજાતા શાહનું દૃષ્ટાંત જબરજસ્ત છે.
સુજાતા બેન જણાવે છે કે,'સત્તરવર્ષે મારું લગ્ન થયું. પછી બે દીકરીઓ થઈ. અચાનક પતિનું અવસાન થયું અને બીજા પણ જીવનના પડકારો આવ્યા.'મારે જીવનમાં દીકરીઓના ઉછેર માટે અને જીવનનિર્વાહ ચલાવવા આર્થિક ટેકાની જરૂર હતી. એવામાં ઇનડીયન ઓઈલ કંપનીમાંથી પૂનામાં પેટ્રોલપંપ ખોલવા માટેની જાહેરાત આવી. જેમાં મેં એપલાય કર્યું. મારો ઇન્ટરવ્યુ થયો અને મારી પસંદગી થઈ.
પરંતુ એક પેટ્રોલપંપ ખોલવો સહેલો નથી હોતો. મારા અન્ય કુટુંબીજનો, સગાવ્હાલા, મિ૬ોએ મને આ મારા સ્વપ્ન માટે પાગલ ગણી. આ માટે મારે કુલ સરકારી અને બીનસરકારી કરીને ૩૭ ડીપાટમેન્ટમાંથી જુદી જુદી પરવાનગીઓ મેળવવાની હતી. મેં ખૂબ ધીરજ રાખી, તે મેળવી અને પેટ્રોલપંપ ચાલુ કર્યો.
શરૂઆતમાં જ્યારે બધાને ખબર પડે કે આ પેટ્રોલપંપની માલિક મહિલા છે, તો ગ્રાહકો ઓછી પસંદગી ઉતારતા.
પરંતુ કોઈપણ મહિલા કોઈપણ કામ લે છે કે, ખૂબ ચીવટથી, ધીરજથી અને તેને સમર્પીત થઈને કરે છે. બસ આ જ ફોરમ્યુલા મારા પેટ્રોલપંપની કામગીરીની હતી. શુદ્ધપેટ્રોલ, કોઈ મગજમારી નહિ, પેટ્રોલપંપની સ્વચ્છતા વગેરેએ ઘરાકી વધારી.
આજે મારો પેટ્રોલપંપ ૩૫ ભારતના સારામા સારા પેટ્રોલપંપમાંનો એક ગણાય છે.
આમ ભારતના દરેક કાર્યક્ષેત્રમાં બહેનો હવે પગરણ માંડી, ડંકો વગાડી રહી છે.
મહિલા પેટ્રોલપંપની જાણવા જેવી અને ગર્વ લેવા જેવી બાબત તો એ છે કે ચેન્નાઈમાં આવેલી જેલમાં મહિલા કેદીઓ માટે પણ આ જેલના અધિકારીઓ મહિલા પેટ્રોલપંપ ખોલ્યો છે, જેનું નામ છે, 'ઁેડરચન'પુઝલ પેટ્રોલપંપ.
મહિલા કેદીઓના પુર્નવસવાટ માટે આ યોજના કરી છે. જે મહિલા કેદીઓના વર્તન સારું હોય તેને કામગીરી સોંપાય છે. લગભગ અત્યારના સમયમાં ૩૦ મહિલા કેદીઓ આ પેટ્રોલપંપ પર કામ કરે છે.
ભારતીય મહિલાઓ સમાજને જાણે કહી રહી છે, 'અમે ધીરે ધીરે આવીએ છીએ, તમારે સામાજિક બારણા ખોલવા જ પડશે, ખોલવાજ પડશે ને ખોલવાજ પડશે.'પેટ્રોલપંપ પર નોકરી મેળવી અને એક ગુજરાતી પરિવારમાં પેઈંગગેસ્ટ તરીકે રહી. આ પછી તેની પાસે ડીગ્રી હતી, આથી પ્રયત્ન કરી એક કંપનીમાં સારી નોકરી મેળવી. પણ હજુ નસીબની મુસીબતોએ તેનો પીછો છોડયો ન હતો.
જ્યોથીએ સારી કંપનીમાં મધ્યમ જોબ કરીને સ્થીર થઈ રહી હતી ત્યારે કંપનીમાં ઓડીટ થયું અને જ્યોતિ પાસે અમેરીકાની વર્કીંગ પરમીટ ન હોવાને કારણે કંપની તેને છોડવી પડી અને ફરી તેની નોકરી ગઈ, અને એજ રઝળપાટ. પરદેશની પારકી ધરતી પર પણ જ્યોતિ હિંમત ના હારી.
તેણીએ અમેરીકામાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરી, ઉપરાંત જે નાની મોટી નોકરી મળી તેમાંથી બચત કરતી રહી. દીકરીઓની જવાબદારી જ્યોથી ભૂલી ન હતી, તેણી ભારત દીકરીઓનો ખર્ચો તો મોકલાવતી જ રહેતી.
નોકરીઓની આ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા જ્યોથીએ નક્કી કર્યું કે તે પોતાની વીસા માટેની અને અન્ય સેવાઓ માટેની સોફટવેર કંપની શરૂ કરશે. પોતાની અમેરિકાની અલ્પ બચત અને ખંત, દ્રઢ મનોબળ અને હોંશિયારીના ધન વડે જ્યોથીએ પોતાની સોફટવેર કંપની શરૂ કરી અને આજે તેની ગણના અમેરિકાની મોટી કંપનીઓમાં થાય છે.
જ્યોથી પોતાની મહેનતથી ખેત મજૂરમાંથી સોફટવેર કંપનીની સીઈઓ બની અને ૫ રૃા. મહેનતાણામાંથી કરોડોનો ટર્નઓવર કરતી થઈ.
જ્યોથી રેડ્ડીનું આગવું તેજસ્વી પાસું એ છે કે, તે પોતાનો ભૂતકાળ નથી ભૂલી આજે પણ ભારતના તેના રાજ્યના અનાથ આશ્રમના બાળકોને ભણતરમાં અને માનસિક રીતે નબળા બાળકોના ભણતરમાં મદદ કરે છે. ઘણીવાર ભારત આવી તેલંગણાના ગામડાઓમાં સર્વે કરી તેના જેવી જરૂરમંદ સ્ત્રીઓને હિમ્મત આપી આર્થિક રીતે મદદ કરે છે, મફત દીકરીઓનો લગ્નનો મેળાવડાઓ કરે છે અને બીજા અનેક પરમાર્થના કામો કરે છે.