અગમનિગમ એટલે કે...

તંત્રવિજ્ઞાનનો મૂળ આશય તો આ છે: જે લોકો ઘરગૃહસ્થીનો ત્યાગ કરીને આકરી સાધના કે વૈરાગ્ય દ્વારા આત્મસાક્ષાત્કાર કરી શકે તેમ નથી, તેઓ સંસારમાં રહીને જ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે તે માટે મદદ કરવી.
ક હેવાય છેને કે કોઈ પણ વિષયની ચર્ચા કરતાં પહેલાં એની વ્યાખ્યા વિશે સ્પષ્ટ થઈ જાઓ. આપણે હવે દર અઠવાડિયે અગમનિગમ અને અધ્યાત્મ વિશે વિસ્તારપૂર્વક વાતો કરવાના છીએ ત્યારે સર્વપ્રથમ પ્રશ્ન આ જ પૂછાવો જોઈએ: અધ્યાત્મ તો જાણે બરાબર છે, પણ આ અગમનિગમ એટલે શું? સાવ સાદી ભાષામાં આ સવાલનો જવાબ સાંભળી લો: અગમનિગમ એટલે એવું પારંપરિક શા, જેમાં કુદરતનાં ગૂઢ કે રહસ્યમય તત્ત્વો વિશે ચર્ચાવિચારણા કરવામાંઆવી છે. ભારતના આધ્યાત્મિક સાહિત્યને બે હિસ્સામાં વિભાજિત કરવામાં આવ્યું છે - એક છે, અગમ અને બીજો છે, નિગમ. નિગમમાં વેદ, પુરાણ અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. તેમાં જ્ઞાન, કર્મ, ઉપાસના વગેરે વિશે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. સમજણ એક વસ્તુ થઈ અને એનું આચરણ એ તદ્દન જુદી વસ્તુ થઈ. તો નિગમ એટલે કે વેદ-પુરાણ-ઉપનિષદ સંબંધિત સમજણને વ્યવહારમાં ઊતારવા માટે જે શાની રચના થઈ તે 'અગમ' કહેવાયું.
ભારતીય પરંપરામાં વેદસાહિત્યનું કેટલું મૂલ્ય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. ભારતીય પરંપરામાં તંત્રની ગણના પણ ઉચ્ચ કક્ષાના સાહિત્ય તરીકે થાય છે. વાસ્તવમાં અગમ શબ્દ શરૂઆતમાં વેદો માટે પ્રયોજવામાં આવતો હતો, પણ પછી તંત્રોનો આવભાવ થયો એટલે વેદસાહિત્યનો સમાવેશ નિગમ હેઠળ અને તંત્રોનો સમાવેશ અગમ હેઠળ કરવામાં આવ્યો. અગમ અને તંત્રશા ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે થયેલા વાર્તાલાપમાંથી ઉત્પન્ન થયું છે, જેને પછી અનેક ગણોએ લિપિબદ્ધ કર્યું.
તંત્ર શબ્દ 'તન્' ધાતુ પરથી બન્યો છે. તન્ એટલે વિસ્તાર. આગમ એક એવું શા છે, જેના દ્વારા જ્ઞાનનો વિસ્તાર કરવામાં આવે છે. એટલે જ કહેવાયું છે કે-
તન્યતે વિસ્તાર્યતે જ્ઞાનમ્ અનેન્ ઇતિ તન્ત્રમ્.
'ત્ર'નો એક અર્થ થાય છે, સત્ય. આમ, તંત્રની બીજી વ્યાખ્યા એવી છે કે તંત્ર એટલે પ્રચુર માત્રામાં રહેલું એવું ઊંડું જ્ઞાન જેનો સંબંધ સત્ય સાથે છે.
અગમની રચનાના મુખ્ય ઉદ્દેશો આ છે: ઈશ્વરની સર્જનાત્મક શક્તિઓનું પોતાનામાં જાગરણ કરવું, આ શક્તિને યોગ્ય દિશામાં વાળવી, પોતાનામાં રહેલા ઈશ્વરીય અંશને અથવા તો દેવત્વને જાણવું અને પોતાની આસપાસ રહેલા વિરાટ દેવત્વને આલિંગનમાં લેવું. તંત્રની મહત્તા વિશે 'મત્સ્યસુક્ત'માં લખવામાં આવ્યું છે કે, 'જે રીતે વર્ણોમાં બ્રાહ્મણ, દેવીઓમાં દુર્ગા, દેવતાઓમાં ઈન્દ્ર, વૃક્ષોમાં પીપળો, પર્વતોમાં હિમાલય, નદીઓમાં ગંગા અને અવતારોમાં વિષ્ણુ શ્રે છે તે રીતે શાોમાં તંત્ર શ્રે છે.'તંત્રના મુખ્ય ચાર પાયા અથવા તો અંગો આ છે:
(૧) જ્ઞાન: તંત્ર એ જ્ઞાનનો અખૂટ ભંડાર છે.
(૨) યોગ: તેમાં માણસના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને સ્વસ્થ રાખવા માટે છે.
(૩) ક્રિયા: આમાં ભિન્ન ભિન્ન સ્વરૂપ તથા ગુણો ધરાવતાં દેવીદેવતાઓની પૂજાની વાત છે.
(૪) ચર્યા: તેમાં વિવિધ વ્રતો અને ઉત્સવોમાં કરવામાં આવતી વિઘિઓનું વર્ણન છે. તંત્ર એ અધ્યાત્મવિજ્ઞાનની એવી શાખા છે જેના પર અવલંબન રાખીને સામાન્ય વ્યક્તિ સાંસારિક સ્તરથી ઉપર ઉઠીને ક્રમશ: ઉચ્ચ કક્ષાના જીવન તરફ ગતિ કરી શકે છે. તંત્રનો ઉદ્દેશ માણસને નિમ્ન પ્રકારની પ્રવૃત્તિઓમાં ગૂંચવી નાખવાનો નથી, બલ્કે એને એવા માર્ગ તરફ વાળવાનો છે, જેના પર કદમ માંડીને એ શ્રે અને આદર્શ કાર્યો કરી શકે. તંત્રવિજ્ઞાન અને અગમનિગમના અન્ય અંગો વિશે આપણે આ પૂતમાં બને એટલી સરળ ભાષામાં ક્રમશ: સમજતાં રહીશું.




