બાળકની થાળી, સ્વાસ્થ્યની ચાવી

- માર્ગી
બા ળપણમાં મળતું યોગ્ય પોષણ બાળકને મજબૂત શરીર, તેજસ્વી મગજ અને સ્ફુર્તિભર્યું જીવન આપવાની સુવર્ણ ચાવી છે. બાલ્યકાળથી કિશોરાવસ્થા - એ સમય છે જેમાં શરીર, મગજ તથા વ્યક્તિત્વનો પાયો રચાય છે. આ સમય દરમ્યાન eye-hand co-ordination, cognitive skills, ભાષા, પોતાની વિચારસરણીનો વિકાસ થવો,Logical thinking, concentration, memory, abstract thinking, planning, problem solving વગેરે જેવી મનોદૈહિક કુશળતાનો વિકાસ થાય છે. આ પાયો જેટલો મજબૂત તેટલું બાળકનું ભવિષ્ય સ્વસ્થ અને ઉજ્જવળ. આથી સર્વાંગી વિકાસ માટે બાળકને નાનપણથી જ સંતુલિત આહાર ખાવાની શિસ્ત કેળવવી.
વય પ્રમાણે જોઈએ તો : ૧ થી ૩ વર્ષ સુધી પરંપરાથી ચાલ્યો આવતો ઘરનો સાદો ખોરાક આપવો. યોગ્ય માત્રામાં પ્રોટિન મળે એ માટે દૂધ તથા દૂધની બનાવટો જેમ કે છાશ, દહીં, પનીર, તાજુ માખણ ઉપરાંત સારી રીતે બાફેલા કઠોળ, દાળ આપવા. ઋતુ અનુસાર ફળો, શાકભાજી, અનાજ, Millets, અને યોગ્ય માત્રામાં ઘી, તેલ, સૂકો મેવો આપવો. આ ઉંમર દરમ્યાન ખોરાકમાં વૈવિધ્ય રાખતા જઈ ધીમે ધીમે નવી વાનગીઓનો પરિચય બાળકને કરાવવો.
૪ થી ૯ વર્ષની આયુના બાળકો School માં જતાં હોઈ, Physical activity જેમકે દોડવું, કૂદવું, રમવું, સીડી ચઢવી વગેરેમાં તે સક્રિય હોય છે. આ સમયમાં એમને મળતાં Nutrition સાથે પાણી, શર્કરા તથા નમક પર્યાપ્ત માત્રામાં મળે એનું ધ્યાન રાખવું. જમવામાં ઘઉં, જુવાર, રાગી, બાજરી વગેરેમાંથી બનતી રોટલી, ભાખરી, પુરી, રોટલો, સાથે ફણગાવીને બાફેલા કઠોળ, વિવિધ દાળ, સૂકો મેવો તો આપવા જ ઉપરાંત વિવિધ રંગના ફળો-શાકભાજીનો ભોજનમાં સમાવેશ કરવો.
જેમકે લીલા રંગમાં : Broccoli,, વટાણા, ચોળી, ભીંડા, તમામ ભાજી જેમકે મેથી, પાલખ, તાંદળજો, ફળોમાં લીલી દ્રાક્ષ, કીવી, જામફળ વગેરે.
લાલ રંગમાં : ટામેટા, સ્ટ્રોબેરી, દાડમ, સફરજન, ચેરી વગેરે.
કેસરી અને પીળા રંગમાં : ગાજર, કોળુ, કેરી, પપૈયું, નારંગી, કેળા, Pineappની વગેરે.
જાંબલી રંગમાં : જાંબુ, દ્રાક્ષ, પ્લમ, Blueberry વગેરે.
સફેદ રંગમાં : ફલાવર, મૂળા, ડુંગળી, લસણ, સીતાફળ, નાસપતિ, Dragonfruit વગેરે આપી શકાય. ખોરાક સ્વાદિષ્ટ હોવા ઉપરાંત દેખાવ અને ગંધથી આકર્ષક હોઈ, બાળકની ભોજન પ્રત્યેની રુચિ વધારે છે.
બાળકોને બજારૂ Packed Food, Junk food, Aerated cold drinks ટોમેટો કેચઅપ, સોસ વગેરેથી દૂર રાખવા. આમ કરવાથી બાલ્યકાળમાં ચનનીચિયઅ, ત્વચાના રોગ, ડાયાબીટીસ, કિડનીના રોગો, પાચન સંબંધી સમસ્યાઓથી બચાવી શકાય.
Processed Food ને બદલે ઘરની બનાવેલી પુરી, ભાખરી, થેપલાં, ઢોકળાં, હાંડવો, ચણાના લોટની વાનગીઓ જેમકે સેવ, ગાંઠિયા, પુડલા, મોહનથાળ, મગસ, સુખડી, શેકેલા તલ, શીંગ, કોપરાની ચીકી, સેવ-ઉસળ, ઈડલી, બટાકા પૌંઆ, મુઠિયા જેવા નાસ્તા આપવા. જે બાળકોમાં ર્મીજૈાઅ (મેદસ્વીતા) હોય તેમને ઓછાં તેલ-ઘીથી બનાવેલી વાનગીઓ આપવી.
બાળક જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે Hormones માં પરિવર્તન થવાના કારણે શરીરમાં બદલાવ જોવા મળે છે. આ સમય દરમ્યાન Energy, Protein, Iron, Calcium, Vitamins અને Minerals નું સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે. આ સમયમાં રોજના ભોજનમાં કઠોળમાં ખાસ કરીને ચણા, રાજમા, મગ, અડદ, મસૂરની તમામ પ્રકારની દાળ, દૂધ, દહીં, પનીર, Vitamin C ધરાવતાં ફળો જેમકે નારંગી, જામફળ, મોસંબી, આમળા, Pineapple, , સ્ટ્રોબેરી વગેરે આપવા. ઉપરાંત Iron માટે ખજૂર, અંજીર, જરદાળુ, Prones વગેરે અચૂક આપવા. શરીર dehydrate ન થાય માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. Balanced, Dietની સાથે.
(૧) પૂરતી ઊંઘ, (૨) નિત્ય ક્રમે કસરત અને રમત, (૩) સહપારિવારીક ભોજન, (૪) TV, Mobile Phone, લેપટોપમાં વ્યય થતાં Screen time નિયંત્રીત કરવો, (૫) અભ્યાસ સાથે ગમતી extra curricular activitiesમાં થોડો સમય ફાળવવો આ પાંચ ટેવો સાચા અર્થમાં બાળકના સર્વાંગી વિકાસ માટે સુવર્ણ ચાવી છે.




