Science & Technology

સેમસંગ ટ્રી-ફોલ્ડને કેમ લોન્ચ નથી કરી રહી?, જાણો કંપની શું વિચારી રહી છે...

By GS Team
10 Jul 20253 mins read
This article was originally published on 10 Jul 2025
TukuTouch Logo
સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ફ્લીપ 7ને લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે ટ્રી-ફોલ્ડને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા હોવા છતાં એને લોન્ચ કરવામાં નથી આવ્યો. કંપની આ ફોનને લોન્ચ કરવામાં મોડું કરી રહી છે. આ માટેનું કારણ છે કે લોકોને આ ફોનની ખરેખર જરૂર છે કે નહીં એ વિશે વિચારણા ચાલી રહી છે. ફોલ્ડેબલ મોબાઇલ હજી જોઈએ છે એવું નથી. સેમસંગના મોબાઇલ એટલા સફળ નથી રહ્યા જેટલા ગેલેક્સી એસ સિરીઝ રહી છે. ત્યારે ટ્રીફોલ્ડને લઈને શું કરવે એ વિશે કંપની વિચારણા કરે એ સ્વાભાવિક છે. સેમસંગની ડિવાઇઝ એક્સપિરિયન્સ ડિવિઝનના એક્ટિંગ હેડ TM Roh દ્વારા ધી કોરિયા ટાઇમ્સને એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે ‘મને એવી આશા છે કે અમે આ વર્ષના અંત સુધીમાં ટ્રી-ફોલ્ડ ફોનને લોન્ચ કરી શકીશું.’

Summarized by AI; it may make mistakes. Check important info

સેમસંગ ટ્રી-ફોલ્ડને કેમ લોન્ચ નથી કરી રહી?, જાણો કંપની શું વિચારી રહી છે...

Samsung Tri-Fold: સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ફ્લીપ 7ને લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે ટ્રી-ફોલ્ડને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા હોવા છતાં એને લોન્ચ કરવામાં નથી આવ્યો. કંપની આ ફોનને લોન્ચ કરવામાં મોડું કરી રહી છે. આ માટેનું કારણ છે કે લોકોને આ ફોનની ખરેખર જરૂર છે કે નહીં એ વિશે વિચારણા ચાલી રહી છે. ફોલ્ડેબલ મોબાઇલ હજી જોઈએ છે એવું નથી. સેમસંગના મોબાઇલ એટલા સફળ નથી રહ્યા જેટલા ગેલેક્સી એસ સિરીઝ રહી છે. ત્યારે ટ્રીફોલ્ડને લઈને શું કરવે એ વિશે કંપની વિચારણા કરે એ સ્વાભાવિક છે. સેમસંગની ડિવાઇઝ એક્સપિરિયન્સ ડિવિઝનના એક્ટિંગ હેડ TM Roh દ્વારા ધી કોરિયા ટાઇમ્સને એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે ‘મને એવી આશા છે કે અમે આ વર્ષના અંત સુધીમાં ટ્રી-ફોલ્ડ ફોનને લોન્ચ કરી શકીશું.’

ફોનનું નામ હજી સુધી જાહેર નથી કરાયું

સેમસંગ દ્વારા એને G ફોલ્ડ કહેવામાં આવે એવું બની શકે છે, પરંતુ હજી સુધી નામ નક્કી નથી થયું. આ વિશે TM Roh કહે છે, ‘અમે હાલમાં મોબાઇલને એકદમ પર્ફેક્ટ બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે જેથી યુઝર્સ એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકે. અમે હજી સુધી એનું નામ નક્કી નથી કર્યું. આ મોબાઇલ હવે એકદમ તૈયાર થઈ જાય એટલે અમે એનું નામ પણ ફાઇનલ કરી દઈશું.’

આ પણ વાંચો: સેમસંગથી ભૂલમાં જાહેર થઈ ગઈ ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનની ડિઝાઇન: નવમી જુલાઈએ છે લોન્ચ ઇવેન્ટ

ટ્રી-ફોલ્ડ માટે હાર્ડવેર ખાસ ડિઝાઇન કર્યા સેમસંગે

સેમસંગના એક એક્ઝીક્યુટિવ દ્વારા એન્ડ્રોઇડ ઑથોરિટીને નામ નહીં જણાવવાની શરતે કહ્યું છે કે સેમસંગ દ્વારા ટ્રી-ફોલ્ડ મોબાઇલ માટે ખાસ હાર્ડવેર તૈયાર કર્યા છે અને એનું પ્રોડક્શન બહુ જલદી શરુ કરી દેવામાં આવશે. જોકે કંપની હજી પણ આ મોબાઇલ કેમ બનાવવામાં આવ્યો છે અને એને કઈ રીતે રજૂ કરવો એ માટે વિચારણા કરી રહી છે. આ વિશે એ વ્યક્તિએ કહ્યું કે ‘અમે ટ્રી-ફોલ્ડ છેલ્લા ઘણાં સમયથી બનાવ્યો છે. એની ડિઝાઇન અને બધું અમારા માટે તો તૈયાર જ છે એથી અમારા માટે એ કોઈ નવીનતા નથી. જોકે અમે આ મોબાઇલ કેવી રીતે લોકો સામે રજૂ કરવો એ વિશે ચર્ચા કરી રહ્યા છે. અમે એ માટે વિચારી રહ્યા છે કે શું આ પ્રકારના મોબાઇલની ખરેખર ડિમાન્ડ છે ખરી?’

આ પણ વાંચો: ટ્રમ્પે બજેટ ઘટાડતા નાસાના બે હજાર કર્મચારીની છટણી થશે, સ્પેસ રેસમાં ચીન આગળ નીકળી જવાનો વિજ્ઞાનીઓને ડર

જાન્યુઆરીમાં થઈ હતી જાહેરાત

સેમસંગ દ્વારા જન્યુઆરીમાં અનપેક્ડ ઇવેન્ટમાં ટ્રી-ફોલ્ડ ફોન વિશે જાહેરાત કરી હતી. તેમણે સ્ક્રીનનું ચિત્ર જાહેર કરી ટીઝર રિલીઝ કર્યું હતું. One UI 8માં એનિમેશન ફાઇલ્સમાં આ સ્ક્રીન કેવી રીતે કામ કરશે એ જોવા મળ્યું હતું. સેમસંગ દ્વારા આજે જ Z ફોલ્ડ 7, Z ફ્લીપ 7 અને વોચ 8 સિરીઝ લોન્ચ કરી છે. આ સાથે જ ટ્રી-ફોલ્ડ પણ લોન્ચ કરશે એવી આશા હતી, પરંતુ હવે એ માટે રાહ જોવી રહી.