Science & Technology

WhatsAppમાં ઉમેરાયું ઓટો-ટ્રાન્સલેટ ફીચર: 21 ભાષામાં મેસેજ હવે થશે ટ્રાન્સલેટ

By GS Team
20 Mar 20263 mins read
TukuTouch Logo
WhatsApp દ્વારા હવે એક નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સને વાત કરવામાં સરળતા રહે એ માટે હવે ઓટોમેટિક મેસેજ ટ્રાન્સલેટ કરવા માટેનું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરનો ઉપયોગ જે યુઝર્સ અન્ય ભાષાનો ઉપયોગ કરનાર યુઝર્સ સાથે વાત કરે તેમના માટે ખૂબ જ સારું છે. આથી હવે તેમને અન્ય થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને મેસેજને ટ્રાન્સલેટ કરવાની જરૂર નહીં પડે. WhatsApp દ્વારા પોતેજ આ ફીચર હવે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. મેટાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ ફીચર પહેલેથી ઉપલબ્ધ છે અને હવે એને WhatsAppમાં લાવવામાં આવી રહ્યું છે. Wabetainfo અનુસાર હાલમાં WhatsApp દ્વારા iOSના બીટા વર્ઝનમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsAppમાં ઉમેરાયું ઓટો-ટ્રાન્સલેટ ફીચર: 21 ભાષામાં મેસેજ હવે થશે ટ્રાન્સલેટ
WAWebInfo

Message Translate Feature: WhatsApp દ્વારા હવે એક નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સને વાત કરવામાં સરળતા રહે એ માટે હવે ઓટોમેટિક મેસેજ ટ્રાન્સલેટ કરવા માટેનું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરનો ઉપયોગ જે યુઝર્સ અન્ય ભાષાનો ઉપયોગ કરનાર યુઝર્સ સાથે વાત કરે તેમના માટે ખૂબ જ સારું છે. આથી હવે તેમને અન્ય થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને મેસેજને ટ્રાન્સલેટ કરવાની જરૂર નહીં પડે. WhatsApp દ્વારા પોતેજ આ ફીચર હવે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. મેટાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ ફીચર પહેલેથી ઉપલબ્ધ છે અને હવે એને WhatsAppમાં લાવવામાં આવી રહ્યું છે. Wabetainfo અનુસાર હાલમાં WhatsApp દ્વારા iOSના બીટા વર્ઝનમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

21 ભાષાનો સમાવેશ

WhatsApp યુઝર્સ હવે તેમના મેસેજને 21 ભાષામાં ટ્રાન્સલેટ કરી શકશે. ત્યાર બાદ તેમના પર આવતાં મેસેજને તેઓ ઓટોમેટિક ટ્રાન્સલેટ કરી શકશે. આ માટે સેટિંગ્સમાં જઈને ફક્ત એક ફીચરને ઓન કરવાનું રહેશે. WhatsAppનું આ ફીચર અન્ય દેશના અથવા તો અન્ય કલ્ચરના લોકો સાથે વાતચીત કરવા માટે ખૂબ જ સારું છે જેમને એકમેકની ભાષા વિશે જાણ નથી હોતી. એક વ્યક્તિને અંગ્રેજી આવડતું હોય અને એક વ્યક્તિને સ્પેનિશ આવડતું હોય તો એ બન્ને હવે તેમની પોત-પોતાની ભાષામાં મેસેજ વાંચી અને લખી શકશે. આ માટે ઓટોમેટિક ટ્રાન્સલેશન ફીચર કામ કરશે.

આ ફીચરની સાથે WhatsApp દ્વારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ફીચરને પણ યથાવત રાખ્યું છે, જેથી કોઈ પણ ચેટ અન્ય વ્યક્તિ વાંચી નહીં શકે. WhatsAppનું iOSનું બીટા વર્ઝન 26.11.10.70 હાલમાં ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ છે.

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે જે-તે વ્યક્તિની ચેટને ઓપન કરવાની રહેશે. આ ચેટ એ જ હોવી જોઈએ જેના મેસેજ ટ્રાન્સલેટ કરવાના હશે. ત્યાર બાદ એ ચેટના મેન્યુમાં જઈને ટ્રાન્સલેટ મેસેજ ફીચર ઓન કરી દેવું. ત્યાર બાદ જે ભાષામાં મેસેજ જોઈતા હોય એને સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે કઈ ભાષામાં મેસેજ આવે છે અને કઈ ભાષામાં એને ટ્રાન્સલેટ કરવા છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ એ ભાષામાં આવતાં દરેક મેસેજ ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જશે.

આ પણ વાંચો: ઝુકરબર્ગનો યુ-ટર્ન: 80 અબજ ડોલર ડૂબ્યા છતાં ‘મેટાવર્સ’ ચાલુ રહેશે, પણ હવે નવા અવતારમાં!

યુઝર્સને જાળવી રાખવા નવા ફીચર્સ

WhatsApp તેમના યુઝર્સને જાળવી રાખવા માટે એક પછી એક નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. આજે વાતચીત કરવા માટે ઘણી એપ્લિકેશન્સ છે. આથી યુઝર્સને જ્યારે કોઈ ફીચર ન મળતું હોય ત્યારે તે ખૂબ જ સરળતાથી એપ્લિકેશન બદલી નાખે છે. આ માટે WhatsApp હવે તેમના યુઝર્સને જાળવી રાખવા માટે ટ્રાન્સલેશન ફીચર પણ લઈને આવ્યું છે. WhatsApp આ અગાઉ ડોક્યુમેન્ટ સ્કેનરથી લઈને વોઇસ રેકોર્ડિંગ અને સ્ટેટસ જેવા ઘણા ફીચર્સ લઈને આવ્યું છે. એમાં ઘણી ઇફેક્ટ્સ અને Meta AIનો પણ સમાવેશ કર્યો છે. આ લિસ્ટમાં હવે ટ્રાન્સલેશન ફીચરનો પણ સમાવેશ થઈ ગયો છે જેથી યુઝરને સરળતા રહે.