Science & Technology

ઝુકરબર્ગનો યુ-ટર્ન: 80 અબજ ડોલર ડૂબ્યા છતાં ‘મેટાવર્સ’ ચાલુ રહેશે, પણ હવે નવા અવતારમાં!

By GS Team
20 Mar 20263 mins read
TukuTouch Logo
મેટાએ મેટાવર્સ અંગેનો પોતાનો નિર્ણય બદલી કાઢ્યો છે. અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે $80 બિલિયનથી વધુ નુકસાન કરનાર આ પ્રોજેક્ટને બંધ કરવામાં આવશે, પરંતુ હવે યુઝર્સની માંગને ધ્યાનમાં રાખીને માર્ક ઝુકરબર્ગે યુ-ટર્ન લીધો છે. મેટાએ તેને ફરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મેટાના CTO એન્ડ્ર્યુ બોસવર્થ મુજબ કંપની તેની મેટાવર્સ પ્લેટફોર્મ Horizon Worldsને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ્સ માટે સપોર્ટ આપતી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝુકરબર્ગનો યુ-ટર્ન: 80 અબજ ડોલર ડૂબ્યા છતાં ‘મેટાવર્સ’ ચાલુ રહેશે, પણ હવે નવા અવતારમાં!

Mark Zuckerberg on Metaverse: મેટાએ મેટાવર્સ અંગેનો પોતાનો નિર્ણય બદલી કાઢ્યો છે. અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે $80 બિલિયનથી વધુ નુકસાન કરનાર આ પ્રોજેક્ટને બંધ કરવામાં આવશે, પરંતુ હવે યુઝર્સની માંગને ધ્યાનમાં રાખીને માર્ક ઝુકરબર્ગે યુ-ટર્ન લીધો છે. મેટાએ તેને ફરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મેટાના CTO એન્ડ્ર્યુ બોસવર્થ મુજબ કંપની તેની મેટાવર્સ પ્લેટફોર્મ Horizon Worldsને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ્સ માટે સપોર્ટ આપતી રહેશે.

ઇન્સ્ટાગ્રામ પર એન્ડ્ર્યુ બોસવર્થે જણાવ્યું હતું કે યુઝર્સના ફીડબેકને ધ્યાનમાં રાખીને કંપનીએ VR હેડસેટ્સને સપોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એન્ડ્ર્યુએ લખ્યું હતું કે “અમે આજે જ નિર્ણય કર્યો છે કે Horizon Worldsને VRમાં ચાલુ રાખવામાં આવશે જેથી હાલના ગેમ્સ અને ફેન્સને સપોર્ટ મળી રહે.” મેટાએ અગાઉ જાહેરાત કરી હતી કે Horizon Worldsને 15 જૂન, 2026થી માત્ર મોબાઇલ પ્લેટફોર્મ માટે કાર્યરત રાખવામાં આવશે અને VR માટે કોઈ સપોર્ટ રહેશે નહીં. જોકે હવે એન્ડ્ર્યુ બોસવર્થની જાહેરાત મુજબ યુઝર્સ Meta Quest VR હેડસેટ પર Horizon Worlds વધુ સમય સુધી ઉપયોગ કરી શકશે, પરંતુ કંપની મોબાઇલ ડેવલપમેન્ટને વધુ પ્રાથમિકતા આપશે.

મેટાએ મેટાવર્સ બંધ કરવાનો નિર્ણય કેમ બદલ્યો?

Horizon Worldsને 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં યુઝર્સ 3D વર્ચ્યુઅલ દુનિયામાં એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે. ઘણા યુઝર્સે આ પ્લેટફોર્મ પર પોતાની ગેમ્સ પણ બનાવી હતી. એન્ડ્ર્યુ બોસવર્થ મુજબ ઘણા ફેન્સ કંપનીના નિર્ણયથી “દિલથી દુઃખી” થઈ ગયા હતા અને તેમણે મેટાને સંપર્ક કર્યો હતો. જોકે, કંપની હવે VR માટે નવા ફીચર્સ ઉમેરશે નહીં અને સંપૂર્ણ રીતે મોબાઇલ પ્લેટફોર્મ તરફ વળશે. એન્ડ્ર્યુ બોસવર્થે જણાવ્યું કે “આ માટેનું કારણ એ છે કે મોટાભાગના યુઝર્સ અને ક્રિએટર્સ હવે મોબાઇલ પર સક્રિય છે, તેથી અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.”

મેટાએ 2023માં Horizon Worldsનું મોબાઇલ વર્ઝન લોન્ચ કર્યું હતું, જે Roblox જેવી લોકપ્રિય પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે બનાવાયું હતું. Horizon Worldsના મોબાઇલ વર્ઝને વિશ્વભરમાં 45 મિલિયન ડાઉનલોડ્સ થયા છે.

$80 બિલિયનનું નિષ્ફળ પ્રોજેક્ટ

માર્ક ઝુકરબર્ગના મેટાવર્સ વિઝન માટે Horizon Worlds મુખ્ય ભાગ હતો. 2021માં ઝુકરબર્ગે કંપનીનું નામ બદલીને Meta રાખ્યું હતું જેથી આ દિશામાં ધ્યાન કેન્દ્રિત થાય. જોકે, મેટાવર્સ બિઝનેસની દૃષ્ટિએ સફળ સાબિત થયું નથી. VR અને મેટાવર્સ પ્રોજેક્ટ્સ માટે જવાબદાર મેટાની Reality Labs ડિવિઝન 2020થી અત્યાર સુધીમાં અંદાજે $80 બિલિયન જેટલું નુકસાન સહન કરી ચૂકી છે. IDCના રિપોર્ટ મુજબ 2024થી 2025 દરમિયાન મેટાના VR હેડસેટના વેચાણમાં 16%નો ઘટાડો નોંધાયો છે, જે VR માર્કેટની પડકારજનક સ્થિતિ દર્શાવે છે. Apple જેવી સ્પર્ધક કંપનીઓએ પણ ઓછા ડિમાન્ડને કારણે તેમના હાઇ-એન્ડ VR ડિવાઇસનું ઉત્પાદન ઘટાડ્યું છે.

આ પણ વાંચો: હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત...

VR પર ધ્યાન ઓછું, AI પર ફોકસ વધુ

મેટા VR ક્ષેત્રમાં પોતાની મહત્ત્વાકાંક્ષા ઘટાડતી હોવા છતાં સ્માર્ટ ગ્લાસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સતત રોકાણ કરી રહી છે. કંપની અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ સ્માર્ટ ગ્લાસિસ વેચી ચૂકી છે અને તેની Superintelligence Lab (MSL) દ્વારા નવા AI મોડલ્સ વિકસાવી રહી છે. આથી મેટા માટે હવે VR નહીં, પરંતુ AI વધુ મહત્ત્વનું છે.